________________
| પાંચમું પદ વિશેષ (પર્યાય પદ)
[ ૩૮૯ ]
તુલ્ય
વિકલેજિયના પર્યાયોમાં ચૂનાધિકતા :દ્રવ્યથી | પ્રદેશથી અવગાહનાથી સ્થિતિથી | વાદિ શાન-દર્શનથી તુલ્ય |
તુલ્ય તુલ્ય | - તુલ્ય બેઈન્દ્રિય તેઈન્દ્રિયમાં ર જ્ઞાન, ૨ અજ્ઞાન અથવા
અથવા ૧દર્શન = ૫ ઉપયોગ, ચૌહાણવડિયા તિટ્ટાણવડિયા| છઠ્ઠાવડિયા | ચૌરેન્દ્રિયમાં ૨ જ્ઞાન, ૨ અજ્ઞાન
૨દર્શન = ૬ ઉપયોગ છઠ્ઠાણવડિયા તિર્યંચ પંચેન્દ્રિયોના અનંત પર્યાયોઃ|११ पंचेदियतिरिक्खजोणियाणं पज्जवा जहा णेरइयाणं तहा भाणियव्वा । ભાવાર્થ - પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવોના પર્યાયોનું કથન નૈરયિકોની સમાન જાણવું જોઈએ. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં તિર્યંચ પંચેન્દ્રિયના અનંત પર્યાયોનું કથન નૈરયિકોના અતિદેશપૂર્વક છે.
તિર્યંચ પંચેન્દ્રિય જીવો દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય છે. અવગાહનાની અપેક્ષાએતેમાં ચૌઠાણવડિયા ન્યૂનાધિકતા છે. તેની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક હજાર યોજન છે, તેના અસંખ્યાત ભેદ થતાં હોવાથી તેમાં સંખ્યાત ભાગ, અસંખ્યાત ભાગ, સંખ્યાતગુણ અને અસંખ્યાતગુણ ન્યૂનાધિકતા રૂપ ચૌઠાણવડિયા ન્યૂનાધિકતા થાય છે. સ્થિતિની અપેક્ષાએ– તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. પલ્યોપમ કાલ તે અસંખ્યાત કાલ છે, અંતર્મુહૂર્તથી તે અસંખ્યગણો છે. તેથી તેમાં ચાર સ્થાનની ન્યૂનાધિકતા થાય છે. પાંચ સ્થાવર અને વિકસેન્દ્રિય જીવોની સ્થિતિ સંખ્યાતકાલની હોવાથી તેમાં ત્રણસ્થાનની ન્યુનાધિકતા છે. તિર્યંચ પંચેન્દ્રિય અને નૈરયિક આ બંનેની સ્થિતિ અસંખ્યાતકાલની છે તેથી સૂત્રકારે તિર્યંચ પંચેન્દ્રિયની સ્થિતિના કથનમાં પાંચ સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિયની સ્થિતિનો અતિદેશ ન કરતાં નારકીની સ્થિતિનો અતિદેશ કર્યો છે. તેમાં ચાર સ્થાનની ન્યૂનાધિકતા થાય છે. વર્ણાદિની અપેક્ષાએ– છ સ્થાનની હીનાધિકતા છે. તેનું સ્પષ્ટીકરણ પણ નારકીના વર્ણન પ્રમાણે સમજવું. જ્ઞાન-દર્શનની અપેક્ષાએ– તિર્યંચ પંચેન્દ્રિયમાં ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન હોય છે, આ નવ ઉપયોગમાં છ સ્થાનની હીનાધિકતા હોય છે. આ રીતે તિર્યંચ પંચેન્દ્રિયમાં અનંત પર્યવો હોય છે. તિર્યંચ પંચેન્દ્રિયોના પર્યાયોમાં ચૂનાધિકતા - દ્રવ્યથી | પ્રદેશથી | અવગાહનાથી સ્થિતિથી | વર્ણાદિ | શાન-દર્શનથી તુલ્ય | તુલ્ય | તુલ્ય તુલ્ય
| | ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન અથવા અથવા
અથવા ૩ દર્શન = ૯ ઉપયોગ ચૌઠાણવડિયા | ચૌઠાણવડિયા | છઠ્ઠાણવડિયા | છઠ્ઠાણવડિયા મનુષ્યોના અનંતપર્યાયો - १२ मणुस्साणं भंते ! केवइया पज्जवा पण्णत्ता ? गोयमा ! अणंता ! पज्जवा