________________
૪૨૨
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનાવાળા મનુષ્યો સાથે અવગાહનાની અપેક્ષાએ તુલ્ય હોય છે. મધ્યમ અવગાહનાના અસંખ્ય અવગાહનાસ્થાન હોવાથી તેમાં ચૌઠાણવડિયા ન્યૂનાધિકતા હોય છે.
જઘન્ય અવગાહનાવાળો મનુષ્ય નિયમ સંખ્યાત વર્ષના આયુવાળો જ હોય છે. તેથી તે સ્થિતિની અપેક્ષાએ અસંખ્યાતમો ભાગ, સંખ્યાતમો ભાગ અને સંખ્યાતગુણ, આ ત્રણ પ્રકારે હીનાધિક હોય છે.
દેવક-ઉત્તરકુરુક્ષેત્રના મનુષ્યોની ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ ગાઉની હોય છે અને તેઓની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમની અને ઉત્કૃષ્ટ સંપૂર્ણ ત્રણ પલ્યોપમની હોય છે. અંતર્મુહૂર્ત, તે ત્રણ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. તેથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન ત્રણ પલ્યોપમવાળ તેમનુષ્ય, ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા મનુષ્યથી અસંખ્યાતમો ભાગહીન છે અને પૂર્ણ ત્રણ પલ્યોપમવાળ તે મનુષ્ય તેનાથી અસંખ્યાતમો ભાગ અધિક છે. આ સિવાય અન્ય કોઈ પણ સ્થિતિ સંબંધી હીનાધિકતા ઉત્કૃષ્ટ અવગાહનાવાળા મનુષ્યમાં સંભવી શકતી નથી. તેથી ઉત્કૃષ્ટ અવગાહનાવાળા કોઈ બે મનુષ્યોમાં સ્થિતિની અપેક્ષાએ તુલ્યતા હોય અથવા એકઠાણવડિયા હીનાધિકતા હોય છે.
મધ્યમ અવગાહનાવાળા મનુષ્યોમાં સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા ન્યૂનાધિકતા હોય છે. મધ્યમ અવગાહનામાં યુગલિક અને અયુગલિક બંને પ્રકારના મનુષ્યો હોય છે. તેથી તેમાં અસંખ્યાતમો ભાગ, સંખ્યાતમો ભાગ, સંખ્યાતગુણ અને અસંખ્યાતગુણ, આ ચાર પ્રકારની હીનાધિકતા ઘટિત થાય છે.
જઘન્ય અવગાહનાવાળા મનુષ્યોમાં ત્રણ જ્ઞાન અને બે અજ્ઞાન હોય છે. ઉત્પત્તિના સમયે જઘન્ય અવગાહના હોય છે. મનુષ્યમાં તીર્થકરો અને અન્ય પણ જીવો અવધિજ્ઞાનની સાથે ઉત્પન્ન થાય છે. ત્યારે જઘન્ય અવગાહનામાં અવધિજ્ઞાન હોય છે, તેથી અહીં ત્રણ જ્ઞાનનું કથન કર્યું છે. કોઈ પણ જીવ વિર્ભાગજ્ઞાન સહિત મનુષ્યમાં ઉત્પન્ન થતા નથી, તેથી જઘન્ય અવગાહનામાં વિર્ભાગજ્ઞાનનો નિષેધ કર્યો છે.
ઉત્કૃષ્ટ અવગાહનાવાળા મનુષ્યોમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન અથવા મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન, આ બે જ્ઞાન અથવા બે અજ્ઞાન હોય છે. કારણ કે ઉત્કૃષ્ટ અવગાહના યુગલિક મનુષ્યોને હોય છે અને યુગલિકોમાં અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન હોતું નથી.
મધ્યમ અવગાહનાયુક્ત મનુષ્યોમાં પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ચાર દર્શન હોય છે. તેમાં પ્રથમ ચાર જ્ઞાન ક્ષયોપશમજન્ય છે. ક્ષયોપશમમાં તરતમતા હોવાથી ચારેય જ્ઞાનમાં છઠ્ઠાણવડિયા હીનાધિકતા હોય છે. મધ્યમ અવગાહનામાં કેવળજ્ઞાન અને કેવળદર્શન પણ હોય છે પરંતુ ઘાતકર્મોના સમસ્ત આવરણોનો પૂર્ણપણે ક્ષય થવાથી કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટે છે; આ ક્ષાયિકભાવમાં તરતમતા (ન્યૂનાધિકતા) હોતી નથી; તેથી અવગાહના, સ્થિતિ કે વર્ણાદિમાં કેવળજ્ઞાન અને કેવળદર્શનના પર્યાયો સર્વત્ર તુલ્ય કહ્યા છે. ત્રણ પ્રકારની સ્થિતિની અપેક્ષાએ - જઘન્ય સ્થિતિવાળા મનુષ્યો લબ્ધિ અપર્યાપ્તા સંમૂર્છાિમ મનુષ્યો હોય છે અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળા મનુષ્યો યુગલિક હોય છે અને મધ્યમ સ્થિતિવાળા યુગલિક અને અયુગલિક તેમ બંને પ્રકારના મનુષ્યો હોય છે. આ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ત્રણ પ્રકારની સ્થિતિવાળા મનુષ્યો અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા હોય છે.
જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળા મનુષ્યો સ્થિતિની અપેક્ષાએ સ્વસ્થાનમાં તુલ્ય અને મધ્યમ સ્થિતિવાળા મનુષ્યો સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા હોય છે.
જઘન્ય સ્થિતિવાળા સંમૂર્છાિમ મનુષ્યોમાં બે અજ્ઞાન અને બે દર્શન હોય છે. ઉત્કૃષ્ટ સ્થિતિવાળા