________________
પ્રથમ પદઃ પ્રશાપના
પુદ્ગલાસ્તિકાય અને કાલ, તે પાંચ અજીવ દ્રવ્ય છે. તત્સંબંધિત વર્ણનને અજીવ પ્રજ્ઞાપના કહે છે.
અજીવ પ્રજ્ઞાપના:| ४ से किं तं अजीवपण्णवणा ? अजीवपण्णवणा दुविहा पण्णत्ता, तं जहा- रूविअजीव पण्णवणा य अरूविअजीवपण्णवणा य । ભાવાર્થ – પ્રશ્ન- અજીવ પ્રજ્ઞાપનાના કેટલા પ્રકાર છે? ઉત્તર- અજીવ પ્રજ્ઞાપનાના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે- રૂપી અજીવ પ્રજ્ઞાપના અને અરૂપી અજીવ પ્રજ્ઞાપના. અરૂપી અજીવ પ્રજ્ઞાપના :| ५ से किं तं अरूविअजीवपण्णवणा ? अरूविअजीवपण्णवणा दसविहा पण्णत्ता, तं जहा- धम्मत्थिकाए, धम्मत्थिकायस्स देसे, धम्मत्थिकायस्स पएसा, अधम्मत्थिकाए, अधम्मत्थि-कायस्सदेसे, अधम्मत्थिकायस्स पएसा, आगासत्थिकाए, आगासत्थिकायस्स देसे, आगासत्थि- कायस्स पएसा, अद्धासमए। से तं अरूविअजीवपण्णवणा । ભાવાર્થ - પ્રશ્ન- અરૂપી અજીવ પ્રજ્ઞાપનાના કેટલા પ્રકાર છે? ઉત્તર- અરૂપી અજીવ પ્રજ્ઞાપનાના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ધર્માસ્તિકાય, (૨) ધર્માસ્તિકાયનો દેશ, (૩) ધર્માસ્તિકાયના પ્રદેશ, (૪) અધર્માસ્તિકાય, (૫) અધર્માસ્તિકાયનો દેશ, () અધર્માસ્તિકાયના પ્રદેશ, (૭) આકાશાસ્તિકાય, (૮) આકાશાસ્તિકાયનો દેશ, ૯) આકાશાસ્તિકાયના પ્રદેશ અને (૧૦) અદ્ધાકાળ. આ અરૂપી અજીવ પ્રજ્ઞાપના છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અરૂપી અજીવ પ્રજ્ઞાપનાના ભેદ-પ્રભેદનું પ્રતિપાદન છે. અરૂપી અજીવ –જેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિ ન હોય તેવા અચેતન પદાર્થોને અરૂપી અજીવ કહે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાલ, આ ચાર દ્રવ્યો અરૂપી અજીવ છે અને તેમાં પ્રથમના ત્રણ દ્રવ્ય અસ્તિકાયરૂપ છે. અસ્તિકાય :- પ્રદેશોના સમૂહને અસ્તિકાય કહે છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય, આ બંને દ્રવ્ય અસંખ્યાત પ્રદેશના સમૂહરૂપ છે અને આકાશ દ્રવ્ય અનંતપ્રદેશના સમૂહ રૂપ છે, તેથી તે ત્રણે દ્રવ્ય અસ્તિકાય કહેવાય છે. કાળને પ્રદેશ ન હોવાથી તે અસ્તિકાય રૂપ નથી. ધર્માસ્તિકાય :- ગીવાનાં પુત્રીનાનાં ૨ દ્વમાવત ઇશ્વ ગતિપરિણામપરિપતાનાં તત્વભાવ થરાદૂ-તસ્વભાવપોષણાર્મ | સ્વભાવથી જ ગતિ પરિણામથી પરિણત થયેલા જીવ અને પદુગલના ગતિ સ્વભાવને ધારણ કરે, પોષણ કરે અર્થાતુ ગતિક્રિયામાં સહાયક બને, તે દ્રવ્યને ધર્માસ્તિકાય કહે છે. જેમ કે માછલીની ગતિમાં જલ સહાયક બને છે. પાણી ન હોય તો માછલી તરી ન શકે; તેમ જીવ અને પુદગલ પોતાની શક્તિથી ગતિ કરે છે, તેમાં ધર્માસ્તિકાય દ્રવ્ય સહાયક બને છે. સહાયક દ્રવ્ય વિના તેની ગતિ થતી નથી. અલોકમાં ધર્માસ્તિકાય ન હોવાથી સિદ્ધના જીવો અનંત શક્તિમાન હોવા છતાં લોકાગ્રે સ્થિત થઈ જાય છે. ધર્માસ્તિકાય વિના જીવ કે પુદ્ગલની ગતિ થતી નથી. ધર્માસ્તિકાય એક, અખંડ,