________________
શ્રી પશવણા સૂત્ર : ભાગ-૧
આકાશપ્રદેશ પર અવગાહન પામી શકે છે. એક ત્રિપ્રદેશી ધ એક આકાશ પ્રદેશ પર સ્થિત હોય અને બીજો બે આકાશપ્રદેશ પર સ્થિત હોય તો તેમાં એક પ્રદેશની ન્યૂનાધિકતા થાય અને ત્રીજો સ્કંધ ત્રણ આકાશપ્રદેશ પર સ્થિત હોય, તો તેમાં બે પ્રદેશની ન્યુનાધિકતા થાય. આ રીતે દશ પ્રદેશી સ્કંધ એક, બે, ત્રણથી દશ આકાશપ્રદેશ પર અવગાહન પામી શકે છે. તેથી તેમાં પરસ્પર એકથી નવ પ્રદેશની ન્યૂનાધિકતા થાય છે. જેમ કે એક દશ પ્રદેશી સ્કંધ એક આકાશ પ્રદેશ પર સ્થિત હોય અને બીજો દશ પ્રદેશી ધ બે આકાશપ્રદેશ પર સ્થિત હોય તો એક પ્રદેશની ન્યૂનાધિકતા થાય, ત્રીજો દશ પ્રદેશી ધ ત્રણ આકાશપ્રદેશ પર સ્થિત હોય, તો બે પ્રદેશની ન્યૂનાધિકતા થાય, ચોથો દશ પ્રદેશી સ્કંધ ચાર આકાશપ્રદેશ પર સ્થિત હોય, તો ત્રણ પ્રદેશની ન્યૂનાધિકતા થાય, તે જ રીતે અન્ય સ્કંધ દશ આકાશપ્રદેશ પર સ્થિત હોય તો નવ પ્રદેશની ન્યૂનાધિકતા થાય છે. સ્થિતિની અપેક્ષાએ પરમાણુની જેમ ચૌઠાણડિયા અને વર્ણાદિ ૧૬ બોલની અપેક્ષાએ છઠ્ઠાલવડિયા 'નાધિકતા થાય છે.
૪૩૨
સંખ્યાતપ્રદેશી સ્ક્રોના પર્યાયો ઃ- દ્રવ્યથી— સંખ્યાતપ્રદેશી સ્મુધી દ્રવ્યની અપેક્ષાએ નય છે કારણ કે પ્રત્યેક સ્કંધ સ્વતંત્ર એક-એક દ્રવ્ય છે. પ્રદેશથી– તેમાં તુલ્યતા અથવા દુદાણવડિયા(દ્વિસ્થાનિક) ન્યુનાધિકતા હોય છે. સંખ્યાતપ્રદેશી સ્કંધોમાં સંખ્યાતપ્રદેશો હોય છે. સંખ્યાતના સંખ્યાતા ભેદ હોવાથી તેમાં સંખ્યાતમો ભાગ અથવા સંખ્યાતગુણ, તે બે પ્રકારે ન્યુનાધિકતા હોય છે. અવગાહનાથી— તેમાં પણ બે પ્રકારે ન્યૂનાધિકતા હોય છે. સંખ્યાતપ્રદેશી સ્કંધ એક આકાશપ્રદેશ પર, બે, ત્રણથી સંખ્યાત આકાશપ્રદેશ પર અવગાહન પામી શકે છે. તેથી તેમાં સંખ્યાતમો ભાગ અથવા સંખ્યાતગુણ ચૂનાધિકતા થાય છે. સ્થિતિની અપેક્ષાએ પરમાણુની જેમ ચૌઠાળવડિયા અને વર્ણાદિ ૧૬ બોલની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા ન્યૂનાધિકતા હોય છે.
અસંખ્યાતપ્રદેશી કંધોના પર્યાયો :– દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે. પ્રદેશથી– તેમાં ચૌઠાણવડિયા ન્યુનાધિકતા હોય છે. અસંખ્યાતપ્રદેશી સ્કંધમાં અસંખ્યાતપ્રદેશો હોય છે. અસંખ્યાતના અસંખ્યાત ભેદ હોવાથી અસંખ્યાતમો ભાગ, સંખ્યાતમો ભાગ, સંખ્યાત ગુણ અને અસંખ્યાતગુણ તેમ ચાર પ્રકારની ન્યુનાધિકતા થાય છે. અવગાહનાથી– તેમાં ચૌઠાણવડિયા ન્યૂનાધિકતા હોય છે. અસંખ્યાતપ્રદેશી સ્કંધ એક, બે, ત્રણથી સંખ્યાત કે અસંખ્યાત આકાશપ્રદેશ પર અવગાહન પામી શકે છે. તેથી તેમાં પૂર્વવત્ ચૌઠાણવડિયા ન્યૂનાધિકતા થાય છે. સ્થિતિથી ચૌઠાણવડિયા અને વર્ણાદિ ૧૬ બોલમાં છઠ્ઠાણવડિયા ન્યુનાધિકતા પરમાણુની સમાન સમજવી.
અનંતપ્રદેશી સ્કંધના પર્યાયો :– દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે. પ્રદેશથી– છઠ્ઠાણવડિયા ન્યૂનાધિકતા થાય છે. અનંતપ્રદેશી સ્કંધમાં અનંત પ્રદેશો હોય છે. અનંતના અનંત ભેદ છે તેથી તેમાં અનંતમો ભાગ, અસંખ્યાતમો ભાગ, સંખ્યાતમો ભાગ, સંખ્યાતગુણ, અસંખ્યાતગુણ અને અનંતગુણ તેમ છ પ્રકારની ન્યુનાધિકતા થાય છે. અવગાહનાથી– ચૌઠાણવડિયા ન્યુનાધિકતા થાય છે. અનંતપ્રદેશી સ્કંધ એક, બે, ત્રણ યાવત્ સંખ્યાત કે અસંખ્યાત આકાશપ્રદેશ પર અવગાહન પામી શકે છે. લોકાકાશના અસંખ્યાત પ્રદેશો જ હોવાથી અનંતપ્રદેશી સ્કંધની ઉત્કૃષ્ટ અવગાહના અસંખ્યાત પ્રદેશની જ થાય છે. તેથી તેમાં ચૌઠાણવડિયા ન્યુનાધિકતા થાય છે.
સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવિડયા અને વર્ણાદિની ૨૦ બોલની અપેક્ષાએ છઠ્ઠાવડિયા ન્યૂનાધિકતા થાય છે. અનંતપ્રદેશી ધમાં આઠ સ્પર્શ હોય છે. અહીં સમસ્ત અનંતપ્રદેશી ોનું સામાન્ય કથન હોવાથી આઠ સ્પર્શ કહ્યા છે. પરંતુ પ્રત્યેક અનંતપ્રદેશીમાં આઠ સ્પર્શ હોતા નથી. તેમાં