________________
| પાંચમું પદ વિશેષ (પર્યાય પદ).
૪૦૯
(આભિનિબોધિક જ્ઞાન પર્યાયોમાં) પણ છટ્ટાણવડિયા છે.
આ જ રીતે શ્રુતજ્ઞાની, શ્રુતઅજ્ઞાની, મતિઅજ્ઞાની અને અચક્ષુદર્શની બેઇન્દ્રિય જીવોના પર્યાયોના વિષયમાં કહેવું જોઈએ. વિશેષતા એ છે કે જ્યાં જ્ઞાન હોય ત્યાં અજ્ઞાન ન હોય અને જ્યાં અજ્ઞાન હોય ત્યાં જ્ઞાન હોતું નથી. જ્યાં દર્શન હોય ત્યાં જ્ઞાન અથવા અજ્ઞાન બંને હોય અર્થાત્ જ્ઞાન-અજ્ઞાન બંનેમાં દર્શન તો હોય જ છે. આ જ રીતે તે ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય જીવોના પર્યાયોના વિષયમાં પણ કહેવું જોઈએ, વિશેષતા એ છે કે ચૌરેન્દ્રિય જીવોમાં ચક્ષુદર્શન અધિક હોય છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ અવગાહના, સ્થિતિ આદિ યુક્ત વિકસેન્દ્રિયોના પર્યાયોનું નિરૂપણ છે. ત્રણ પ્રકારની અવગાહનાવાળા વિકસેન્દ્રિય - જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનાવાળા વિકસેન્દ્રિય જીવો અવગાહનાની અપેક્ષાએ તુલ્ય છે અને મધ્યમ અવગાહનાવાળા વિકસેન્દ્રિયો અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા હીનાધિક હોય છે.
ત્રણ પ્રકારની અવગાહનાવાળા વિકસેન્દ્રિય જીવો સ્થિતિની અપેક્ષાએ તિટ્ટાણવડિયા છે કારણ કે તેની સ્થિતિ સંખ્યાતકાલની જ છે. તેથી તેમાં અસંખ્યાતમો ભાગ, સંખ્યાતમો ભાગ અને સંખ્યાતગુણ, તે ત્રણ પ્રકારની ન્યૂનાધિકતા હોય છે. અસંખ્યાતગુણનો ચોથો બોલ ઘટિત થતો નથી. વર્ણાદિ ૨૦ બોલ અને ૫ ઉપયોગની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે. વિકલેજિયમાં બે જ્ઞાનઃ- કોઈ સમકિતી જીવ સમ્યગુદર્શનનું વમનકરતાં વિકસેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, તો વિકસેન્દ્રિય જીવોને અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન સમ્યકત્વ હોય છે. તે અપેક્ષાએ તેની અપર્યાપ્તાવસ્થામાં બે જ્ઞાન હોય છે. અપર્યાપ્તાવસ્થામાં ઉત્પત્તિના પ્રથમ સમયે જઘન્ય અવગાહના હોય છે અને અપર્યાપ્તાવસ્થાના બીજા સમયની અવગાહનાથી લઈને ઉત્કૃષ્ટ અવગાહનામાં અંગુલનો અસંખ્યાતમો ભાગ ચુન રહે ત્યાં સુધીની અવગાહના મધ્યમ અવગાહના છે, આ રીતે અપર્યાપ્તાવસ્થામાં પણ મધ્યમ અવગાહનાનો સદ્ભાવ હોય છે. તેથી જઘન્ય અને મધ્યમ બંને અવગાહનામાં સાસ્વાદન સમ્યકત્વ સંભવે છે અને તેમાં બે જ્ઞાનનો સદ્ભાવ હોય છે. સાસ્વાદન સમ્યકત્વ ન હોય તેવા જઘન્ય અને મધ્યમ અવગાહનાવાળા વિકસેન્દ્રિય જીવોમાં બે અજ્ઞાન હોય છે. ઉત્કૃષ્ટ અવગાહનામાં બે અજ્ઞાન - ઉત્કૃષ્ટ અવગાહના પર્યાપ્તા વિકસેન્દ્રિયોમાં હોય છે અને પર્યાપ્તામાં સાસ્વાદન સમ્યકત્વનો અભાવ હોવાથી જ્ઞાન સંભવિત નથી; તેથી તેમાં બે અજ્ઞાન જ હોય છે.
આ રીતે જઘન્ય અને મધ્યમ અવગાહનાવાળા બેઇન્દ્રિય, તેઇન્દ્રિય જીવોને બે જ્ઞાન, બે અજ્ઞાન અને અચક્ષુદર્શન, તે પાંચ ઉપયોગ તથા જઘન્ય-મધ્યમ અવગાહનાવાળા ચૌરેન્દ્રિયને બે જ્ઞાન, બે અજ્ઞાન અને બે દર્શન, આ છ ઉપયોગ હોય છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા બેઇન્દ્રિય, તે ઇન્દ્રિયને બે અજ્ઞાન અને અચક્ષુદર્શન, આ ત્રણ ઉપયોગ તથા ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ચૌરેન્દ્રિયને બે અજ્ઞાન અને બે દર્શન, આ ચાર ઉપયોગ હોય છે. ત્રણે ય પ્રકારના વિકસેન્દ્રિય જીવોને જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અવગાહનામાં સ્વયોગ્ય ઉપયોગમાં છઠ્ઠાણવડિયા હીનાધિકતા હોય છે. ત્રણ પ્રકારની સ્થિતિવાળા વિકસેન્દ્રિય – જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળા વિકસેન્દ્રિય જીવો