________________
પાંચમું પદ : વિશેષ(પર્યાય પદ)
वा अणंतगुणहीणे वा; अह अब्भहिए - अणंतभागमब्भहिए वा असंखेज्जइभागमब्भहिए वा संखेज्जइभागमब्भहिए वा संखेज्जगुणमब्भहिए वा असंखेज्जगुणमब्भहिए व अणंतगुणमब्भहिए वा; एवं अवसेस वण्ण-गंध-रस- फासपज्जवेहिं वि छट्ठाणवडिए, फासा णं सीयउसिणणिद्ध-लुक्खेहिं छट्ठाणवडिए, से तेणट्टेणं गोयमा ! एवं वुच्च परमाणु पोग्गलाणं अणंता पज्जवा पण्णत्ता ।
૪૨૯
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! પરમાણુ પુદ્ગલોના કેટલા પર્યાયો છે ? ઉત્તર– હે ગૌતમ ! પરમાણુ પુદ્ગલોના અનંત પર્યાયો છે. પ્રશ્ન– હે ભગવન્ ! તેનું શું કારણ છે કે પરમાણુ પુદ્ગલોના અનંત પર્યાયો છે ?
ઉત્તર– હે ગૌતમ ! એક પરમાણુ પુદ્ગલ, બીજા પરમાણુ પુદ્ગલથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે; પ્રદેશની અપેક્ષાએ તુલ્ય છે; અવગાહનાની અપેક્ષાએ તુલ્ય છે. સ્થિતિની અપેક્ષાએ કદાચિત્ હીન, કદાચિત્ તુલ્ય, કદાચિત્ અધિક છે; જો હીન હોય તો અસંખ્યાતમોભાગ હીન, સંખ્યાતમોભાગ હીન, સંખ્યાતગુણ હીન કે અસંખ્યાતગુણ હીન હોય છે અને જો અધિક હોય તો અસંખ્યાતમોભાગ અધિક, સંખ્યાતમોભાગ અધિક, સંખ્યાતગુણ અધિક કે અસંખ્યાતગુણ અધિક હોય છે અર્થાત્ ચૌઠાણવડિયા હીનાધિક છે. કાળા વર્ણ પર્યાયોની અપેક્ષાએ કદાચિત્ હીન, કદાચિત્ તુલ્ય અને કદાચિત્ અધિક છે; જો હીન હોય તો અનંતમો ભાગ હીન, અસંખ્યાતમો ભાગ હીન, સંખ્યાતમો ભાગ હીન, સંખ્યાતગુણ હીન, અસંખ્યાતગુણ હીન કે અનંતગુણ હીન હોય છે અને જો અધિક હોય તો અનંતમો ભાગ અધિક, અસંખ્યાતમો ભાગ અધિક, સંખ્યાતમો ભાગ અધિક, સંખ્યાતગુણ અધિક, અસંખ્યાતગુણ અધિક કે અનંતગુણ અધિક હોય છે અર્થાત્ છઠ્ઠાણડિયા હીનાધિક છે. આ જ પ્રમાણે શેષ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા હોય છે. સ્પર્શોમાં શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ, આ ચાર સ્પર્શો જ પરમાણુમાં હોય છે, તે ચાર સ્પર્શોમાં છઠ્ઠાણવડિયા હીનાધિકતા છે. હે ગૌતમ! તેથી એમ કહ્યું છે કે પરમાણુ પુદ્ગલોના અનંત પર્યાયો છે.
४७ दुपएसियाणं पुच्छा ? गोयमा ! अणंता पज्जवा पण्णत्ता । से केणद्वेणं भंते ! एवं મુખ્વજ્ઞ ? ગોયમા ! તુંપત્તિ, દુપસિયલ્સ વ∞યાપ્ તુì, પદ્મકાન્ તુì, ઓશાહया सिय ही सय तुल्ले सिय अब्भहिए; जइ हीणे पएसहीणे, अह अब्भहिए प मब्भहिए; ठिईए चउट्ठाणवडिए, वण्णादिहिं उवरिल्लेहिं चउहिं फासेहि य छट्ठाणवडिए ।
एवं तिपएसिए वि । णवरं ओगाहणट्टयाए सिय हीणे सिय तुल्ले सिय अब्भहिए; जइ हीणे- पएसहीणे वा दुपएसहिणे वा, अह अब्भहिए- पएसमब्भहिए वा दुपएसमब्भहिए वा । एवं जाव दसपएसिए । णवरं ओगाहणाए पएसपरिवुड्डी कायव्वा जाव दसपएसिए णवपएसहीणे त्ति ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! દ્વિપ્રદેશી કંધોના કેટલા પર્યાયો છે ? ઉત્તર– હે ગૌતમ ! અનંતપર્યાયો છે. પ્રશ્ન– હે ભગવન્ ! તેનું શું કારણ છે કે દ્વિપ્રદેશી કંધોના અનંત પર્યાયો છે ?
ઉત્તર– હે ગૌતમ ! દ્વિપ્રદેશી એક સ્કંધ, દ્વિપ્રદેશી બીજા સ્કંધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે, પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય છે. અવગાહનાની અપેક્ષાએ કદાચિત્ હીન, કદાચિત્ તુલ્ય, કદાચિત્ અધિક હોય છે; જો હીન હોય તો એક પ્રદેશ હીન હોય છે અને અધિક હોય તો એક પ્રદેશ અધિક હોય છે.