________________
કરનાર વિધેયાત્મક લોકભોગ્ય કથનશૈલીને ઉપદેશ કહે છે. (૯) શાસ્ત્ર – શાસ્ત્ર શબ્દ 'શા' ધાતુ પરથી બને છે. જેનાથી ભાવ-પરિણામ શિક્ષિત થાય છે, તેમજ નીતિ–પ્રામાણિકતામૂલક આત્માનુશાસનનું શિક્ષણ મળે તેને શાસ્ત્ર કહે છે. (૧૦) આગમ:- (૧) આ = આત્મા તરફ, ગમ = ગમન કરાવે એટલે કે દષ્ટિને જે અંતર્મુખી બનાવે, આત્મદષ્ટિને ખોલે તે આગમ. (૨) આ = આત્માનું, ગમ – જ્ઞાન ભાન કરાવે આગમ. (૩) આ = ચારે બાજુથી, સર્વદિશા અને સર્વક્ષેત્રમાં, ગમ = ગમન પ્રવેશ થઈ શકે અર્થાત્ જેના દ્વારા સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવગ્રાહી જ્ઞાન થાય તેને આગમ કહે છે.
આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ લખ્યું છે કે– પાણી જેમ વસ્ત્રના મેલને ધોઈને તેને સ્વચ્છ–ધવલ કરે છે તેમ આગમ માનવીના અંતઃકરણમાં રહેલા ક્ષમાનમ્રતા-સરળતા-સંતોષરૂ૫ આત્મગુણો ઉપર લાગેલી ક્રોધ-માન-માયા-લોભરૂપ કાલિમાને ધોઈને આત્માને પવિત્ર અને નિર્મળ બનાવે છે.
| જિનાગમોની સૌથી મહત્વની વિશેષતા છે– તેની વિચારધારા અને કથનશૈલી. વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ બહુઆયામી અનંત ગુણાત્મક કે અનંત ધર્માત્મક છે. બધાને આવરીને કહેવા માટે બહુઆયામી વિચારધારા જોઈએ અને બહુઆયામી કથનશૈલીની જરૂર પડે. બહુઆયામી વિચારધારાને અનેકાંત કહે છે અને બહુઆયામી કથનધારાને સ્યાદવાદ કહે છે. જિનાગમોનો અક્ષર દેહ સપ્તભંગી સ્યાદવાદમય છે અને ભાવદેહ અનેકાંતમય છે. જિનાગમોની ભાષા અર્ધમાગધી ભાષા છે. તે દેવોની ભાષા છે. પ્રજ્ઞાપના નામકરણ :- પ્રજ્ઞાપના સૂત્રના નામ વિષયક વિચારણા વિવિધ રીતે થાય છે– (૧) આ આગમના પ્રથમ પદનું નામ પ્રજ્ઞાપના પદ હોવાથી તેનું નામ પ્રજ્ઞાપના સુત્ર છે (ર) પ્રશ્નોત્તરના માધ્યમથી તત્ત્વનું પ્રતિપાદન કરવું, તેને પ્રજ્ઞાપના કહે છે. પ્રસ્તુત આગમ પ્રશ્નોત્તર શૈલીમાં હોવાથી તેનું નામ પ્રજ્ઞાપના સૂત્ર છે. (૩) જે રીતે ભગવાન મહાવીર સ્વામીએ તત્ત્વો–ભાવોની પ્રજ્ઞાપના-પ્રરૂપણા કરી છે, તે જ રીતે સર્વ ભાવોની પ્રજ્ઞાપના-પ્રરૂપણા કરી હોવાથી તેનું નામ પ્રજ્ઞાપના છે. આ સર્વ અપેક્ષાએ પ્રસ્તુત સૂત્રનું નામ પ્રજ્ઞાપના સૂત્ર” એ સર્વ સમ્મત નામ છે. તેમાં કોઈ વિકલ્પ કે વિવાદ નથી. પ્રજ્ઞાપનાની મહત્તા અને વિશેષતા :- જૈન આગમ સાહિત્યમાં જે સ્થાન પંચમ અંગ સૂત્ર શ્રી ભગવતી-વ્યાખ્યા પ્રજ્ઞપ્તિનું છે, તે જ સ્થાન ઉપાંગ શાસ્ત્રોમાં પ્રજ્ઞાપનાનું છે. તેને “લઘુ ભગવતી’ પણ કહેવામાં આવે છે. હસ્તપ્રતોમાં પ્રત્યેક પદના અંતે પUવMTS બાવડું પાઠ આવે છે. આ વિશેષણ પ્રજ્ઞાપના સૂત્રની મહત્તાનો સૂચક
5
50