________________
આચાર્ય શ્રી મલયગિરિજીએ પ્રજ્ઞાપના સૂત્રના વિષયોનો સંબંધ જીવ-અજીવ આદિ સાત તત્ત્વો સાથે આ પ્રમાણે સંયોજિત કર્યો છે.
જીવ તત્ત્વ-અજીવ તત્ત્વ આશ્રવ તત્ત્વ
બંધ તત્ત્વ સંવર–નિર્જરા-મોક્ષ
તત્ત્વ
આ સિવાયના શેષ પદોમાં જીવ-અજીવ આદિ સર્વ તત્ત્વ સંબંધિત વિષયોનું નિરૂપણ છે.
-
પદ – ૧, ૩, ૫, ૧૦
પદ – ૧૬ અને ૨૨
પદ – ૨૩
પદ – ૩૬
પ્રસ્તુત સંસ્કરણ :- ભગવાન મહાવીરના નિર્વાણ પછી આગમ લિપિબદ્ધ થયા ત્યારથી લઈને અત્યાર સુધીમાં સમયે-સમયે તત્કાલીન શ્રુતધર આચાર્યોએ વૃત્તિ, ચૂર્ણિ, ભાષ્ય, ટીકા, ટબ્બા, અનુવાદ, વિવેચન આદિ કરી આગમોના ગૂઢતમ રહસ્યોને સુગમ બનાવ્યા છે. તેમાં શ્રી મલયગિરિજી કૃત વિસ્તૃત ટીકા ગ્રંથો મુખ્ય છે.
જિનશાસનના પ્રાયઃ બધા ફિરકાઓમાં આ દિશામાં પ્રયાસ થયો છે. સ્થાનકવાસી પરંપરામાં જ્યારે ટબ્બા યુગ આવ્યો ત્યારે આચાર્ય શ્રી ધર્મસિંહજી મહારાજ સાહેબે સત્તાવીસ આગમો પર બાલાવબોધ ટબ્બા લખ્યા; જે મૂળપાઠ સ્પર્શી શબ્દાર્થને સ્પષ્ટ કરે છે.
અનુવાદ યુગમાં શાસ્ત્રોદ્વારક આચાર્ય શ્રી અમોલક ઋષિજી મહારાજે બત્રીસ આગમોનો હિન્દી અનુવાદ કર્યો. શ્રમણ સંઘીય પ્રથમ આચાર્ય શ્રી આત્મારામજી મહારાજે અનેક આગમોનો હિન્દી અનુવાદ અને વિસ્તૃત વ્યાખ્યા વિવેચન લખ્યું. તત્પશ્ચાત્ પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજે સંસ્કૃત હિન્દી-ગુજરાતી અનુવાદ સહિત ત્રણ ભાષામાં ટીકા લખી. આમ અનેક સ્થળોથી આગમ સાહિત્યનું પ્રકાશન થતું રહ્યું છે.
53
જન સાધારણને તથા વર્તમાન તર્ક પ્રધાન ગુજરાતની જનતાને સંતુષ્ટ કરવા માટે, જિજ્ઞાસુ સાધકગણની પઠન સુવિધા હેતુ ન અતિ વિસ્તૃત કે ન અતિ સંક્ષિપ્ત એવા ગુજરાતી સંસ્કરણની નિરંતર માંગ હતી.
આમ, ગરવા ગુજરાતના ગુજ્જુઓના જિજ્ઞાસાને સાકાર કરવા માટે સૌરાષ્ટ્ર કેસરી દાદા ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ.સા. ના જન્મ શતાબ્દી વર્ષની સુદઢ ડાળ મળી. જિજ્ઞાસા સંતોષવા માટે ગુરુપ્રાણ ફાઉન્ડેશનની સ્થાપના થઈ.
શ્રી પ્રજ્ઞાપના સૂત્રના આ નવીન સંસ્કરણમાં પૂર્વોક્ત સર્વ સંસ્કરણોને નજર સમક્ષ