________________
૪૧૮
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
ઉત્કૃષ્ટ અવગાહનાવાળા મનુષ્યોના પર્યાયના વિષયમાં પણ આ પ્રમાણે જ જાણવું જોઈએ. વિશેષતા એ છે કે સ્થિતિની અપેક્ષાએ તે કદાચિત્ હીન છે, કદાચિત્ તુલ્ય અને કદાચિત્ અધિક હોય છે. જો હીન હોય તો અસંખ્યાતમો ભાગ હીન હોય છે અને જો અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય છે અર્થાતુ તેમાં એકઠાણવડિયા ન્યૂનાધિકતા હોય છે. તેને બે જ્ઞાન, બે અજ્ઞાન અને બે દર્શન હોય છે.
મધ્યમ અવગાહનાવાળા મનુષ્યોના પર્યાયોનું કથન પણ આ જ પ્રમાણે જાણવું જોઈએ. વિશેષતા એ છે કે અવગાહનાની દષ્ટિએ તે ચૌઠાણવડિયા; સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે, વર્ણાદિ ૨૦ બોલની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા તથા આદિના ચાર જ્ઞાન (મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવજ્ઞાન)ની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે, કેવળજ્ઞાનના પર્યાયોની અપેક્ષાએ તુલ્ય; તથા ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન(ચક્ષુ, અચક્ષુ અને અવધિ)ની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે, કેવળદર્શનના પર્યાયોની અપેક્ષાએ તુલ્ય છે. |३६ जहण्णठिईयाणं भंते ! मणुस्साणं केवइया पज्जवा पण्णत्ता ? गोयमा ! अणंता पज्जवा पण्णत्ता । से केणटेणं भंते ! एवं वुच्चइ ? ।
गोयमा ! जहण्णठिईए मणुस्से जहण्णठिईयस्समणुस्सस्सदव्वट्ठयाए तुल्ले, पए सट्रयाए तल्ले, ओगाहणट्रयाए चउदाणवडिए. ठिईए तल्ले. वण्णगंधरसफासपज्जवेहिं. दोहिं अण्णाणेहिं, दोहिं दसणेहिं छट्ठाणवडिए । एवं उक्कोसठिईए वि । णवरं दो णाणा, दो અખાના, તે લેT I
___ अजहण्णमणुक्कोसठिईए वि एवं चेव । णवरं ठिईए चउट्ठाणवडिए, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, आदिल्लेहिं चउणाणेहिं छट्ठाणवडिए, केवलणाणपज्जवेहिं तुल्ले, तिहिं अण्णाणेहिं तिहिं दंसणेहिं छट्ठाणवडिए, केवलदसणपज्जवेहिं तुल्ले । ભાવાર્થ-પ્રશ્ન–હે ભગવન્!જઘન્ય સ્થિતિવાળા મનુષ્યોના કેટલા પર્યાયો છે? ઉત્તર-હે ગૌતમ! અનંત પર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જઘન્ય સ્થિતિવાળા મનુષ્યોના અનંત પર્યાયો છે?
ઉત્તર- હે ગૌતમ! જઘન્ય સ્થિતિવાળો એક મનુષ્ય, જઘન્ય સ્થિતિવાળા બીજા મનુષ્યથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય; અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા; સ્થિતિની અપેક્ષાએ તુલ્ય; વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના પર્યાયો તથા બે અજ્ઞાન અને બે દર્શનના પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે. ઉત્કૃષ્ટ સ્થિતિવાળા મનુષ્યના પર્યાયોના વિષયમાં પણ આ જ પ્રમાણે પ્રરૂપણા કરવી જોઈએ. વિશેષતા એ છે કે તેમાં બે જ્ઞાન, બે અજ્ઞાન અને બે દર્શન હોય છે.
મધ્યમ સ્થિતિવાળા મનુષ્યોના પર્યાયના વિષયમાં પણ આ પ્રમાણે કથન કરવું જોઈએ. વિશેષતા એ છે કે તે સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા, અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે તથા પ્રારંભના ચાર જ્ઞાનની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે, કેવળજ્ઞાનના પર્યાયોની અપેક્ષાએ તુલ્ય છે, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શનની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે, કેવળદર્શનના પર્યાયોની અપેક્ષાએ તુલ્ય છે. |३७ जहण्णगुणकालगाणं भंते ! मणुस्साणं केवइया पज्जवा पण्णत्ता ? गोयमा ! अणंता पज्जवा पण्णत्ता । से केणटेणं भंते ! एवं वुच्चइ ?