________________
| પાંચમું પદ વિશેષ (પર્યાય પદ)
૪૩૧ ]
एवं वुच्चइ ? गोयमा ! अणंतपएसिए खंधे अणंतपएसियस्स खंधस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए छट्ठाणवडिए, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, वण्ण गंधरस फासपज्जवेहिं छट्ठाणवडिए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અનંતપ્રદેશી ઢંધોના કેટલા પર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ ! અનંતપર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે અનંતપ્રદેશી સ્કંધોના અનંત પર્યાયો છે?
ઉત્તર- હે ગૌતમ ! અનંત પ્રદેશી એક સ્કંધ, અનંત પ્રદેશી બીજા સ્કંધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય પ્રદેશોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા; અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા; સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા અને વર્ણ, ગંધ, રસ અને ચાર અંતિમ સ્પર્શીના પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં અજીવ પર્યાયમાં પરમાણુથી અનંતપ્રદેશી સુધી પુગલોના પર્યાયોનું કથન જીવ પર્યાયના વર્ણનની સમાન છે. વિશેષતા એ છે કે પુદ્ગલમાં જ્ઞાન-દર્શન નથી માટે તેમાં જ્ઞાન, અજ્ઞાન અને દર્શનના પર્યાયો સંબંધી કથન નથી. પરમાણુ યુગલના પર્યાયો - દ્રવ્યથી– પ્રત્યેક પરમાણુ એક-એક સ્વતંત્ર પુદ્ગલ દ્રવ્ય છે. તેથી તે દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે. પ્રદેશથી– બધા પરમાણુ અપ્રદેશી (એક પ્રદેશ)રૂપે સમાન હોવાથી પ્રદેશની અપેક્ષાએ તુલ્ય હોય છે. અવગાહનાથી– પ્રત્યેક પરમાણુ એક આકાશપ્રદેશને અવગાહીને રહે છે તેથી અવગાહનાની અપેક્ષાએ પણ તે તુલ્ય છે. સ્થિતિથી–ચૌઠાણવડિયા ન્યૂનાધિકતા હોય છે. પરમાણુની (કે કોઈ પણ સ્કંધની) સ્થિતિ જઘન્ય એક સમયની અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલની હોય છે. તેથી તેમાં અસંખ્યાતમો ભાગ, સંખ્યાતમો ભાગ, સખ્યાતગુણ અને અસંખ્યાતગુણ, તે ચાર સ્થાનરૂપ ચૂનાધિકતા સંભવે છે. વર્ષાદિથી પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ આ ચાર સ્પર્શની અપેક્ષાએ અર્થાત્ વર્ણાદિ ૧૬ બોલની અપેક્ષાએ પરમાણુઓમાં પરસ્પર કદાચિત્ તુલ્યતા હોય છે અને કદાચિત્ હીનાધિકતા હોય તો છટ્ટાણવડિયા ન્યૂનાધિકતા હોય છે, તેથી તેમાં અનંત પર્યાયો સંભવિત છે. ઢિપ્રદેશી સ્કંધના પર્યાયો - દ્રવ્યથી– દ્ધિપ્રદેશી ઢંધો દ્રવ્યની અપેક્ષાએ પરસ્પર તુલ્ય છે. પ્રદેશથી– પ્રત્યેક દ્વિપ્રદેશી અંધ બે પરમાણથી બનેલા હોય છે, તેથી પ્રદેશની અપેક્ષાએ તુલ્ય છે. અવગાહનાથીઢિપ્રદેશી સ્કંધ એક અથવા બે આકાશપ્રદેશ પર રહી શકે છે. જ્યારે બંને દ્વિપ્રદેશી અંધ એક અથવા બે સમાન આકાશપ્રદેશ પર સ્થિત હોય ત્યારે તે બંને અવગાહનાની અપેક્ષાએ તુલ્ય છે પરંતુ જ્યારે એક ઢિપ્રદેશી અંધ એક આકાશપ્રદેશ પર અને બીજો દ્વિપ્રદેશી ઢંધ બે આકાશ પ્રદેશ પર અવગાઢ હોય ત્યારે તે બંનેમાં અવગાહનાની અપેક્ષાએ એક પ્રદેશની હીનાધિકતા હોય છે. જે એક પ્રદેશાવગાઢ છે, તે બે પ્રદેશાવગાઢની અપેક્ષાએ એક પ્રદેશ હીન અવગાહનાવાળા કહેવાય છે અને દ્ધિપ્રદેશાવગાઢ સ્કંધ, એક પ્રદેશાવગાઢની અપેક્ષાએ એક પ્રદેશ અધિક અવગાહનાવાળો કહેવાય છે. દ્ધિપ્રદેશી ઢંધોની અવગાહનામાં આનાથી વધુ હીનાધિકતા સંભવતી નથી. સ્થિતિની અપેક્ષાએ પરમાણુની જેમ ચૌઠાણવડિયા અને વર્ણાદિ ૧૬ બોલની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા ન્યૂનાધિકતા હોય છે. ત્રિપ્રદેશી સ્કધથી દશખદેશી ઔધના પર્યાયો - તે સ્કંધો દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય, પ્રદેશની અપેક્ષાએ તુલ્ય છે. અવગાહનાની અપેક્ષાએ તેમાં ન્યૂનાધિકતા હોય છે. યથા– ત્રિપ્રદેશીસ્કંધ એક, બે કે ત્રણ