________________
૩૦૩ ભેદ અને દેવોના નામ સહિત ૧૯૮ ભેદ દર્શાવીને જીવના સંપૂર્ણ પ૩ ભેદોનું નિરૂપણ સ્પષ્ટીકરણ કર્યું છે.
બીજા સ્થાન પદમાં સૂત્ર–૧૯માં સૂત્રકારે પંચેન્દ્રિય જીવોના કોઈપણ ભેદની વિવક્ષા કર્યા વિના તેના સ્થાનનું કથન કર્યું છે. ત્યારપછી નારકી, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય અને દેવોના સ્થાનોનું પૃથક પૃથક્ કથન છે.
આ સૂત્રોનો ઊંડાણથી વિચાર કરતાં સ્પષ્ટ થાય છે કે ત્રણ વિકસેન્દ્રિયના સ્થાનના કથન પછી સૂત્રકારનો આશય ક્રમ પ્રાપ્ત અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયના સ્થાનોનું કથન કરવાનું છે તેમ જણાય છે. તે વિષયને વિવેચનમાં સ્પષ્ટ કર્યો છે.
- ત્રીજા અલ્પબદુત્વ પદમાં પ્રત્યેક અલ્પબદુત્વના કારણોને વ્યાખ્યા-પરંપરાના આધારે તેમજ અન્ય આગમોના આધારે સમજાવ્યા છે. તેમાં ક્ષેત્રની અપેક્ષાએ જ્યોતિષી અને વૈમાનિક દેવોનું અલ્પબદુત્વ બહુ જ વિચારણીય છે. સૂ. ૧૪૧ ના વિવેચન પછી તવિષયક સ્પષ્ટીકરણ અમે ઇટાલી અક્ષરોમાં આપ્યું છે.
ચોથા સ્થિતિપદમાં ૨૪ દંડકના જીવોની સ્થિતિનું કથન છે. ત્યાં ભવનપતિ દેવોમાં સમાવિષ્ટ પરમાધામી દેવાની અને વ્યંતરોમાં સમાવિષ્ટ જાંભક દેવોની તથા વૈમાનિક દેવોમાં સમાવિષ્ટ કિલ્વીષી અને લોકાંતિક દેવોની સ્થિતિનું સ્વતંત્ર કથન નથી તોપણ વિવેચનમાં અમોએ શ્રી ભગવતી સૂત્રના આધારે તે તે દેવોની સ્થિતિનું કથન કર્યું છે. મનુષ્યોની સ્થિતિના કથનમાં ભરત-ઐરાવત ક્ષેત્રમાં વર્તતા મનુષ્યોની સ્થિતિનું સ્પષ્ટીકરણ છ આરા પ્રમાણે કોષ્ટક દ્વારા ચોથા પદના અંતે આપ્યું છે. આ રીતે વિવેચનમાં આવશ્યકતા અનુસાર અન્ય આગમોના સંદર્ભો આપીને વિષયને સુગમ અને સ્પષ્ટ બનાવવાનો યત્કિંચિત પ્રયત્ન કર્યો છે.
સંપાદનના આ મહત્તમ કાર્યમાં આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિ મ.સા.નું વિશાળ આગમજ્ઞાન તથા તીવ્ર ક્ષયોપશમ અમારા માટે માઈલસ્ટોન સમાન છે. તેઓશ્રીના સંપૂર્ણ સહયોગે અમારી ગતિ વધી રહી છે.
તપસમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ.સા.ની અનન્ય કૃપા અને પરોક્ષ પ્રેરણા અમારા સંપાદન કાર્યનું કવચ છે. પ્રધાન સંપાદિકા અનંત ઉપકારી ગુણીમૈયા પૂ. લીલમબાઈ મ.નું પાવન સાનિધ્ય તથા તેમનો અપ્રમત્તભાવે થતો સતત પુરુષાર્થ અમારી સુષુપ્ત ચેતનાને ઝંકૃત કરી કાર્યશીલ બનાવે છે.
સ્વયં વડિલ હોવા છતાં પોતાની સર્વ ઇચ્છાઓનો ત્યાગ કરી, સહચારી સતિવૃંદની સર્વ પ્રકારની અનુકૂળતા માટે હરહંમેશ તત્પર રહેવું તે જ જેની જીવન