________________
પાંચમું પદ : વિશેષ(પર્યાય પદ)
યુગલિક મનુષ્યોમાં બે જ્ઞાન અથવા બે અજ્ઞાન અને બે દર્શન હોય છે. મધ્યમ સ્થિતિવાળા મનુષ્યોમાં પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ચાર દર્શન હોય છે. તેમાં કેવળજ્ઞાન-કેવળદર્શનના પર્યાયો પરસ્પર તુલ્ય છે અને શેષ જ્ઞાન-દર્શનમાં સ્વસ્થાનથી તુલ્ય અને અન્ય જ્ઞાનાદિમાં છઠ્ઠાણવડિયા ન્યૂનાધિકતા હોય છે. ત્રણ પ્રકારના શાન-દર્શનની અપેક્ષાએ ઃ– જઘન્ય મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની અવગાહના અને સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા હોય છે.
૪૨૩
જઘન્ય મતિ-શ્રુતજ્ઞાનમાં બે શાન-બે દર્શન– જઘન્ય મતિ-શ્રુતજ્ઞાનીમાં અવધિજ્ઞાન કે મનઃપર્યવજ્ઞાન હોતું નથી. જ્યારે અવધિ કે મનઃ પર્યવજ્ઞાન પ્રગટ થાય ત્યારે જઘન્ય મતિ-શ્રુતજ્ઞાન રહેતું નથી. મધ્યમ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં ચારજ્ઞાન અને ત્રણ દર્શન હોય છે. તેમાં છઠ્ઠાણવડિયા હીનાધિકતા હોય છે.
ઉત્કૃષ્ટ મતિ-શ્રુતજ્ઞાની અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે. ઉત્કૃષ્ટ મતિ–શ્રુતજ્ઞાની સ્થિતિની અપેક્ષાએ તિકાણવડિયા હોય છે. ઉત્કૃષ્ટ મતિજ્ઞાન યુગલિકોને હોતું નથી તેથી તેમાં અસંખ્યાતગુણ હાનિ-વૃદ્ધિ ન હોવાથી, અસંખ્યાતમો ભાગ, સંખ્યાતમો ભાગ અને સંખ્યાત ગુણ, આ ત્રણસ્થાનની હીનાધિકતા હોય છે. ઉત્કૃષ્ટ મતિ-શ્રુતજ્ઞાનમાં– ચાર જ્ઞાન અને ત્રણ દર્શન હોય છે, તેમાં છઠ્ઠાણવડિયા હીનાધિકતા હોય છે.
જઘન્ય અને ઉત્કૃષ્ટ અવધિજ્ઞાની મનુષ્ય અવગાહનાની અપેક્ષાએ તિાણવડિયા હોય છે. મનુષ્યોમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન પૂર્વભવથી સાથે આવેલું હોતું નથી. તેથી અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહનામાં જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને પ્રકારના અવધિજ્ઞાન હોતા નથી, આ કારણે તેમાં અસંખ્યાતગુણી હાનિ વૃદ્ધિ થતી નથી, તેથી તેમાં તિાણવડિયા જૂનાધિકતા હોય છે.
મધ્યમ અવધિજ્ઞાની મનુષ્ય અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા હોય છે. મધ્યમ અવધિજ્ઞાન ૫૨ભવથી સાથે આવતુ હોવાથી તે અપર્યાપ્તાવસ્થામા હોય શકે છે. ત્યાં તેની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની હોવાથી તેમાં ચૌઠાણવડિયા ન્યૂનાધિકતા થઈ શકે છે.
જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન- યુગલિક મનુષ્યોને અવધિજ્ઞાન હોતું નથી, તેથી અવધિજ્ઞાની મનુષ્યો સ્થિતિની અપેક્ષાએ તિકાણવિડયા હોય છે.
જઘન્ય અને ઉત્કૃષ્ટ અવધિજ્ઞાની– તે અન્ય અવધિજ્ઞાની સાથે સ્વસ્થાનમાં તુલ્ય હોય છે. મતિ, શ્રુત, મનઃપર્યવજ્ઞાન અને ત્રણ દર્શન સાથે છઠ્ઠાણવડિયા હોય છે. મધ્યમ અવધિજ્ઞાની સ્વસ્થાનમાં અને શેષ મતિ આદિ ત્રણ જ્ઞાનતથા ત્રણ દર્શનમાં છઠ્ઠાણવડિયા હોય છે.
જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ મનઃપર્યવજ્ઞાન- ૯ વર્ષથી ક્રોડપૂર્વ વર્ષની ઉંમરવાળા અને ચારિત્રવાન મનુષ્યોને જ થતું હોવાથી, તે અવગાહના અને સ્થિતિની અપેક્ષાએ તિાણવડિયા હોય છે. જઘન્ય, ઉત્કૃષ્ટ મન:પર્યવજ્ઞાની સ્વસ્થાનથી તુલ્ય અને મધ્યમ મનઃપર્યવજ્ઞાની સ્વસ્થાનમાં તથા શેષ યથાયોગ્ય જ્ઞાન-દર્શનમાં છઠ્ઠાણવડિયા હોય છે.
કેવળજ્ઞાની મનુષ્ય અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા હોય છે. કેવળજ્ઞાની મનુષ્ય જ્યારે કેવળી સમુદ્દાત કરે ત્યારે તેની અવગાહના આખા લોક પ્રમાણ હોય છે, તે અપેક્ષાએ તેમાં અસંખ્યાતગુણ હીનાધિકતા ઘટિત થાય છે. તેથી અવગાહનાની અપેક્ષાએ કેવળી મનુષ્ય ચૌઠાણવડિયા હોય છે.
કેવળી ભગવાનની સ્થિતિ સંખ્યાત વર્ષની જ હોવાથી સ્થિતિની અપેક્ષાએ સર્વ બોલમાં