________________
૪૦૪
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
एवं उक्कोसगुणकालए वि । अजहण्णमणुक्कोसगुणकालए वि एवं चेव । णवरं सट्ठाणे छट्ठाणवडिए । एवं पंच वण्णा दो गंधा पंच रसा अट्ठ फासा भाणियव्वा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જઘન્યગુણ કાળા પૃથ્વીકાયિક જીવોના કેટલા પર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ! અનંતપર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જઘન્યગુણ કાળા પૃથ્વીકાયિક જીવોના અનંત પર્યાયો છે?
ઉત્તર- હે ગૌતમ! જઘન્યગુણ કાળો એક પૃથ્વીકાયિક, જઘન્ય ગુણ કાળા બીજા પૃથ્વીકાયિકથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય; અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે; સ્થિતિની અપેક્ષાએ તિટ્ટાણવડિયા છે; કાળા વર્ણના પર્યાયોની અપેક્ષાએ તુલ્ય અને શેષ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે તથા બે અજ્ઞાન અને અચક્ષુદર્શન આ ત્રણ ઉપયોગના પર્યાયોની અપેક્ષાએ પણ છઠ્ઠાણવડિયા(છ સ્થાન હીનાધિક) છે.
આ જ પ્રમાણે ઉત્કૃષ્ટ ગુણ કાળા પૃથ્વીકાયિક જીવોના પર્યાયોના વિષયમાં કથન કરવું જોઈએ. અજઘન્ય-અનુત્કૃષ્ટ(મધ્યમ) ગુણ કાળા પૃથ્વીકાયિક જીવોના પર્યાયોના વિષયમાં પણ આ પ્રમાણે જ કહેવું જોઈએ પરંતુ વિશેષતા એ છે કે તેઓ સ્વસ્થાનમાં (મધ્યમ ગુણ કાળા વર્ણ પર્યાયમાં) પણ છઠાણવડિયા છે. આ રીતે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શના વિષયમાં કહેવું જોઈએ. २५ जहण्णमइअण्णाणीणं भंते ! पुढविकाइयाणं पुच्छा ? गोयमा ! अणंता पज्जवा पण्णत्ता । से केणटेणं भंते ! एवं वुच्चइ जहण्णमइअण्णाणीणं पुढविकाइयाणं अणंता पज्जवा पण्णत्ता ?
गोयमा ! जहण्णमइअण्णाणी पुढविकाइए जहण्णमइअण्णाणिस्स पुढविकाइयस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए तुल्ले, ओगाहणट्ठयाए चउढाणवडिए, ठिईए तिढाणवडिए, वण्णगंधरसफासपज्जवेहिं छट्ठाणवडिए,मझ्अण्णाणपज्जवेहिं तुल्ले, सुयअण्णाणपज्जवेहि अचक्खुदसणपज्जवेहि य छट्ठाणवडिए ।
___ एवं उक्कोसमइअण्णाणी वि । अजहण्णमणुक्कोसमइअण्णाणी वि एवं चेव, णवरं सट्ठाणे छट्ठाणवडिए । एवं सुयअण्णाणी वि । अचक्खुदसणी वि एवं चेव । एवं जाव वणस्सइकाइयाणं । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જઘન્ય મતિઅજ્ઞાની પુથ્વીકાયિકોના કેટલા પર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ! અનંત પર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જઘન્ય મતિઅજ્ઞાની પૃથ્વીકાયિકોના અનંત પર્યાયો છે?
ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય મતિઅજ્ઞાની એક પુથ્વીકાયિક, જઘન્ય મતિઅજ્ઞાની બીજા પૃથ્વીકાયિકથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે; પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય છે; અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે; સ્થિતિની અપેક્ષાએ તિટ્ટાણવડિયા અને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે. મતિઅજ્ઞાનના પર્યાયોની અપેક્ષાએ તુલ્ય; શ્રુતઅજ્ઞાન પર્યાયો તથા અચક્ષુદર્શન પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે.