________________
શ્રી પન્નવણા સૂત્ર : ભાગ-૧
गोयमा ! वाउकाइए वाउकाइयस्स दव्वट्टयाए तुल्ले, परसट्टयाए तुल्ले, ओगाहणट्टयाए चउट्ठाणवडिए, ठिईए तिट्ठाणवडिए, वण्णगंध-रस-फासमइअण्णाण सुयअण्णाण - अचक्खुदंसणपज्जवेहिं य छट्ठाणवडिए ।
૩૮૬
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! વાયુકાયિક જીવોના કેટલા પર્યાયો છે? ઉત્તર– હે ગૌતમ ! અનંતપર્યાયો છે. પ્રશ્ન– હે ભગવન્ ! તેનું શું કારણ છે કે વાયુકાયિક જીવોના અનંત પર્યાયો છે ?
ઉત્તર– હે ગૌતમ ! એક વાયુકાયિક જીવ, બીજા વાયુકાયિક જીવથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય; પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય; અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા; સ્થિતિની અપેક્ષાએ તિાણવડિયા અને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને અચક્ષુદર્શન પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે.
९ वणस्सइकाइयाणं भंते ! केवइया पज्जवा पण्णत्ता ? गोयमा ! अनंता पज्जवा पण्णत्ता । से केणद्वेणं भंते ! एवं वुच्चइ वणस्सइकाइयाणं अणंता पज्जवा पण्णत्ता ?
गोयमा ! वणस्सइकाइए वणस्सइकाइयस्स दव्वट्टयाए तुल्ले, परसट्टयाए तुल्ले, ओगाहणट्टयाए चउट्ठाणवडिए, ठिईए तिट्ठाणवडिए, वण्ण-गंध-रस- फास-मइअण्णाण-सुयअण्णाण-अचक्खुदंसणपज्जवेहिं य छट्ठाणवडिए, से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ वणस्सइकाइयाणं अणंता पज्जवा पण्णत्ता ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! વનસ્પતિકાયિક જીવોના કેટલા પર્યાયો છે ? ઉત્તર- હે ગૌતમ ! અનંતપર્યાય છે. પ્રશ્ન− હે ભગવન્ ! તેનું શું કારણ છે કે વનસ્પતિકાયિક જીવોના અનંત પર્યાયો છે ?
ઉત્તર– હે ગૌતમ ! એક વનસ્પતિકાયિક જીવ, બીજા વનસ્પતિકાયિક જીવથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય; પ્રદેશોની અપેક્ષાએ પણ તુલ્ય; અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા, સ્થિતિની અપેક્ષાએ તિક્રાણવડિયા અને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન તેમજ અચક્ષુદર્શનના પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવિડયા છે. તેથી હે ગૌતમ ! એમ કહ્યું છે કે વનસ્પતિકાયિક જીવોના અનંત પર્યાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પૃથ્વીકાયિકાદિ પાંચ સ્થાવરોના પૃથ-પૃથક્ અનંત-અનંત પર્યાયોનું નિરૂપણ છે. (૧) દ્રવ્યની અપેક્ષાએ ઃ– પૃથ્વીકાયાદિ જીવો આત્મ દ્રવ્યની અપેક્ષાએ પરસ્પર તુલ્ય છે. (૨) પ્રદેશની અપેક્ષાએ ઃ– આત્મ પ્રદેશોની અપેક્ષાએ પરસ્પર તુલ્ય છે.
(૩) અવગાહનાની અપેક્ષાએ :- ચૌઠાણવડિયા અર્થાત્ ચાર સ્થાન હીનાધિક છે. પૃથ્યાદિ ચાર સ્થાવરોની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની જ છે. અંગુલના અસંખ્યાતમા ભાગના પણ અસંખ્યાત ભેદ હોય છે તેથી ચારે ય સ્થાવરની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની હોવા છતાં તેમાં ચાર સ્થાનની ન્યૂનાધિકતા થઈ શકે છે. વનસ્પતિકાયની ઉત્કૃષ્ટ અવગાહના એક હજાર યોજનની છે. તેમાં પણ ચાર સ્થાનની હીનાધિકતા થાય છે.
(૪) સ્થિતિની અપેક્ષાએ ઃ– તિટ્યાણવડિયા હીનાધિક છે, યથા– અસંખ્યાતમો ભાગ, સંખ્યાતમો ભાગ કે સંખ્યાતગુણ હીનાધિકતા થાય છે, પરંતુ અસંખ્યાતગુણ હીનાધિકતા થતી નથી, યથા