________________
પાંચમું પદ : વિશેષ(પર્યાય પદ)
સમાન છે. અવધિદર્શનીનું કથન અવધિજ્ઞાનીની સમાન છે. જ્યાં જ્ઞાન છે ત્યાં અજ્ઞાન નથી; જ્યાં અજ્ઞાન છે ત્યાં જ્ઞાન નથી. જ્યાં દર્શન છે ત્યાં જ્ઞાન પણ હોઈ શકે અને અજ્ઞાન પણ હોઈ શકે છે.
વિવેચનઃ
૪૧૫
પ્રસ્તુત સૂત્રોમાં જઘન્ય, ઉત્કૃષ્ટ, મધ્યમ, અવગાહનાદિવાળા તિર્યંચ પંચેન્દ્રિયોના પર્યાયોની પ્રરૂપણા કરવામાં આવી છે.
ત્રણ પ્રકારની અવગાહના :– જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનાવાળા તિર્યંચ પંચેન્દ્રિયો અવગાહનાની અપેક્ષાએ તુલ્ય છે અને મધ્યમ અવગાહનાના અસંખ્યાત સ્થાન હોવાથી મધ્યમ અવગાહનાવાળા નિયંચ પંચેન્દ્રિયો અવગાહનાની અપેક્ષાએ ચૌઠાલવડિયા હોય છે.
જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નિયંચ પંચેન્દ્રિયો સ્થિતિની અપેક્ષાએ નિકાળવડિયા છે કારણ કે જઘન્ય અવગાહના, અયુગલિક(યુગલિક સિવાયના) નિયંચોને જ હોય છે. તે જ રીતે ઉત્કૃષ્ટ હજાર યોજનની અવગાહના પણ અયુગલિક તિર્યંચ પંચેન્દ્રિયને જ હોય છે. કારણ કે યુગલિક તિર્યંચોની અવગાહના શાસ્ત્રમાં જઘન્ય અનેક ધનુષ્ય અને ઉત્કૃષ્ટ છ ગાઉની કહી છે. આ રીતે જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના યુગલિક નિમંચ પંચેન્દ્રિયોમાં ન હોવાથી તે સ્થિતિની અપેક્ષાએ નિકાળવડિયા ન્યૂનાધિક હોય છે.
મધ્યમ અવગાહના અનેક પ્રકારની હોય છે. તેમાં યુગલિક તિર્યંચને પણ મધ્યમ અવગાહના હોય છે અને યુગલિક તિર્યંચની સ્થિતિ અસંખ્ય વર્ષની હોવાથી તેમાં સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા ન્યૂનાધિકતા હોય છે.
જઘન્ય અવગાહનાવાળા તિર્યંચ પંચેન્દ્રિયમાં અવધિ કે વિભંગજ્ઞાન હોતા નથી. પંચેન્દ્રિય નિયંચમાં અપર્યાપ્તા અવસ્થામાં જ જઘન્ય અવગાહના હોય છે. અપર્યાપ્તા તિર્યંચ પંચેન્દ્રિયમાં અવધિજ્ઞાન કે વિભંગજ્ઞાન હોતું નથી. તેથી જઘન્ય અવગાહનાવાળા નિયંચપંચેન્દ્રિયમાં બે જ્ઞાન, બે અજ્ઞાન અને બે દર્શન, તે છ ઉપયોગની અપેક્ષાએ છઠ્ઠાળવડિયા ન્યૂનાધિકતા હોય છે.
ત્રણ પ્રકારની સ્થિતિની અપેક્ષાએ ઃ— જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળા તિર્યંચ પંચેન્દ્રિયમાં અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા ન્યૂનાધિકતા થાય છે.
જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળા તિર્યંચ પંચેન્દ્રિયમાં એક જ સ્થિતિસ્થાન હોવાથી તે પરસ્પર તુલ્ય હોય છે અને મધ્યમ સ્થિતિવાળા તિર્યંચ પંચેન્દ્રિય સ્થિતિની અપેક્ષાએ પરસ્પર ચૌઠાણવડિયા હીનાધિક હોય છે.
જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળા તિર્યંચ પંચેન્દ્રિયમાં બે જ્ઞાન, બે અજ્ઞાન અને બે દર્શન હોય છે. કારણ કે જઘન્ય સ્થિતિ લબ્ધિ અપર્યાપ્તા જીવોમાં હોય અને ઉત્કૃષ્ટ સ્થિતિ યુગલિકોમાં હોય છે, તે બંનેમાં અવધિજ્ઞાન કે વિભંગજ્ઞાન હોતું નથી.
મધ્યમ સ્થિતિવાળા તિર્યંચ પંચેન્દ્રિયમાં ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન હોય છે. તેના પર્યાયોમાં છઠ્ઠાલવડિયા ન્યૂનાધિકતા હોય છે.
ત્રણ પ્રકારના શાન-દર્શનની અપેક્ષાએ ઃ— જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ જ્ઞાન, અજ્ઞાન કે દર્શનવાળા તિર્યંચ પંચેન્દ્રિય અવગાહનાની અપેક્ષાએ ચૌઠાવિડયા હોય છે.
જઘન્ય અને મધ્યમ મતિ-શ્રુતજ્ઞાની અથવા મતિ-શ્રુત અજ્ઞાની સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા