________________
| પાંચમું પદ વિશેષ (પર્યાય પદ)
[ ૪૨૧]
તે જ રીતે ઉત્કૃષ્ટ અવધિજ્ઞાની મનુષ્યોના પર્યાયોના વિષયમાં જાણવું જોઈએ. તે જ રીતે મધ્યમ અવધિજ્ઞાની મનુષ્યોના પર્યાયોનાવિષયમાં પણ જાણવું જોઈએ. વિશેષતા એ છે કે અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે; સ્વસ્થાનની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે અર્થાત્ મધ્યમ અવધિજ્ઞાની, મધ્યમ અવધિજ્ઞાનીથી છ સ્થાનની અપેક્ષાએ ન્યૂનાધિક હોય છે.
જેમ જઘન્ય-ઉત્કૃષ્ટ-મધ્યમ અવધિજ્ઞાની મનુષ્યોના પર્યાયોના વિષયમાં કહ્યું છે, તેમ જઘન્યાદિ મન:પર્યવજ્ઞાની મનુષ્યોના પર્યાયોના વિષયમાં જાણવું જોઈએ. વિશેષતા એ છે કે અવગાહનાની અપેક્ષાએ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ સર્વત્ર તિટ્ટાણવડિયા છે. જેવી રીતે આભિનિબોધિક જ્ઞાનીના પર્યાયોના વિષયમાં કહ્યું છે તેવી જ રીતે મતિ અજ્ઞાની અને શ્રત અજ્ઞાની મનુષ્યોના પર્યાયોના વિષયમાં કહેવું જોઈએ. જે રીતે જઘન્યાદિ અવધિજ્ઞાની મનુષ્યોના પર્યાયોનું કથન કર્યું છે. તે જ રીતે વિર્ભાગજ્ઞાનીનું કથન કરવું જોઈએ.
ચક્ષુદર્શની અને અચક્ષુદર્શનીનું પર્યાય વિષયક કથન અભિનિબોધિકજ્ઞાની મનુષ્યોના પર્યાયોના કથનની સમાન છે. જ્યાં જ્ઞાન હોય છે ત્યાં અજ્ઞાન નથી અને જ્યાં અજ્ઞાન હોય ત્યાં જ્ઞાન નથી અને જ્યાં દર્શન હોય છે ત્યાં જ્ઞાન અને અજ્ઞાન બંનેમાંથી કોઈ પણ સંભવી શકે છે. ४० केवलणाणीणं भंते ! मणुस्साणं केवइया पज्जवा पण्णत्ता ? गोयमा ! अणंता पज्जवा पण्णत्ता । सेकेणटेणं भंते ! एवं वुच्चइ केवलणाणीणं मणुस्साणं अणंता पज्जवा પUત્તા ?
___ गोयमा !केवलणाणी मणुस्से केवलणाणिस्समणुस्सस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्ठयाए तुल्ले,ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए तिट्ठाणवडिए, वण्णगंधरसफासपज्जवेहिं, छदाणवडिए, केवलणाणपज्जवेहिं केवलदसणपज्जवेहिं य तल्ले । एवं केवलदसणी वि मणूसे भाणियव्वे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કેવળજ્ઞાની મનુષ્યોના કેટલા પર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ ! અનંતપર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે કેવળજ્ઞાની મનુષ્યોના અનંતપર્યાયો છે?
ઉત્તર- હે ગૌતમ ! એક કેવળજ્ઞાની મનુષ્ય, બીજા કેવળજ્ઞાની મનુષ્યથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય; અવગાહનાની અપેક્ષાએ ચૌહાણવડિયા; સ્થિતિની અપેક્ષાએ તિટ્ટાણવડિયા; વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે અને કેવળજ્ઞાન, કેવળ દર્શનના પર્યાયોની અપેક્ષાએ તુલ્ય છે.
જે રીતે કેવળજ્ઞાની મનુષ્યોના પર્યાયોના વિષયમાં કહ્યું છે, તે જ રીતે કેવળદર્શની મનુષ્યોના પર્યાયોના વિષયમાં પ્રરૂપણા કરવી જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જઘન્ય-ઉત્કૃષ્ટ-મધ્યમ અવગાહના, સ્થિતિ, વર્ણાદિ, જ્ઞાનાદિ યુક્ત મનુષ્યોના પર્યાયોનું કથન છે. ત્રણ પ્રકારની અવગાહનાની અપેક્ષાએ - જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનાવાળા મનુષ્યો ક્રમશઃ