________________
[ ૪૪૦]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
अजहण्णमणुक्कोसोगाहणए वि चउप्पएसिए;णवरं ओगाहणट्ठयाए सिय हीणे, सिय तुल्ले, सिय अब्भहिए, जइ हीणे पएसहीणे, अहअब्भहिए पएसब्भहिए ।
एवं जाव दसपएसिए णेयव्वं । णवरं अजहण्णुक्कोसोगाहणए पएसपरिवुड्डी कायव्वा जावदसपएसियस्स सत्त पएसा परिवड्डिज्जति । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જઘન્ય અવગાહનાવાળા(એક આકાશ પ્રદેશ ઉપર સ્થિત) ચારપ્રદેશી સ્કંધોના કેટલા પર્યાયો છે?
ઉત્તર- હે ગૌતમ! અનંત પર્યાયો છે. જઘન્ય અવગાહનાવાળા ચારપ્રદેશી સ્કંધોનું કથન જઘન્ય અવગાહનાવાળા દ્ધિપ્રદેશી સ્કંધની જેમ જાણવું જોઈએ. જે રીતે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ક્રિપ્રદેશ સ્કંધનું કથન છે, તે જ રીતે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ચારપ્રદેશીસ્કંધોનું કથન કરવું જોઈએ.
તે જ રીતે મધ્યમ અવગાહનાવાળા(બે કે ત્રણ આકાશ પ્રદેશ ઉપર સ્થિત) ચારપ્રદેશી ઢંધોનું કથન કરવું જોઈએ. વિશેષતા એ છે કે તે અવગાહનાની અપેક્ષાએ કદાચિત્ હીન, કદાચિત્ તુલ્ય અને કદાચિત અધિક હોય છે. જો હીન હોય તો એક પ્રદેશ હીન હોય છે, જે અધિક હોય તો એક પ્રદેશ અધિક હોય છે.
આ રીતે યાવત્ દશપ્રદેશી સ્કંધના પર્યાયોનું કથન કરવું જોઈએ. વિશેષતા એ છે કે મધ્યમ અવગાહનાવાળામાં એક-એક પ્રદેશની વૃદ્ધિ કરવી જોઈએ. આમ કરતાં-કરતાં દશ પ્રદેશી સ્કંધમાં સાત પ્રદેશ વધે છે. ५९ जहण्णोगाहणगाणं भंते ! संखेज्जपएसियाणं खंधाणं केवइया पज्जवा पण्णत्ता । गोयमा ! अणंता । से केणटेणं भंते ! एवं वुच्चइ ?
गोयमा ! जहण्णोगाहणए संखेज्जपएसिए खंधे जहण्णोगाहणगस्स संखेज्जपए सियस्स खंधस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्ठयाए दुट्ठाणवडिए, ओगाहणट्ठयाए तुल्ले, ठिईए चउट्ठाणवडिए, वण्णादि चउफासपज्जवेहिं य छट्ठाणवडिए।
एवं उक्कोसोगाहणए वि । अजहण्णमणुक्कोसोगाहणए वि एवं चेव, णवरं सट्ठाणे दुट्ठाणवडिए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જઘન્ય અવગાહનાવાળા સંખ્યાતપ્રદેશી આંધોના કેટલા પર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ! અનંત પર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જઘન્ય અવગાહનાવાળા સંખ્યાત પ્રદેશી ઢંધોના અનંત પર્યાયો છે?
ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અવગાહનાવાળો એક સંખ્યાતપ્રદેશી સ્કંધ, જઘન્ય અવગાહનાવાળ | બીજા સંખ્યાતપ્રદેશી ઢંધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે; પ્રદેશોની અપેક્ષાએ દુઠ્ઠાણવડિયા એટલે બે પ્રકારે હીનાધિક છે; અવગાહનાની અપેક્ષાએ તુલ્ય છે; સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે અને વર્ણાદિ તથા ચાર સ્પર્શોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે.
આ જ રીતે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા સંખ્યાતપ્રદેશી સ્કંધોના પર્યાયોનું કથન કરવું જોઈએ. તે જ