________________
છે.
શ્રી ભગવતી સૂત્રના અનેક સ્થળોમાં પ્રજ્ઞાપના સૂત્રનો સંદર્ભ આપ્યો છે— નહીં પળવળાÇ ભગવતીજી અંગશાસ્ત્ર હોવા છતાં તેમાં વિષય પૂર્તિ માટે ઉપાંગ સૂત્ર– પ્રજ્ઞાપના સૂત્રની શાખ આપી છે. તેનું મુખ્ય કારણ છે કે પ્રજ્ઞાપના સૂત્રમાં જે જે વિષયને સ્પર્શવામાં આવ્યા છે તેનું સાંગોપાંગ વર્ણન કરવામાં આવ્યું છે.
આ શાસ્ત્રમાં ‘૩૬ પદ' અર્થાત્ ૩૬ અધ્યયન છે. જેમાં કર્મ સિદ્ધાંત, પરમાણુવાદ, ભાષા, શરીર, સંયમ, સમુદ્દાત, યોગ-ઉપયોગ વગેરે ગહનતમ તત્ત્વોનો અનુપમ, અક્ષય, અજોડ સંગ્રહ છે અને તેથી જ તે તાત્ત્વિક પદાર્થોનો ‘સંક્ષિપ્ત વિશ્વકોષ’ કહેવાય છે.
પ્રજ્ઞાપના સૂત્રના રચયિતા અને રચનાકાલ :- શ્રી પ્રજ્ઞાપના સૂત્રના મૂળપાઠમાં ક્યાંય તેના રચયિતાના નામનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. પરંતુ ઐતિહાસિક તથ્યોના ઉલ્લેખ અનુસાર શ્રી શ્યામાચાર્ય અપરનામ કાલકાચાર્ય આ પ્રજ્ઞાપના સૂત્રના રચયિતારૂપે પ્રસિદ્ધ છે.
શ્રી નંદી સૂત્રની રચના વીર નિર્વાણ ૯૯૩ પૂર્વે (વિ. સં. ૫૨૩)માં થઈ છે અને નંદીસૂત્રમાં ઉત્કાલિક સૂત્રોની ગણનામાં શ્રી પ્રજ્ઞાપના સૂત્રનો ઉલ્લેખ છે. તેથી શ્રી પ્રજ્ઞાપના સૂત્રની રચના નંદી સૂત્રની પૂર્વે કે તેની સાથે થઈ હોય તેમ કહી શકાય
છે.
શ્રી દેવર્દ્રિગણિના લેખન સમયના પૂર્વે ઉપાંગ સૂત્રોની રચના થવાના કારણનો ઉલ્લેખ ઇતિહાસમાં ક્યાંય જોવા મળતો નથી. કારણ વગર ૧૦ પૂર્વધરોના યુગમાં સૂત્ર રચનાની કલ્પના કરવી, એ પણ યોગ્ય નથી. પૂર્વ જ્ઞાનના વિચ્છેદ સમયે સૂત્ર રચવાનું કથન કે કલ્પના સુસંગત થાય છે. તેવા સમયે ઇતિહાસ વર્ણન પ્રમાણે કાલકાચાર્ય નામના મહાશ્રમણ ભૂતદિન આચાર્યના પાટ પર વિદ્યમાન હતા. તે દેવર્ધિગણિ શ્રમાશ્રમણના સમકાલીન હતા.
પ્રજ્ઞાપનાનો અર્થ :– પણવણા શબ્દનું સંસ્કૃતરૂપ ‘પ્રજ્ઞાપના’ છે. પ્રજ્ઞાપના = પ્રકર્ષરૂપે – અંતર્બાહ્ય સર્વ પ્રકારે, શાપના—જાણવું, જીવાદિ જ્ઞેય પદાર્થોને અંતર્બાહ્ય સર્વપ્રકારે, ભેદ-પ્રભેદોથી જાણવા, તેને પ્રજ્ઞાપના કહે છે. આ જ્ઞેય પદાર્થો કેટલા છે ? આ પ્રશ્નથી જ આ આગમનો પ્રારંભ થાય છે. યથા— સે તેિં પળવા ? पण्णवणा दुविहा पण्णता तं जहा- जीव पण्णवणा य अजीव पण्णवणा હૈં ॥ અર્થ– પ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે ? પ્રજ્ઞાપના બે પ્રકારે છે– જીવ પ્રજ્ઞાપના અને અજીવ પ્રજ્ઞાપના.
51