________________
પ્રથમ પદ:પ્રજ્ઞાપના
.
પ્રવર્તાવ્યું છે, (૫) જેઓ કૃતકૃત્ય થઈ ગયા છે, (૬) જેઓ મંગળરૂપ બની ગયા છે, તેવા ગુણ સંપન્ન શુદ્ધાત્માને સિદ્ધ કહે છે. તેવા સિદ્ધ ભગવાન મારું મંગલ કરે. નિવરિ૯ :- જિનવરેન્દ્ર, રાશિદાન ગવન્તરિ બિનાક = જે રાગાદિ શત્રુઓને જીતે છે તે જિન છે. જિનના ચાર પ્રકાર છે– (૧) ઋતજિન, (૨) અવધિજિન, (૩) મન:પર્યવજિન અને (૪) કેવલીજિન. અહીં કેવળી-જિનને સૂચિત કરવા માટે “વર’ શબ્દનો પ્રયોગ છે. જિનોમાં જે વર–શ્રેષ્ઠ હોય, અતીત અનાગત અને વર્તમાનકાળના સમસ્ત પદાર્થોના સ્વરૂપને જાણનારા કેવળજ્ઞાનથી યુક્ત હોય, તે જિનવર કહેવાય છે. આ અર્થ પ્રમાણે તો સામાન્યકેવળી પણ જિનવર કહેવાય, તેથી સૂત્રકારે જિનવર શબ્દ સાથે ઇન્દ્ર' વિશેષણનો પ્રયોગ કર્યો છે. તેથી જિનવરોના ઇન્દ્ર એટલે તીર્થકર, તેવો અર્થ સૂચિત થાય છે. महावीरं :- वीरयति स्म कषायादिशत्रून प्रति विक्रामति स्मेति वीरः, महांश्चासौ वीरश्च મહાવીઃ | જે કષાયાદિ શત્રુઓ સામે વીરત્વ(પરાક્રમ) દેખાડે છે, તે વીર છે અને વીરોમાં જે મહાન છે, તે મહાવીર છે. વર્તમાનમાં ભગવાન મહાવીરનું શાસન પ્રવર્તે છે. તેઓ આપણા આસન ઉપકારી છે તેથી જ સુત્રકારે ઋષભદેવાદિ તીર્થકરોને છોડીને ચરમ તીર્થકર ભગવાન મહાવીર સ્વામીને નમસ્કાર કર્યા છે. તેનોવધુ ત્રણે લોકના ગુરુ. અધોલોક નિવાસી અસુરકુમારાદિ ભવનપતિદેવોને, મધ્યલોકવાસીમનુષ્યો, પશુઓ, વિદ્યાધરો, વાણવ્યંતરો અને જયોતિષી દેવોને તથા ઊર્ધ્વલોકવાસી સૌધર્મ આદિ વૈમાનિક દેવો, ઇન્દ્રો આદિને ધર્મોપદેશ આપતા હોવાથી પ્રભુને “મૈલોક્યગુરુ' કહ્યા છે.
ભગવાન મહાવીરને માટે પ્રયુક્ત જિનવરેંદ્ર, મહાવીર અને ગૈલોક્યગુરુ આ ત્રણ વિશેષણ ક્રમશઃ તેઓશ્રીના ચાર મૂળ અતિશયને પ્રગટ કરે છે. તેમાં જિનવરેન્દ્ર શબ્દથી જ્ઞાનાતિશય અને પૂજાતિશય, મહાવીર શબ્દથી અપાયાપગમાતિશય અને ગૈલોક્યગુરુ શબ્દથી વચનાતિશય પ્રગટ થાય છે. માવવા :- અ[ શબ્દના છ અર્થ થાય છે.
ऐश्वर्यस्य समग्रस्य, धर्मस्य यशसः श्रियः ।
वैराग्यस्याय प्रयत्नस्य, षण्णां भग इतीङ्गना ॥ સમગ્ર ઐશ્વર્ય(અષ્ટ મહાપ્રાતિહાર્ય, રૈલોક્યાધિપતિત્વ), ધર્મ, યશ, શ્રી, વૈરાગ્ય અને પ્રયત્ન, આ છ ગુણોના ધારક તીર્થકરોને ભગવાન કહે છે. મવિયનાબુફરે - ભવી જીવોની નિવૃત્તિના કરનારા. ભવી = તથાવિધ અનાદિ પારિણામિક ભાવના કારણે જેઓ સિદ્ધિગમનને યોગ્ય હોય, તે ભવી કહેવાય છે. પિલુદ્દા બે અર્થ થાય છે– (૧) નિવૃત્તિ = નિર્વાણ, શાંતિ કે નિર્વાણના કારણભૂત સમ્યગદર્શન આદિ રત્નત્રયના પ્રદાન કરનારા (૨) નિવૃત્તિ = નિર્માણ- સમસ્ત કર્મમલ દૂર થવાથી સ્વરૂપનું કે પરમ સ્વાથ્યનું નિર્માણ કરનારા; તીર્થકર પ્રભુ, ભવી જીવો માટે રત્નત્રય પ્રદાન કરનારા અથવા પરમ સ્વાથ્યનું નિર્માણ કરનારા છે.
તીર્થકર ભગવંતો નિષ્પક્ષપણે સર્વ જીવોને ઉપદેશ આપે છે. ભવી જીવો તે ઉપદેશ શ્રવણ કરીને પોતાની પાત્રતા અનુસાર ભાવ આરોગ્યને પ્રાપ્ત કરે છે. છત્રીસ પદોનાં(અધ્યયનોના) નામ:
पण्णवणा ठाणाई, बहुवत्तव्वं ठिई विसेसा य । वक्कंती उस्सासो, सण्णा जोणी य चरिमाइं ॥४॥