________________
[ ૪૧૪]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
મધ્યમ આભિનિબોધિકજ્ઞાની તિર્યંચ પંચેન્દ્રિયોના પર્યાયોનું કથન ઉત્કૃષ્ટ આભિનોબોધિકજ્ઞાનીની જેમ સમજી લેવું જોઈએ. વિશેષતા એ છે કે તે સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે અને સ્વસ્થાનમાં આભિનિબોધિક જ્ઞાન પર્યાયોમાં પણ છઠ્ઠાણવડિયા છે.
જે રીતે આભિનિબોધિકજ્ઞાની તિર્યંચ પંચેન્દ્રિય પર્યાયોના વિષયમાં કહ્યું છે, તે જ રીતે શ્રુતજ્ઞાની તિર્યંચ પંચેન્દ્રિયના પર્યાયોના વિષયમાં જાણવું જોઈએ. ३४ जहण्णोहिणाणीण भंते ! पर्चेदियतिरिक्खजोणियाणपुच्छा ? गोयमा ! अणंता पज्जवा पण्णत्ता । से केणटेणं भंते ! एवं वुच्चइ ? ____गोयमा ! जहण्णोहिणाणी पंचेंदियतिरिक्खजोणिए जहण्णोहिणाणिस्स पंचेंदियतिरिक्जोणियस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए तुल्ले, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए तिट्ठाणवडिए, वण्णगंधरसफासपज्जवेहिं आभिणिबोहियणाण सुयणाण पज्जवेहि य छदाणवडिए. ओहिणाणपज्जवेहिं तल्ले: अण्णाणा णस्थि: चक्खदसणपज्जवेहिं य ओहिदसणपज्जवेहिं अचक्खुदंसणपज्जवेहि य छट्ठाणवडिए । एवं उक्कोसोहिणाणी वि। अजहण्णुक्कोसोहिणाणी वि एवं चेव । णवरं सट्ठाणे छट्ठाणवडिए ।
जहा आभिणिबोहियणाणी तहा मइअण्णाणी सुयअण्णाणी य । जहा ओहिणाणी तहा विभंगणाणी वि । चक्खदसणी अचक्खदसणी य जहा आभिणिबोहिणाणी । ओहिदसणी जहा ओहिणाणी । जत्थ णाणा तत्थ अण्णाणा णत्थि, जत्थ अण्णाणा तत्थ णाणा णत्थि, जत्थ दंसणा तत्थ णाणा वि अण्णाणा वि अत्थि त्ति भाणियव्वं। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન! જઘન્ય અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચોના કેટલા પર્યાયો છે? ઉત્તરહે ગૌતમ! અનંત પર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જઘન્ય અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચોના અનંત પર્યાયો છે?
ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અવધિજ્ઞાની એક તિર્યંચ પંચેન્દ્રિય, જઘન્ય અવધિજ્ઞાની બીજા તિર્યંચ પંચેન્દ્રિયથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય; પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય; અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે; સ્થિતિની અપેક્ષાએ તિટ્ટાણવડિયા; વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ તથા આભિનિબોધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાનના પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા; અવધિજ્ઞાનના પર્યાયોની અપેક્ષાએ તુલ્ય; જ્ઞાન હોવાથી અજ્ઞાન નથી. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શનના પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે.
આ જ રીતે ઉત્કૃષ્ટ અવધિજ્ઞાની તિર્યંચ પંચેન્દ્રિય જીવોના પર્યાયોનું કથન કરવું જોઈએ. મધ્યમ અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચોના પર્યાયોનું કથન પણ આ જ રીતે કરવું જોઈએ. વિશેષતા એ છે કે સ્વસ્થાનમાં પણ છઠ્ઠાણવડિયા છે.
જે પ્રમાણે મતિજ્ઞાની તિર્યંચ પંચેન્દ્રિયના પર્યાય સંબંધી વક્તવ્યતા છે તે જ રીતે મતિ અજ્ઞાની અને શ્રતઅજ્ઞાનીની વક્તવ્યતા જાણવી; જે પ્રમાણે અવધિજ્ઞાની તિર્યંચ પંચેન્દ્રિયના પર્યાયનું કથન છે, તે જ રીતે વિર્ભાગજ્ઞાનીનું કથન છે. ચક્ષુદર્શની અને અચદર્શનીના પર્યાય સંબંધી વક્તવ્યતા મતિજ્ઞાનીની