________________
S
શ્રી પન્નવણા સૂત્ર : ભાગ-૧
भासा सरीर परिणाम, कसाए इंदिए पओगे य । लेसा कायठिई य, सम्मत्ते अंतकिरिया य ॥५॥ ओगाहणसंठाणे, किरिया कम्मे त्ति यावरे । कम्मस्स बंधए कम्मवेदए, वेदस्स बंधए वेयवेयए ॥ ६ ॥ आहारे उवओगे, पासणया सण्णि संजमे चेव । ओही पवियारण वेयणा य, तत्तो समुग्धाए ॥७॥
ભાવાર્થ:- (ગાથાર્થ) શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં ‘છત્રીસ’ પદ છે. તેના નામ આ પ્રમાણે છે– (૧) પ્રજ્ઞાપના, (૨) સ્થાન, (૩) બહુવક્તવ્ય, (૪) સ્થિતિ, (૫) વિશેષ, (૬) વ્યુત્ક્રાંતિ, (૭) ઉચ્છ્વાસ, (૮) સંજ્ઞા, (૯) યોનિ, (૧૦) ચરમ. II ૪ ||
(૧૧) ભાષા, (૧૨) શરીર, (૧૩) પરિણામ, (૧૪) કષાય, (૧૫) ઇન્દ્રિય, (૧૬) પ્રયોગ, (૧૭) લેશ્યા, (૧૮) કાયસ્થિતિ, (૧૯) સમ્યક્ત્વ અને (૨૦) અંતક્રિયા. ॥ ૫ ॥ (૨૧) અવગાહના-સંસ્થાન, (૨૨) ક્રિયા, (૨૩) કર્મ, (૨૪) કર્મ બંધક(બાંધતા બાંધે), (૨૫) કર્મ વેદક(બાંધતા વેદે), (૨૬) કર્મવેદ બંધક (વેદતા બાંધે) અને (૨૭) કર્મવેદ વેદક(વેદતા વેદે). ॥ ૬ ॥ (૨૮) આહાર, (૨૯) ઉપયોગ, (૩૦) પશ્યત્તા, (૩૧) સંશી, (૩૨) સંયમ, (૩૩) અવધિ, (૩૪) પ્રવિચારણા, (૩૫) વેદના અને (૩) સમુદ્દાત. II ૭ ॥ પ્રજ્ઞાપનાના પ્રકારઃ
३ से किं तं पण्णवणा ? पण्णवणा दुविहा पण्णत्ता, તું બહા
जीवपण्णवणा य अजीवपण्णवणा य।
ભાવાર્થ :- પ્રશ્ન- પ્રજ્ઞાપનાના કેટલા પ્રકાર છે ? ઉત્તર- પ્રજ્ઞાપનાના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે– જીવ પ્રજ્ઞાપના અને અજીવપ્રજ્ઞાપના.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં પ્રજ્ઞાપનાના બે પ્રકારનું કથન છે.
જીવ પ્રશાપના :– નીન્તિ, પ્રાળાનું ધારયન્તીતિ નીવાઃ । જે જીવે છે, પ્રાણોને ધારણ કરે છે, ચૈતન્ય લક્ષણ સહિત અને ઉપયોગવાન હોય, તે જીવ છે. પ્રાણના બે ભેદ છે. દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ. પાંચ ઇન્દ્રિય, મન, વચન, કાયા, શ્વાસોચ્છ્વાસ અને આયુષ્ય, તે દશ દ્રવ્ય પ્રાણ છે અને જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય, તે ચાર ભાવ પ્રાણ છે. સમસ્ત સંસારી જીવો યથાયોગ્ય દ્રવ્યપ્રાણથી જીવે છે. તે ઉપરાંત પ્રત્યેક સંસારી જીવમાં વધતે ઓછે અંશે ભાવપ્રાણ પણ અવશ્ય હોય છે. સિદ્ધના જીવોમાં દ્રવ્યપ્રાણ નથી. તે ભાવ પ્રાણથી જીવે છે.
સંસારી અને સિદ્ધ જીવોના સ્વરૂપનું કથન કરવું તે જીવપ્રજ્ઞાપના છે. જીવ સંબંધિત પ્રત્યેક વિષયો, ગતિ, જાતિ, ઇન્દ્રિય, યોનિ, જીવને રહેવાના સ્થાન, આત્મગુણરૂપ ઉપયોગ આદિ વિવિધ વિષયોનો સમાવેશ જીવ પ્રજ્ઞાપનામાં થાય છે.
અજીવ પ્રશાપના :–ન નીવાઅગનીવા-પીવવિપરીતસ્વરૂપા:। જે જીવ નથી તે અજીવ છે. જડલક્ષણ અને ઉપયોગ રહિત હોય તે અજીવ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય,