________________
અનુવાદિકાની કલમે
- સાધ્વી શ્રી સુધાબાઈ મ. આગમ એ આત્મવિદ્યા કે મોક્ષ વિદ્યાનો મૂળ સોત છે. વિશ્વને અહિંસા, અપરિગ્રહ અને અનેકાંત દ્વારા સર્વધર્મ સમન્વયનો તથા સર્વજન હિતાય. સર્વજન અખાયનો પવિત્ર બોધ કરાવનાર શ્રેષ્ઠ શ્રતને આગમ કહે છે. આગમના પર્યાયવાચી અને પારિભાષિક નામોમાં સુત્ર, સિદ્ધાંત, શ્રુતજ્ઞાન, નિગ્રંથ પ્રવચન, આપ્તવચન, જિનવચન, ગણિપિટ્ટક, ઉપદેશ, શાસ્ત્ર, આદિ અનેક અર્થ સભર નામો છે. આ બધા શબ્દોના અર્થ આ પ્રમાણે છે(૧) સૂત્ર – અલ્ય ભાસ કરી, સુત્ત ગુથતિ પદરા નિડ તીર્થકરોના શ્રીમુખેથી અર્થભૂત દેશના પ્રવાહિત થાય છે અને તેના પ્રધાન શિષ્ય ગણધરો સૂત્રની રચના કરે છે. (૨) સિદ્ધાંત – સૈકાલિક સિદ્ધ વચનોને સિદ્ધાંત કહે છે. (૩) શ્રુતજ્ઞાનઃ-ગુરુ પાસેથી શિષ્ય કર્ણોપકર્ણ(કંઠોપકંઠ) સાંભળીને સ્મૃતિમાં સાચવે તે શ્રુતજ્ઞાન છે. (૪) નિગ્રંથ પ્રવચન – નિર્ + ગ્રંથ = માન્યતા....ધારણાઓની ગાંઠથી રહિત એવા વીતરાગી પુરુષ દ્વારા કહેવાતા “પ્રકૃષ્ટ’ = મોક્ષ માર્ગનું નિરૂપણ કરનાર વચનોને નિગ્રંથ પ્રવચન કહે છે. (૫) આપ્ત પ્રવચન - આપ્ત = નિર્દોષવિમલ સ્વરૂપવાળા સર્વજ્ઞ પુરુષ દ્વારા પ્રરૂપિત તત્ત્વોને, સિદ્ધાંતોને આપ્ત પ્રવચન કહે છે. (૬) જિનવચન :- જિનભાષિત અર્થાત્ જિનેશ્વરો-તીર્થકરોના ઉપશમ, નિર્વેદ, અનુકંપાપૂર્ણ ઉપદેશ અને આદેશોને જિનવચન કહે છે. (૭) ગણિપિટ્ટક - ગણિ = આચાર્ય, પિટ્ટક = પેટી અર્થાત્ આચાર્યની વિધિ નિષેધરૂપ આચાર પાળવા-પળાવવાની પેટી. આચાર્યો દ્વારા સુરક્ષિત આચારના વિધિ-નિષેધ નિયમોનો પેટીપેક ખજાનો-પટારો, તેને ગણિપિટ્ટક કહે છે. બાર અંગ સૂત્રો ગણિપિટ્ટકના નામે પ્રસિદ્ધ છે. (૮) ઉપદેશ – ઉપ = નજીક, દેશ = આત્મા, આત્માની નજીક, આત્મામાં સ્થિત
0
49