________________
શ્રી પન્નવણા સૂત્ર : ભાગ-૧
સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા હીનાધિક હોય છે, વર્ણાદિની અપેક્ષાએ અને અંતિમ ચાર સ્પર્શ(શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ)ની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા હીનાધિક છે.
૪૩૦
તે જ રીતે ત્રિપ્રદેશી કંધોના પર્યાયોના વિષયમાં કહેવું જોઈએ. વિશેષતા એ છે કે અવગાહનાની દૃષ્ટિએ કદાચિત્ હીન છે, કદાચિત્ તુલ્ય છે, કદાચિત્ અધિક હોય છે; જો હીન હોય તો એક પ્રદેશ હીન અથવા બે પ્રદેશ હીન હોય છે; જો અધિક હોય તો એક પ્રદેશ અધિક અથવા બે પ્રદેશ અધિક હોય છે.
તે જ રીતે યાવત્ દશ પ્રદેશી કંધો સુધીના પર્યાયો સંબંધી કથન કરવું જોઈએ. વિશેષતા એ છે કે અવગાહનાની દૃષ્ટિએ પ્રદેશોની(ક્રમશઃ) વૃદ્ધિ કરવી જોઈએ યાવત્ દશપ્રદેશી સ્કંધમાં નવ પ્રદેશની હીનાધિકતા સમજવી.
૪૮ સંઘે—પત્તિયાળ પુચ્છા ? ગોયમા ! અજંતા । સે òળદ્રુળ મંતે ! વ ગુરૂ ?
गोयमा ! संखेज्जपएसिए खंधे संखेज्जपएसियस्स खंधस्स दव्वट्टयाए तुल्ले; पट्टयाए सिय हीणे सिय तुल्ले सिय अब्भहिए- जइ हीणे संखेज्जभागहीणे वा संखेज्ज-गुणहीणे वा, अह अब्भहिए एवं चेव; ओगाहणट्टयाए वि दुट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए वण्णादि-उवरिल्लचउफासपज्जवेहिं य छट्ठाणवडिए ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સંખ્યાત પ્રદેશી સ્કંધોના કેટલા પર્યાયો છે ? ઉત્તર- હે ગૌતમ ! અનંત પર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે સંખ્યાતપ્રદેશી કંધોના અનંત પર્યાયો છે ? ઉત્તર– હે ગૌતમ ! સંખ્યાત પ્રદેશી એક સ્કંધ, સંખ્યાત પ્રદેશી બીજા સ્કંધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે; પ્રદેશોની અપેક્ષાએ કદાચિત્ હીન, કદાચિત્ તુલ્ય અને કદાચિત્ અધિક હોય છે; જો હીન હોય તો સંખ્યાતમો ભાગ હીન અથવા સંખ્યાતગુણ હીન હોય છે અને જો અધિક હોય તો સંખ્યાતમો ભાગ અધિક અથવા સંખ્યાતગુણ અધિક હોય છે. અવગાહનાની અપેક્ષાએ આ જ રીતે દ્વિસ્થાનીય હીનાધિકતા હોય છે; સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા ન્યૂનાધિકતા હોય છે. વર્ણાદિ તથા અંતિમ ચાર સ્પર્શોના પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા ન્યૂનાધિકતા હોય છે.
૪૬ અસંવેાપસિયાળ પુચ્છા ? ગોયમા ! અનંતા । સે òખટ્ટુળ મંતે ! વં વુડ્ ?
गोयमा ! असंखेज्जपएसिए खंधे असंखेज्जपएसियस्स खंधस्स दव्वट्टयाए तुल्ले, पएसट्टयाए चउट्ठाणवडिए, ओगाहणट्टयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, वण्णादिउवरिल्लचउफासेहि य छट्ठाणवडिए ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અસંખ્યાતપ્રદેશી સ્કંધોના કેટલા પર્યાયો છે ? ઉત્તર- હે ગૌતમ ! અનંતપર્યાયો છે. પ્રશ્ન– હે ભગવન્ ! તેનું શું કારણ છે કે અસંખ્યાત પ્રદેશી કંધોના અનંત પર્યાયો છે ?
ઉત્તર– હે ગૌતમ ! અસંખ્યાત પ્રદેશી એક સ્કંધ, અસંખ્યાત પ્રદેશી બીજા સ્કંધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય; પ્રદેશોની અપેક્ષાએ ચૌઠાણવડિયા; અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે; સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે; વર્ણાદિ તથા અંતિમ ચાર સ્પર્શોની અપેક્ષાએ છઠ્ઠાણડિયા છે.
૧૦ મળતપસિયાળ પુચ્છા ? ગોયમા ! અળતા પન્નવા પળત્તા । સે જેવે અંતે !