________________
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૧
નિત્ય અને લોકવ્યાપક દ્રવ્ય છે.
ધમસ્તિકાય દ્રવ્યના ત્રણ ભેદ છે– (૧) ધર્માસ્તિકાય- ચલન સહાયવાળા અસંખ્યાત પ્રદેશાત્મક અખંડ, લોકવ્યાપી એક દ્રવ્યને ધર્માસ્તિકાય કહે છે. થોકડાઓમાં આ પ્રથમ ભેદને ધર્માસ્તિકાયનો સ્કંધ કહેવાની પરંપરા છે. પરંતુ પ્રસ્તુત પાઠમાં ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન-૩૬, ગાથા-૫ માં આ પ્રથમ ભેદ માટે ધર્માસ્તિકાય’ શબ્દ પ્રયોગ છે, સ્કંધ શબ્દનો પ્રયોગ ત્યાં નથી, પુલ દ્રવ્યમાં સ્કંધનો પ્રયોગ છે. પ્રદેશોના સમુદાયને સ્કંધ કહે છે. ધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશો હંમેશાં સમુદાય રૂપે જ રહે છે. આ જ રીતે અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયના પ્રથમ ભેદ માટે પણ સમજવું. (૨) ધમસ્તિકાયનો દેશ – ધમતિonયા વલ્ટિમ્પિતો યાલિપ્રવેશાત્મeો વિમાન: | ધર્માસ્તિકાય દ્રવ્યના બુદ્ધિકલ્પિત કોઈ પણ એક વિભાગને તેનો દેશ કહે છે. ઊર્ધ્વલોક, અધોલોક આદિ લોકના કોઈપણ એક અપેક્ષિત વિભાગમાં રહેલો ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાયનો દેશ કહેવાય છે. (૩) ધર્માસ્તિકાયના પ્રદેશ– તે અખંડ દ્રવ્યના, દ્રવ્ય સાથે જોડાયેલા નિવિભાગી અંશને પ્રદેશ કહે છે. અધમસ્તિકાય :- ગવ પુલતાન સ્થિતિપરિણામપરિતાનાં તત્પરિણામોપષ્ટભ્રોડમૂડસંધ્યાત સંપાતાભોડધર્તિાય: I સ્થિતિ (સ્થિરતા) પરિણામમાં પરિણત જીવ તથા પુદગલની સ્થિતિમાં એટલે સ્થિરતામાં સહાયક બને, તે અધર્માસ્તિકાય કહેવાય છે. તે પણ એક, અખંડ, નિત્ય અને લોકવ્યાપી દ્રવ્ય છે. તેના પણ ધર્માસ્તિકાયની જેમ ત્રણ ભેદ છે. આકાશાસ્તિકાય :- “આકાશ' શબ્દમાં પ્રયુક્ત ‘આ’ ઉપસર્ગના બે અર્થ થાય છે, તેથી “આકાશ” શબ્દના પણ બે અર્થ થાય છે– (૧) “ક તિ મહત્ય સ્વસ્વભાવપરિત્યા પથા conશને પ્રતિમાસને અિન વ્યવસ્થિતાક પલાણ ત્યા શાશક [ જેમાં સ્થિત થયેલા પદાર્થ આ = મર્યાદાથી એટલે કે પોતાનો સ્વભાવ છોડ્યા વિના, કાશ અર્થાતુ પ્રતિભાસિત થાય તે આકાશ. (૨) યલ મિડિયાવાડ તલા “આ૪િ તિ સર્વમાવામિવ્યાપ્તયા હાલે ત્યાર જે બધા પદાર્થોમાં વ્યાપીને પ્રકાશિત રહે છે અર્થાતુ જે બધા જ દ્રવ્યોના આધારરૂપ છે, તેને આકાશ દ્રવ્ય કહે છે. તે એક, અખંડ નિત્ય અને લોકાલોકવ્યાપક દ્રવ્ય છે. તેના પણ પૂર્વવત્ ત્રણ ભેદ છે. આકાશાસ્તિકાયના અનંત પ્રદેશ છે. તેમાં લોકાકાશના અસંખ્યાત પ્રદેશ અને અલોકાકાશના અનંત પ્રદેશ છે. અલાસમય- મહાવાની સમયદ્માતા સમય અથવા ડાયા: સમયો નિર્વિમાનો મામ: | (૧) અદ્ધા = કાલ અથવા સમય. (૨) અદ્ધારૂપકાલનો નિર્વિભાગી અંશ તે સમય. તે એક વર્તમાન સમયરૂપ જ છે. ભૂતકાલ નષ્ટ થઈ ગયો છે અને ભવિષ્યકાલ ઉત્પન્ન થયો નથી, તેથી વાસ્તવિક રીતે વર્તમાનનો એક જ સમય સત્ છે. તે એક સમય રૂપ હોવાથી અસ્તિકાયરૂપ નથી. અસંખ્યાત સમયના સમૂહની એક આવલિકા બને છે. આ રીતે પ્રાણ, સ્તોક, લવ, મુહૂર્ત આદિ કાલના એકમો સમયના સમૂહરૂપે મનાય છે. તે માત્ર વ્યવહારકાલ છે, નિશ્ચયકાલ તો વર્તમાનના એક સમયરૂપ જ છે. આ રીતે (૧) ધર્માસ્તિકાય (૨) તેનો દેશ (૩) તેનો પ્રદેશ (૪) અધર્માસ્તિકાય (૫) તેનો દેશ (૬) તેનો પ્રદેશ (૭) આકાશાસ્તિકાય (૮) તેનો દેશ (૯) તેનો પ્રદેશ અને (૧૦) અદ્ધાકાળ. આ અરૂપી અજીવના દશ ભેદ થાય છે.
શ્રી ભગવતી સૂત્ર શતક-૨, ઉદ્દેશક-૧૦ અને શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર અધ્યયન-૩૬માં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોનું સ્વરૂપ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ગુણની અપેક્ષાએ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ગુણની અપેક્ષાએ ચાર અરૂપી અજીવ દ્રવ્યના ૨૦ ભેદ થાય છે. આ રીતે