________________
પાંચમું પદ : વિશેષ(પર્યાય પદ)
(૫) એક નૈયિકના કાળાવર્ણપર્યાય ૨૦૦ અને બીજાના ૧૦,૦૦૦ હોય, તો ૧૦,૦૦૦ની અપેક્ષાએ ૨૦૦ અસંખ્યાતગુણ હીન અને ૨૦૦ની અપેક્ષાએ ૧૦,૦૦૦ અસંખ્યાતગુણ અધિક કહેવાય છે. (૬) એક નૈરિયકના કાળાવર્ણપર્યાય ૧૦૦ અને બીજાના ૧૦,૦૦૦ હોય, તો ૧૦,૦૦૦ની અપેક્ષાએ ૧૦૦ અનંતગુણ હીન અને ૧૦૦ની અપેક્ષાએ ૧૦,૦૦૦ અનંતગુણ અધિક કહેવાય છે. આ રીતે પાંચે વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શના પર્યાયોમાં છઠ્ઠાણવડિયા ન્યૂનાધિકતા છે.
૩૮૩
આ સર્વ દષ્ટિકોણથી વિચારતાં એક-એક નૈરયિકોના સ્વનિમિત્તક અને પર નિમિત્તક અનંત-અનંત પર્યાયો સહજ સિદ્ધ થઈ જાય છે.
ભવનવાસી દેવોના અનંત પર્યાયો -
४ असुरकुमाराणं भंते ! केवइया पज्जवा पण्णत्ता ? गोयमा ! अणंता पज्जवा पण्णत्ता । से केणट्टेणं भंते ! एवं वुच्चइ असुरकुमाराणं अणंता पज्जवा पण्णत्ता ?
गोयमा ! असुरकुमारे असुरकुमारस्स दव्वट्टयाए तुल्ले, पएसट्टयाए तुल्ले, ओगाहणट्टयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, कालवण्णपज्जवेहिं छट्ठाणवडिए एवं णीलवण्णपज्जवेहिं; लोहियवण्णपज्जवेहिं; हालिद्दवण्णपज्जवेहिं; सुक्किलवण्णपज्जवेहिं; सुब्भिगंधपज्जवेहिं, दुब्भिगंधपज्जवेहिं; तित्तरसपज्जवेहिं, कड्डुयरसपज्जवेहिं, कसायरसपज्जवेहिं, अंबिलरसपज्जवेहिं, महुररसपज्जवेहिं; कक्खडफासपज्जवेहिं, मउयफासपज्जवेहिं, गरुयफासपज्जवेहिं, लहुयफासपज्जवेहिं, सीयफासपज्जवेहिं, उसिणफासपज्जवेहिं, णिद्धफासपज्जवेहिं, लुक्खफासपज्जवेहिं; आभिणिबोहियणाणपज्जवेहिं, सुयणाणपज्जवेहिं, ओहिणाणपज्जवेहिं, मइअण्णाणपज्जवेहिं, सुयअण्णाणपज्जवेहिं, विभंगणाणपज्जवेहिं चक्खुदंसणपज्जवेहिं, अचक्खुदंसणपज्जवेहिं, ओहिदंसण- पज्जवेहिं य छट्टाणवडिए से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ असुरकुमाराणं अणंता पज्जवा पण्णत्ता । एवं जहा असुरकुमारा तहा णागकुमारा वि जाव थणियकुमारा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! અસુરકુમારોના કેટલા પર્યાયો છે ? ઉત્તર− હે ગૌતમ ! અનંત પર્યાયો છે. પ્રશ્ન– હે ભગવન્ ! તેનું શું કારણ છે કે, અસુરકુમારોના પર્યાયો અનંત છે ?
•
ઉત્તર– હે ગૌતમ ! એક અસુરકુમાર, બીજા અસુરકુમારથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય, પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય; અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા, સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા, કૃષ્ણવર્ણ પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે; આ પ્રમાણે નીલવર્ણ પર્યાયો, લાલવર્ણ પર્યાયો, પીળાવર્ણ પર્યાયો, શુક્લવર્ણ પર્યાયોની અપેક્ષાએ; સુગંધ અને દુર્ગંધ પર્યાયોની અપેક્ષાએ, તિક્તરસ પર્યાયો, કટુરસ પર્યાયો, કષાયરસ પર્યાયો, આમ્બરસ-પર્યાયો અને મધુરરસ પર્યાયોની અપેક્ષાએ; કર્કશ સ્પર્શ પર્યાયો, મૃદુ સ્પર્શ પર્યાયો, ગુરુસ્પર્શ પર્યાયો, લઘુસ્પર્શ પર્યાયો, શીતસ્પર્શ પર્યાયો, ઉષ્ણસ્પર્શ પર્યાયો, સ્નિગ્ધસ્પર્શ પર્યાયો અને રૂક્ષ સ્પર્શ પર્યાયોની અપેક્ષાએ તથા આભિનિબોધિકજ્ઞાન પર્યાયો, શ્રુતજ્ઞાન પર્યાયો, અવધિજ્ઞાન પર્યાયો, મતિઅજ્ઞાન પર્યાયો, શ્રુતઅજ્ઞાન પર્યાયો, વિભંગજ્ઞાન પર્યાયો, ચક્ષુદર્શન પર્યાયો, અચક્ષુદર્શન પર્યાયો અને અવધિ દર્શન પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા હીનાધિક છે. તેથી હે ગૌતમ ! એ