________________
[ ૩૯૬]
શ્રી પન્નવણા સત્ર: ભાગ-૧
सट्टयाए तुल्ले, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए तुल्ले, वण्णगंध रसफासपज्जवेहि, तिहिं णाणेहिं, तिहिं अण्णाणेहिं, तिहिं दंसणेहि य छट्ठाणवडिए । एवं उक्कोसट्ठिईए वि। अजहण्णुक्कोसट्ठिईए वि एवं चेव, णवरं सट्ठाणे चउट्ठाणवडिए । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! જઘન્ય સ્થિતિવાળા નૈરયિકોના કેટલા પર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ! અનંત પર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન! તેનું શું કારણ છે કે જઘન્ય સ્થિતિવાળા નૈરયિકોના અનંત પર્યાયો છે?
ઉત્તર- હે ગૌતમ! જઘન્ય સ્થિતિવાળા એક નારકી, જઘન્ય સ્થિતિવાળા બીજા નારકીથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે; પ્રદેશની અપેક્ષાએ પણ તુલ્ય છે; અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે; સ્થિતિની અપેક્ષાએ તુલ્ય; વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની અપેક્ષાએ તથા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શનની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે.
આ જ રીતે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નારકીના વિષયમાં પણ જાણવું. અજઘન્ય-અનુત્કૃષ્ટ(મધ્યમ) સ્થિતિવાળા નારકીના વિષયમાં પણ આ પ્રમાણે જ કહેવું જોઈએ. વિશેષતા એ છે કે સ્વસ્થાનમાં અર્થાત્ સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે. વિવેચન :
આ સૂત્રોમાં જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નારકીની અનંત પર્યાયોનું નિરૂપણ છે. નૈરયિકોની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષ, ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમ અને મધ્યમ સ્થિતિ- એક સમય અધિક દશ હજાર વર્ષથી એક સમય ન્યૂન તેત્રીસ સાગરોપમ છે.
જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નારકી– દ્રવ્ય અને પ્રદેશ અપેક્ષાએ તુલ્ય છે.
અવગાહનાની અપેક્ષાએ જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નૈરયિકો અવગાહનાની અપેક્ષાએ પરસ્પર તુલ્ય હોય અથવા ચૌઠાણવડિયા હોય છે. જઘન્ય ૧0,000 વર્ષની સ્થિતિવાળા રત્નપ્રભા પૃથ્વીના નિરયિકોની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પોણા આઠ ધનુષ અને છ અંગુલની છે. અંગુલના અસંખ્યાતમા ભાગના અસંખ્યાત ભેદ થાય છે તેથી તેમાં (૧) અસંખ્યાતમો ભાગ (૨) સંખ્યાતમો ભાગ (૩) સંખ્યાતગુણ અને (૪) અસંખ્યાતગુણ, તે ચાર પ્રકારે જૂનાધિકતા હોય છે.
મધ્યમ સ્થિતિવાળા નૈરયિકોની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમા ભાગથી કંઈક અધિક અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષની છે. તેથી તેમાં પણ ચૌઠાણવડિયા ન્યૂનાધિકતા હોય છે.
ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની સ્થિતિવાળા સાતમી નરકના નૈરયિકોની અવગાહના ઉત્પત્તિના સમયે જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષની હોય છે. તેમાં પણ ચૌઠાણવડિયા જૂનાધિકતા હોય છે.
સ્થિતિની અપેક્ષાએ જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નૈરયિકોનું સ્થિતિસ્થાન એકજ હોવાથી તેમાં પરસ્પર તુલ્યતા હોય છે. મધ્યમ સ્થિતિવાળા નૈરયિકોના સ્થિતિસ્થાન અસંખ્યાત હોવાથી તેમાં ચૌઠાણવડિયા ન્યૂનાધિકતા હોય છે. વર્ણાદિ ૨૦ બોલ તથા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન, તે નવ ઉપયોગની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા હોય છે.