________________
| પાંચમું પદ વિશેષ (પર્યાય પદ)
૪૦૫
આ જ પ્રમાણે ઉત્કૃષ્ટ મતિઅજ્ઞાની પૃથ્વીકાયિક જીવોના વિષયમાં કથન કરવું જોઈએ. અજઘન્યઅનુત્કૃષ્ટ(મધ્યમ) મતિઅજ્ઞાની પૃથ્વીકાયિક જીવોના પર્યાયોના વિષયમાં પણ આ જ પ્રમાણે જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તે સ્વસ્થાનમાં અર્થાતુ મતિઅજ્ઞાનના પર્યાયોમાં પણ છઠ્ઠાણવડિયા છે. તેવી જ રીતે શ્રુતઅજ્ઞાની તથા અચક્ષુદર્શની પૃથ્વીકાયિક જીવોના પર્યાયોનું કથન કરવું જોઈએ. જે રીતે પૃથ્વીકાયિક જીવોનું કથન કર્યું છે, તે જ રીતે યાવત્ વનસ્પતિકાયિક જીવો સુધીનું કથન કરવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અવગાહના આદિની અપેક્ષાએ પાંચે ય એકેન્દ્રિય જીવોના પર્યાયોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ત્રણ પ્રકારની અવગાહનાવાળા એકેન્દ્રિય - જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનાનું એક-એક સ્થાન હોવાથી તે અવગાહનાની અપેક્ષાએ પરસ્પર તુલ્ય છે. મધ્યમ અવગાહનાના અસંખ્યાત સ્થાન છે. તેથી મધ્યમ અવગાહનાવાળા જીવોમાં અવગાહનાની અપેક્ષાએ ચાર પ્રકારે જૂનાધિકતા હોય છે.
ત્રણ પ્રકારની અવગાહનાવાળા એકેન્દ્રિય જીવો સ્થિતિની અપેક્ષાએ તિટ્ટાણવડિયા છે, કારણ કે એકેન્દ્રિયની સ્થિતિ સંખ્યાતકાલની જ છે તેથી તેમાં અસંખ્યાતગુણ હાનિવૃદ્ધિનો ચોથો બોલ થતો નથી. ત્રણે પ્રકારની અવગાહનાવાળા જીવો વર્ણાદિ ૨૦ બોલની અપેક્ષાએ તથા બે અજ્ઞાન અને અચક્ષુદર્શનની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા હોય છે. ત્રણ પ્રકારની સ્થિતિવાળા એકેન્દ્રિય :- જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પૃથ્વીકાયિકાદિ અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે.
જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિનું સ્થિતિસ્થાન માત્ર એક-એક જ હોવાથી તે જીવો સ્થિતિની અપેક્ષાએ તુલ્ય છે. મધ્યમ સ્થિતિમાં સંખ્યાત સ્થિતિસ્થાન હોવાથી મધ્યમ સ્થિતિવાળા પૃથ્વીકાયિકાદિ સ્થિતિની અપેક્ષાએ તિટ્ટાણવડિયા હોય છે, વર્ણાદિ ૨૦ બોલ તથા બે અજ્ઞાન અને અચક્ષુદર્શનની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે. વર્ણાદિ ૨૦બોલ યુક્ત એકેન્દ્રિય-જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ કાળા આદિ ૨૦ બોલવાળા પૃથ્વીકાયિકાદિ જીવો અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા અને સ્થિતિની અપેક્ષાએ તિટ્ટાણવડિયા છે.
વર્ણાદિ ૨૦ બોલમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ વર્ણાદિમાં સ્વસ્થાનની અપેક્ષાએ તુલ્ય હોય છે અર્થાત્ જઘન્ય કાળા વર્ણવાળા જીવો જઘન્ય કાળા વર્ણવાળા જીવો સાથે કાળા વર્ણની અપેક્ષાએ તુલ્ય હોય છે. શેષ ૧૯ બોલમાં છઠ્ઠાણવડિયા હોય છે. મધ્યમ કાળા વર્ણવાળા પરસ્પરમાં અને ૧૯ બોલમાં એમ ૨૦ બોલ સાથે છઠ્ઠાણવડિયા હોય છે.
જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ કૃષ્ણાદિ વર્ણવાળા પૃથ્વીકાયિકાદિ એકેન્દ્રિય બે અજ્ઞાન અને અચક્ષુદર્શનની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા હોય છે. ત્રણ ઉપયોગયુક્ત એકેન્દ્રિય – જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ મતિ અજ્ઞાની, શ્રુત અજ્ઞાની અને અચદર્શની પથ્વીકાયિકાદિ જીવો અવગાહનાની અપેક્ષા ચૌઠાણવડિયા; સ્થિતિની અપેક્ષાએ તિટ્ટાણવડિયા અને વર્ણાદિ ૨૦ બોલની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા હોય છે. ત્રણ ઉપયોગની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા પરંતુ તેમાં જઘન્ય ઉત્કૃષ્ટમાં સ્વસ્થાનની અપેક્ષાએ તુલ્ય હોય છે અને શેષ બે ઉપયોગની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા. મધ્યમમાં જ્ઞાનાદિમાં ત્રણે ઉપયોગની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે.