________________
[ ૪૦૦ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
गोयमा ! जहण्णोगाहणगाए पोग्गले जहण्णोगाहणगस्स पोग्गलस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्ठयाए छट्ठाणवडिए, ओगाहणट्ठयाए तुल्ले, ठिईए चउट्ठाणवडिए, वण्णादि उवरिल्लफासेहि य छट्ठाणवडिए । उक्कोसोगाहणगाए वि एवं चेव । णवरं ठिईए तुल्ले। ભાવાર્થ – પ્રશ્ન– હે ભગવન્! જઘન્ય અવગાહનાવાળા પુદ્ગલોના કેટલા પર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ ! અનંતપર્યાયો છે. પ્રશ્ન- હે ભગવનું ! તેનું શું કારણ છે કે જઘન્ય અવગાહનાવાળા પુદ્ગલ સ્કંધોના અનંત પર્યાયો છે?
ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અવગાહનાવાળો એક પુદ્ગલ સ્કંધ જઘન્ય અવગાહનાવાળા બીજા પુલ સ્કંધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય; પ્રદેશોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા; અવગાહનાની અપેક્ષાએ તુલ્ય; સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા અને વર્ણાદિ તથા શીત-ઉષ્ણાદિ ચાર સ્પર્શોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે.
ઉત્કૃષ્ટ અવગાહનાવાળા સ્કંધોના પર્યાયોના વિષયમાં આ જ રીતે કહેવું જોઈએ. વિશેષતા એ છે કે સ્થિતિની અપેક્ષાએ તુલ્ય છે. ८३ अजहण्णमणुक्कोसोगाहणगाणं भंते ! पोग्गलाणं केवइया पज्जवा पण्णत्ता ? गोयमा अणंता । से केणटेणं भंते ! एवं वुच्चइ ?
अजहण्णमणुक्कोसोगाहणगाए पोग्गले अजहण्णमणुक्कोसोगाहणस्स पोग्गलस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए छट्ठाणवडिए, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाण वडिए, वण्णादि-अट्ठफासपज्जवेहिं छट्ठाणवडिए । ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવનું ! મધ્યમ અવગાહનાવાળા સ્કંધોના કેટલા પર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ! અનંત પર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે મધ્યમ અવગાહનાવાળા સ્કંધોના અનંત પર્યાયો છે ?
ઉત્તર-હે ગૌતમ! મધ્યમ અવગાહનાવાળો એક પુલ સ્કંધ, મધ્યમ અવગાહનાવાળા અન્ય પુલ સ્કંધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય; પ્રદેશોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા; અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા; સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા અને વર્ણાદિ તથા આઠ સ્પર્શોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં જઘન્યાદિ ત્રણ પ્રકારની અવગાહનાની અપેક્ષાએ સ્કંધોના પર્યાયોનું નિરૂપણ છે.
એક આકાશપ્રદેશ પર સ્થિત સ્કંધ જઘન્ય અવગાહનાવાળા છે. ક્રિપ્રદેશથી અનંતપ્રદેશી સુધીના સ્કંધો એક આકાશપ્રદેશ પર સ્થિત થઈ શકે છે. તેથી જઘન્ય અવગાહનાવાળા સ્કંધોમાં પ્રદેશોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા ન્યૂનાધિકતા હોય છે. તે સ્કંધોની સ્થિતિ એક સમયથી લઈને અસંખ્યાત સમયની હોવાથી સ્થિતિની અપેક્ષાએ તેમાં ચૌઠાણવડિયા ન્યૂનાધિકતા હોય છે. જઘન્ય અવગાહનાવાળા એટલે એક આકાશ પ્રદેશ પર સ્થિત હોવાથી તે સૂક્ષ્મ સ્કંધ છે, તેથી તેમાં ચાર સ્પર્શ હોય છે. વર્ણાદિ અને ચાર સ્પર્શની અપેક્ષાએ તે છઠ્ઠાણવડિયા હોય છે. સંપૂર્ણ લોકમાં સ્થિત હોય તે સ્કંધ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા