________________
[ ૩૮૮ ]
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૧
हीणे, सिय तुल्ले, सिय अब्भहिए; जइ हीणे असंखेज्जइभागहीणे वा, संखेज्जइभागहीणे वा, संखेज्जगुणहीणे वा, असंखेज्जगुणहीणे वा; अह अब्भहिए असंखेज्जइभागमभहिए वा, संखेज्जइभागमब्भहिए वा, संखेज्जगुणमब्भहिए वा, असंखेज्जगुणमब्भहिए वा ठिईए तिट्ठाणवडिए; वण्णगंधरसफास, आभिणिबोहियणाणसुयणाण, मइअण्णाणसुयअण्णाण, अचक्खुदंसणपज्जवेहि य छट्ठाणवडिए । एवं तेइंदिया वि । एवं चउरिंदिया वि । णवरं दो दसणा- चक्खुदंसणं अचक्खुदंसणं च । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન ! બેઇન્દ્રિય જીવોના કેટલા પર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ ! અનંત પર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે બેઇન્દ્રિય જીવોના અનંત પર્યાયો છે?
ઉત્તર- હે ગૌતમ ! એક બેઇન્દ્રિય જીવ, બીજા બેઇન્દ્રિય જીવથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે; પ્રદેશની અપેક્ષાએ પણ તુલ્ય છે; અવગાહનાની અપેક્ષાએ કદાચિત્ હીન, કદાચિત્ તુલ્ય અને કદાચિત્ અધિક હોય છે. જો હીન હોય તો અસંખ્યાતમો ભાગ હીન, સંખ્યાતમો ભાગ હીન, સંખ્યાતગુણ હીન કે અસંખ્યાત ગુણ હીન હોય છે અને જો અધિક હોય તો અસંખ્યાતમો ભાગ, સંખ્યાતમો ભાગ, સંખ્યાતગુણ કે અસંખ્યાતગુણ અધિક હોય છે. સ્થિતિની અપેક્ષાએ ત્રણસ્થાન હીનાધિક હોય છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ તથા આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને અચક્ષુદર્શનના પર્યાયોની અપેક્ષાએ છસ્થાન હીનાધિક હોય છે.
આ જ પ્રમાણે તે ઇન્દ્રિય જીવોના પર્યાયોની અનંતતાના વિષયમાં સમજી લેવું જોઈએ. આ જ પ્રમાણે ચૌરેન્દ્રિય જીવોના પણ અનંત પર્યાયો હોય છે. વિશેષતા એ છે કે ચૌરેન્દ્રિય જીવોમાં ભાવની અપેક્ષાએ અચક્ષુદર્શન અને ચક્ષુદર્શન બે દર્શન હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ત્રણ વિકલેન્દ્રિય જીવોના અનંત પર્યાયોનું નિરૂપણ છે. બેઇન્દ્રિયાદિ જીવો, દ્રવ્યની અપેક્ષાએ અને આત્મપ્રદેશોની અપેક્ષાએ તુલ્ય છે. અવગાહનાની અપેક્ષાએ- તેમાં ચાર સ્થાનની જૂનાધિકતા હોય છે. તે જીવોની જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અવગાહના બેઇન્દ્રિયની બાર યોજન, તે ઇન્દ્રિયની ત્રણ ગાઉ અને ચૌરેન્દ્રિયની ચાર ગાઉની છે. તેના અસંખ્યાત ભેદ થઈ શકે છે. તેથી તેમાં (૧) સંખ્યાતમો ભાગ હીનાધિકતા (૨) અસંખ્યાતમો ભાગ હીનાધિકતા (૩) સંખ્યાતગુણ હીનાધિકતા અને (૪) અસંખ્યાતગુણ હીનાધિકતા, આ ચાર બોલોની હીનાધિકતા થાય છે. સ્થિતિની અપેક્ષાએ– તેમાં ત્રણસ્થાનની હીનાધિકતા હોય છે. તેની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ બેઇન્દ્રિયની બાર વર્ષ, તે ઇન્દ્રિયની ૪૯દિવસ અને ચૌરેન્દ્રિયની છ માસની છે. તે સ્થિતિ સંખ્યાતકાલની જ હોવાથી તેમાં સંખ્યાતગુણી ન્યૂનાધિકતા જ થાય છે, અસંખ્યાતગુણી ન્યૂનાધિકતા થતી નથી. તેથી (૧) અસંખ્યાતમો ભાગ હીનાધિકતા, (૨) સંખ્યાતમો ભાગ હીનાધિકતા અને (૩) સંખ્યાતગુણ હીનાધિકતા, આ ત્રણસ્થાનની હીનાધિકતા થાય છે. વર્ષાદિની અપેક્ષાએ- પૂર્વવત્ છસ્થાનની હીનાધિકતા હોય છે. ઉપયોગની અપેક્ષાએ વિકસેન્દ્રિયના અપર્યાપ્તામાં સાસ્વાદન સમ્યગુદર્શન હોવાથી બેઇન્દ્રિય અને તેઇન્દ્રિયમાં બે જ્ઞાન, બે અજ્ઞાન અને અચક્ષુદર્શન હોય છે. ચોરેન્દ્રિયમાં બે જ્ઞાન, બે અજ્ઞાન અને બેદર્શન હોય છે. જ્ઞાન-દર્શનની અપેક્ષાએ છસ્થાનની ન્યૂનાધિકતા હોય છે. આ રીતે વિકસેન્દ્રિયમાં અનંતપર્યાયો છે.