________________
પ્રથમ પદમાં જીવ–અજીવ આ બંને તત્ત્વોના ભેદ-પ્રભેદોની વિસ્તૃત પ્રરૂપણા છે. જીવ પોતાના જ્ઞાતા-દષ્ટારૂપ સ્વસ્થાનમાં સ્થિર થતો નથી એટલે તેને શરીરને ધારણ કરી વિધ-વિધ સ્થાનોની યાત્રા કરવી પડે છે. જીવની લોકયાત્રાના વિવિધ વિશ્રામ
સ્થાનની વાત બીજા પદમાં છે. સ્થાનવાસી જીવોમાં ગતિ, જાતિ, દષ્ટિ, વેશ્યા, ઉપયોગ, દિશાદિને લઈને વૈવિધ્ય છે. આ બધામાં કોણ કોનાથી ન્યૂનાધિક છે, આ પ્રશ્નોનું સમાધાન ત્રીજા અલ્પબહત્વ પદમાં આવે છે. પ્રત્યેક જીવના ભવની કાળમર્યાદા નિશ્ચિત હોય છે. જઘન્ય ઉત્કૃષ્ટ કાળ મર્યાદાની વાત ચોથા સ્થિતિ પદમાં છે. દ્રવ્યાદિ ચારમાં ભાવનું ક્ષેત્ર સૌથી વધુ વ્યાપક છે. શરીરાદિ અજીવ ભાવો છે અને જ્ઞાન-દર્શનાદિ જીવના ભાવો છે. પદ્રવ્યના ષડૂ સાધારણ ગુણોમાં એક વિશિષ્ટ ગુણ છે અગુસ્લઘુગુણ. આ ગુણને લઈને અજીવ અને જીવ બંને દ્રવ્યોમાં તથા તેની અનંત પર્યાયોમાં ષડ્રગુણ હાનિવૃદ્ધિ નિરંતર થયા જ કરે છે. ષગુણ હાનિ વૃદ્ધિની ભરતી ઓટને પર્યાયપદ અથવા વિશેષ પદ કહે છે. આ સુંદર વિશ્લેષણ પાંચમા પદમાં આલેખાયું છે.
શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશનથી પ્રકાશિત શ્રી પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ ભાગમાં પાંચ પદ અવગાહિત કરેલા છે. શ્રી પ્રજ્ઞાપનાના છત્રીસ પદોમાંથી કેટલાક પદ અતિ વિસ્તૃત છે અને કેટલાક પદ અત્યંત સંક્ષિપ્ત છે. રચના શૈલી – પ્રસ્તુત ઉપાંગની રચના સંપૂર્ણ પ્રશ્નોત્તર શૈલીમાં થઈ છે. પ્રારંભના સૂત્રોમાં પ્રશ્નકર્તા અને ઉત્તરદાતાનો નામોલ્લેખ મળતો નથી પરંતુ પાછળથી ગણધર ગૌતમ અને ભગવાન મહાવીરના પ્રશ્નોત્તરરૂપે વર્ણન થયું છે. ક્યાંક ક્યાંક વચ્ચે વચ્ચે સામાન્ય પ્રશ્નોત્તર છે.
જેવી રીતે પ્રારંભમાં સમગ્ર શાસ્ત્રની અધિકાર ગાથાઓ આપવામાં આવી છે, તેવી જ રીતે કેટલાક પદોના પ્રારંભમાં વિષય સંગ્રાહક ગાથાઓ પ્રસ્તુત કરવામાં આવી છે. જેમ કે- ૩, ૧૮, ૨૦ અને ૨૩મા પદના પ્રારંભમાં તથા ઉપસંહારમાં ગાથાઓ આપી છે. એ જ પ્રમાણે ૧૦મા પદના અંતમાં અને ગ્રંથના મધ્યમાં યથાવશ્યક ગાથાઓ આપવામાં આવી છે.
પ્રસ્તુત સંપૂર્ણ આગમના મૂલપાઠનું ગ્રંથ પ્રમાણ ૭૮૮૭ શ્લોક પ્રમાણ સ્વીકારવામાં આવેલ છે.
પ્રજ્ઞાપનાના સમગ્ર પદોનો વિષય જૈન સિદ્ધાંતથી સમ્મત છે. શ્રી ભગવતી સુત્રમાં અમુક સ્થળે અન્યતીર્થિકોનો મત દઈને પછી સ્વસિદ્ધાંતનું પ્રતિપાદન છે. જ્યારે આ સત્રમાં અન્યમતની ચર્ચા નથી. સર્વત્ર પ્રાયઃ પ્રશ્નોત્તર શૈલીમાં સ્વસિદ્ધાંત વિષયક પ્રશ્નો અને ઉત્તરો સંકલિત છે.
52