________________
સંપાદન અનુભવ
ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા બાર ઉપાંગ સૂત્રોમાં અગ્રસ્થાન ધરાવતું શ્રી પ્રજ્ઞાપના સૂત્ર જૈનતત્ત્વજ્ઞાનની અમૂલ્ય નિધિ છે. તેમાં જૈન દર્શનની દૃષ્ટિએ છ દ્રવ્યોનું વિસ્તૃત અને સૂક્ષ્મતમ વર્ણન છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં ૩૬ પદ છે. તેમાંથી પ્રથમ ભાગમાં એકથી પાંચ પદનો સમાવેશ કર્યો છે. તેમાં અજીવ અને જીવ દ્રવ્યના ભેદ-પ્રભેદ, ઇન્દ્રિયોની અપેક્ષાએ જીવોનું વર્ગીકરણ, તેના નિવાસ સ્થાનો, વિવિધ અપેક્ષાએ જીવોમાં અલ્પાધિકતા, જીવોની સ્થિતિ તથા જીવ-અજીવ દ્રવ્યના વિવિધ પર્યાયોનું, અવસ્થાઓનું સાંગોપાંગ વર્ણન છે.
આ આગમમાં દ્રવ્યાનુયોગની પ્રધાનતા છે. દ્રવ્યાનુયોગ સભર આગમો શેરડીના સાંઠા સમાન છે. શેરડીમાં મધુરતા જરૂર છે પરંતુ તે મધુરતા માણવા માટે શેરડીને ચાવવાનો સખત પુરુષાર્થ નિવારી શકાતો નથી. તે જ રીતે પ્રસ્તુત આગમના ભાવોને પચાવવા માટે, તેની મધુરતા માણવા માટે સ્વાધ્યાયનો તીવ્રતમ પુરુષાર્થ અનિવાર્ય છે. જે સાધક આત્મલક્ષી સ્વાધ્યાય કરે, તે સંસારના અનંત જીવોની વિચિત્રતા, જીવની પલટાતી સ્થિતિરૂપ અનંત પર્યાયોને, અવસ્થાઓને જાણીને, વૈભાવિક અવસ્થાઓથી વિરત થઈને સ્વાભાવિક અવસ્થાઓમાં સ્થિત થવા પુરુષાર્થશીલ બને છે અને અંતે આત્માના અતલ ઊંડાણમાં પહોંચીને આત્મગુણોની મધુરતાને અવિરતપણે માણી શકે છે.
પ્રસ્તુત આગમના સંપાદનમાં વિષયની કઠિનતાને લક્ષમાં રાખીને તેને યથાશક્ય સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પ્રત્યેક કઠિન વિષયોનું વિસ્તૃત વિવેચન આપ્યા પછી વાંચક વર્ગ તેના સારતત્ત્વને શીવ્રતમ પામી શકે તે હેતુથી તે જ વિષયોને કોષ્ટકો રૂપે સમજાવ્યા છે. દેવલોકના પ્રતિરો, નરકના પાથડા-આંતરા, બે ઊર્ધ્વકપાટ જેવા અમુક ચોક્કસ વિષયોનું આંશિક રૂપે પ્રત્યક્ષીકરણ કરાવવા માટે તે તે વિષયોના રેખા ચિત્રો આપ્યા છે.
સૂત્રકારની પદ્ધતિ દરેક સૂત્રમાં કંઈક સ્વતંત્ર અને સાપેક્ષ જોવા મળે છે. પ્રસ્તુત સંપાદનમાં અમે મૂળપાઠને અનુસરીને તે વિષયોની સમજૂતી આપ્યા પછી પ્રચલિત પરંપરાને અનુસરી તે વિષયોનું સ્પષ્ટીકરણ અન્ય આગમોના સંદર્ભથી કર્યું છે. જેમ કે પ્રચલિત પરંપરા પ્રમાણે સંસારી જીવોના ૫૬૩ ભેદ છે. પ્રથમ પદમાં જીવ પ્રજ્ઞાપનામાં જીવના પ૩ ભેદનું કથન નથી. વિવેચનમાં અમે અન્ય સૂત્રોના આધારે મનુષ્યોના
46I