________________
| પાંચમું પદ વિશેષ (પર્યાય પદ)
૩૯૫ |
છે. (૧) અસંખ્યાતમો ભાગ (૨) સંખ્યાતમો ભાગ (૩) સંખ્યાતગુણ (૪) અસંખ્યાતગુણ, આ રીતે જઘન્ય અવગાહનાવાળા નારકી સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા હીનાધિક છે.
ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નારકી સ્થિતિની અપેક્ષાએ દુઠ્ઠાણવડિયા હીનાધિક હોય છે. સાતમી નરકના નારકીની ઉત્કૃષ્ટ અવગાહના ૫૦૦ ધનુષની છે અને તેની જઘન્ય સ્થિતિ રર સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની હોય છે. રર સાગરોપમ અને ૩૩ સાગરોપમ વચ્ચે (૧) અસંખ્યાતમો ભાગ અને (૨) સંખ્યાતમો ભાગ, આ બે પ્રકારે જ ન્યૂનાધિકતા સંભવે છે. તેમાં સંખ્યાતગુણ કે અસંખ્યાતણ હીનાધિકતા સંભવિત નથી તેથી ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નૈરયિકો, સ્થિતિની અપેક્ષાએ દુઠ્ઠાણવડિયા હીનાધિક હોય છે.
મધ્યમ અવગાહનાવાળા નારકીની સ્થિતિ જઘન્ય ૧0,000 વર્ષ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની હોય છે. તેથી તે પૂર્વવતુ ચૌઠાણવડિયા હીનાધિક હોય છે. વર્ણાદિ ૨૦ બોલની અપેક્ષાએ- જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નૈરયિકો વર્ણાદિ ૨૦ બોલની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા હીનાધિક હોય છે. શાન-દર્શનની અપેક્ષાએ નૈરયિકોમાં સમુચ્ચય ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન, આ નવ ઉપયોગ હોય છે. તેમાં સમકિતીને ત્રણ જ્ઞાન અને મિથ્યાત્વીને ત્રણ અજ્ઞાન હોય છે પરંતુ અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને પ્રથમ નરકમાં ઉત્પન્ન થાય ત્યારે તેની અપર્યાપ્તાવસ્થામાં બે અજ્ઞાન હોય છે. અપર્યાપ્તાવસ્થામાં તેની જઘન્ય અથવા મધ્યમ અવગાહના હોય છે અને તે સિવાયના જીવોને ત્રણ અજ્ઞાન અથવા ત્રણ જ્ઞાન હોય છે. તેથી જઘન્ય કે મધ્યમ અવગાહનાવાળા મિશ્તાત્વી નારકીને બે અથવા ત્રણ અજ્ઞાન તથા ત્રણ દર્શન હોય છે અને સમકિતી નારીને ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન હોય છે.
ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નૈરયિક સાતમી નરકમાં હોય છે. તે નૈરયિકોમાં ત્રણ જ્ઞાન અથવા ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન હોય છે. આ રીતે જઘન્ય અને મધ્યમ અવગાહનાવાળા નારકીમાં બે કે ત્રણ અજ્ઞાન, ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શનની અપેક્ષાએ અને ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નારકીમાં ત્રણ અજ્ઞાન, ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શનની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા હીનાધિકતા હોય છે.
સંક્ષેપમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નૈરયિકો દ્રવ્ય, પ્રદેશ અને અવગાહનાની અપેક્ષાએ પરસ્પર તુલ્ય છે, મધ્યમ અવગાહનાવાળા નૈરયિકો અવગાહનાની અપેક્ષાએ ચૌહાણવડિયા છે. જઘન્ય અને મધ્યમ અવગાહનાવાળા નૈરયિકો સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે અને ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નૈરયિકો સ્થિતિની અપેક્ષાએ દુઠ્ઠાણવડિયા છે. વર્ણાદિ ૨૦ બોલ તથા યથાયોગ્ય આઠ નવ ઉપયોગની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા હોય છે. સ્થિતિની અપેક્ષાએ નૈરયિકોના પર્યાયો - १७ जहण्णठिईयाणं भंते ! णेरइयाणं केवइया पज्जवा पण्णत्ता ? गोयमा ! अणंता पज्जवा पण्णत्ता । से केणटेणं भंते ! एवं वुच्चइ जहण्णढिईयाणं णेरइयाणं अणंता पज्जवा पण्णत्ता ?
गोयमा !जहण्णट्टिईएणेरइए जहण्णट्ठिईयस्सणेरइयस्सदव्वट्ठयाएतुल्ले, पए