________________
[ ૩૯૪]
શ્રી પન્નવણા સત્ર: ભાગ-૧
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અજઘન્ય-અનુત્કૃષ્ટ(મધ્યમ) અવગાહનાવાળા નૈરયિકોના કેટલા પર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ ! અનંત પર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે મધ્યમ અવગાહના- વાળા નૈરયિકોના અનંત પર્યાયો છે?
ઉત્તર– હે ગૌતમ ! મધ્યમ અવગાહનાવાળા એક નારકીથી, મધ્યમ અવગાહનાવાળા બીજા નારકી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય; પ્રદેશની અપેક્ષાએ તુલ્ય; અવગાહનાની અપેક્ષાએ કદાચિતુ હીન છે, કદાચિત તુલ્ય અને કદાચિતુ અધિક હોય છે. જો હીન હોય તો અસંખ્યાતમો ભાગ હીન, સંખ્યાતમો ભાગ હીન, સંખ્યાતગુણ હીન કે અસંખ્યાતગુણ હીન છે. જો અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક, સંખ્યાતમો ભાગ અધિક, સંખ્યાતગુણ અધિક કે અસંખ્યાતગુણ અધિક હોય છે અર્થાત્ ચૌઠાણવડિયા હોય છે. સ્થિતિની અપેક્ષાએ કદાચિતુ હીન, કદાચિત્ તુલ્ય અને કદાચિત્ અધિક હોય છે. જો હીન હોય તો અસંખ્યાતમો ભાગ હીન, સંખ્યાતમો ભાગ હીન, સંખ્યાતગુણ હીન કે અસંખ્યાતગુણ હીન હોય છે. જો અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક, સંખ્યાતમો ભાગ અધિક, સંખ્યાતગુણ અધિક કે અસંખ્યાતગુણ અધિક હોય છે અર્થાતુ ચૌઠાણવડિયા હોય છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના પર્યાયોની અપેક્ષાએ તથા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શનની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા હીનાધિક છે. હે ગૌતમ! તેથી એમ કહ્યું છે કે “મધ્યમ અવગાહનાવાળા નૈરયિકોના અનંત પર્યાયો છે.” વિવેચન :
આ સૂત્રોમાં જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ ત્રણે ય અવગાહનાવાળા નૈરયિકોના અનંત પર્યાયોનું કથન છે. નૈરયિકોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ અવગાહના ૫00 ધનુષ્ય છે તથા તે બંને વચ્ચેની સર્વ અવગાહનાઓ મધ્યમ અવગાહના છે.
જઘન્ય આદિ ત્રણે પ્રકારની અવગાહનાવાળા નારકી દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ તુલ્ય છે. અવગાહનાની અપેક્ષાએ જઘન્ય અવગાહનાવાળા નૈરયિકો અવગાહનાની અપેક્ષાએ તુલ્ય હોય છે અને ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નૈરયિકો પણ અવગાહનાની અપેક્ષાએ પરસ્પર તુલ્ય હોય છે. કારણ કે જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનાનું એક જ સ્થાન છે તેમાં કોઈ પણ પ્રકારની તરતમતા નથી. જઘન્ય અવગાહના માત્ર અંગુલના અસંખ્યાતમા ભાગની હોય છે અને ઉત્કૃષ્ટ અવગાહના માત્ર ૫૦૦ ધનુષની હોય છે. તેથી બે જઘન્ય અવગાહનાવાળા નૈરયિકોમાં કે બે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નૈરયિકોમાં અવગાહનાની અપેક્ષાએ તુલ્યતા હોય છે.
અજઘન્ય-અનુત્કૃષ્ટ એટલે મધ્યમ અવગાહનાવાળા નૈરયિકો અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા ન્યૂનાધિક હોય છે. જઘન્ય અંગુલનો અસંખ્યાતમોભાગ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષની અવગાહનાની વચ્ચેની જેટલી અવગાહનાઓ હોય છે તે તમામ મધ્યમ અવગાહના કહેવાય છે. તેના અસંખ્યાત ભેદ થવાથી તેમાં ચૌઠાણવડિયા ન્યૂનાધિકતા સંભવે છે. સ્થિતિની અપેક્ષાએ - જઘન્ય અવગાહનાવાળા નૈરયિકો સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા હીનાધિક હોય છે. કોઈ પણ નરકમાં ઉત્પન્ન થતાં નારકીની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની હોય છે. તેમાં પ્રથમ નરકની અપેક્ષાએ ૧૦,000 વર્ષની સ્થિતિ અને સાતમી નરકની અપેક્ષાએ ૩૩ સાગરોપમની સ્થિતિ હોય છે. ૧૦,૦૦૦ વર્ષ અને ૩૩ સાગરોપમ વચ્ચે ચાર પ્રકારે જૂનાધિકતા સંભવે