________________
| પાંચમું પદ વિશેષ (પર્યાય પદ)
૩૮૫
અધિક છે. જો હીન હોય તો અસંખ્યાતમો ભાગ, સંખ્યાતમો ભાગ, સંખ્યાતગુણ કે અસંખ્યાતગુણ હીન હોય છે અને જો અધિક હોય તો સંખ્યાતમોભાગ, અસંખ્યાતમો ભાગ, સંખ્યાતગુણ કે અસંખ્યાતગુણ અધિક હોય છે. આ રીતે અવગાહનામાં ચૌઠાણવડિયા હીનાધિકતા છે. સ્થિતિની અપેક્ષાએ કદાચિત્ હીન, કદાચિત્ તુલ્ય કે કદાચિત્ અધિક છે. જો ન્યૂનાધિક હોય તો ત્રણ સ્થાનની ન્યૂનાધિકતા હોય છે યથા– અસંખ્યાતમો ભાગ હીન, સંખ્યાતમો ભાગ હીન કે સંખ્યાતગુણ હીન હોય છે અને અસંખ્યાતમો ભાગ અધિક, સંખ્યાતમો ભાગ અધિક કે સંખ્યાતગુણ અધિક હોય છે અર્થાત્ સ્થિતિની અપેક્ષાએ તિટ્ટાણવડિયા છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની અપેક્ષાએ તથા મતિઅજ્ઞાન પર્યાયો, શ્રુતઅજ્ઞાન પર્યાયો અને અચક્ષુદર્શન પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા અર્થાતુ છ સ્થાનોની ન્યૂનાધિકતા હોય છે. |६ आउकाइयाणं भंते ! केवइया पज्जवा पण्णत्ता? गोयमा ! अणंता पज्जवा पण्णत्ता। से केणटेणं भंते ! एवं वुच्चइ आउकाइयाणं अणंता पज्जवा पण्णत्ता ?
गोयमा ! आउकाइए आउकाइयस्सदव्वट्ठयाए तुल्लेपएसट्ठयाए तुल्ले, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए तिट्ठाणवडिए, वण्णगंधरसफासमइअण्णाणसुयअण्णाणअचक्खुदसणपज्जवेहि यछट्ठाणवडिए । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અપ્લાયિક જીવોના કેટલા પર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ! અનંત પર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે અપ્લાયિક જીવોના અનંતપર્યાય છે?
ઉત્તર- હે ગૌતમ! એક અપ્લાયિક જીવ, બીજા અષ્કાયિક જીવથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે; પ્રદેશોની અપેક્ષાએ પણ તુલ્ય છે; અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે; સ્થિતિની અપેક્ષાએ તિટ્ટાણવડિયા અને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, મતિજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને અચક્ષુદર્શન પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે. | ७ तेउक्काइयाणं पुच्छा ? गोयमा ! अणंता पज्जवा पण्णत्ता । से केणटेणं भंते ! एवं वुच्चइ तेउकाइयाणं अणता पज्जवा पण्णत्ता ?
___ गोयमा ! तेउक्काइएतेउक्काइयस्सदव्वट्ठयाएतुल्ले, पएसट्ठयाए तुल्ले, ओगाहणट्ठयाए चट्ठाणवडिए, ठिईए तिट्ठाणवडिए, वण्ण-गंध-रस-फास-मइअण्णाण सुयअण्णाण अचक्खुदंसणपज्जवेहिं य छट्ठाणवडिए। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તેજસ્કાયિક જીવોના કેટલા પર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ ! અનંત પર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે તેજસ્કાયિક જીવોના અનંત પર્યાય છે?
ઉત્તર– હે ગૌતમ! એક તેજસ્કાયિક, બીજા તેજસ્કાયિક જીવથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે. પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય છે, અવગાહનાની અપેક્ષાએ ચૌહાણવડિયા છે, સ્થિતિની અપેક્ષાએ તિટ્ટાણવડિયા અને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને અચક્ષુદર્શનના પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે. | ८ वाउक्काइयाणं पुच्छा ? गोयमा ! वाउकाइयाणं अणंता पज्जवा पण्णत्ता । से केण?णं भंते ! एवं वुच्चइ वाउकाइयाणं अणंता पज्जवा पण्णत्ता ?