________________
૩૮૨ |
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
૪૯૮ ધનુષની અપેક્ષાએ સંખ્યાતમો ભાગ અધિક છે. (૩) એક નારકીની એક્સો પચ્ચીસ(૧૨૫) ધનુષની અવગાહના છે અને બીજા નારકીની પાંચસો(૫૦૦) ધનુષની અવગાહના છે. એકસો પચ્ચીસના ચાર ગુણા(૧૨૫૮૪ =) પાંચસો ધનુષ થાય છે. તેથી એક્સો પચ્ચીસ(૧૨૫) ધનુષની અવગાહનાવાળો નારકી, ૫૦૦ ધનુષની અવગાહનાવાળા નારકીથી સંખ્યાતગુણ હીન છે અને ૫૦૦ ધનુષની અવગાહનાવાળો એકસો પચ્ચીસ ધનુષની અવગાહનાવાળા નારકીથી સંખ્યાતગુણ અધિક છે. (૪) એક નારકી અપર્યાપ્તાવસ્થામાં અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહનાવાળો છે અને બીજો નારકી ૫૦૦ ધનુષની અવગાહનાવાળો છે. અંગુલના અસંખ્યાતમા ભાગને અસંખ્યાતવાર ગુણિત કરીએ ત્યારે ૫૦૦ ધનુષ બને છે. તેથી અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહનાવાળો નારકી, ૫૦૦ ધનુષની અવગાહનાવાળા નારકીથી અસંખ્યાતગુણ હીન કહેવાય અને ૫૦૦ ધનુષની અવગાહનાવાળો નારકી, અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહનાવાળા નારકીથી અસંખ્યાતગુણ અધિક કહેવાય છે. ક્રિમ એક નારકી કરતાં | બીજા નારકીની
ચૌહાણવડિયા હીનાધિકતા ૧ | ૫૦૦ ધનુષવાળા નારકીથી અંગુલના અસંવે ભાગ ન્યૂન ૫૦૦ ધનુષ્યવાળો નારકી અસંખ્યાતમો ભાગ હીન છે. ૨ | ૫૦૦ ધનુષવાળા નારકીથી ૪૯૮ ધનુષવાળો નારકી
સંખ્યાતમો ભાગ હીન છે. ૩૫00 ધનુષવાળા નારકીથી ૧૨૫ ધનુષવાળો નારકી
સંખ્યાતગુણહીન છે. ૪ |૫૦૦ ધનુષવાળા નારકીથી અંગુલના અસંભાગની અવગાહનાવાળો નારકી | અસંખ્યાતગુણહીન છે. ૧ | અંગુલના અસંહ ભાગ ન્યૂન |૫૦૦ ધનુષવાળો નારકી
અસંખ્યાતમો ભાગ અધિક છે. ૫૦૦ ધનુષ્યવાળા નારકીથી ૨ |૪૯૮ ધનુષની અવગાહનાવાળાથી૫૦૦ ધનુષવાળો નારકી
સંખ્યાતમો ભાગ અધિક છે. ૩ |૧૨૫ ધનુષની અવગાહનાવાળાથી ૫૦૦ ધનુષવાળો નારકી
સંખ્યાતગુણ અધિક છે. ૪ | અંગુલના અસંખ્યાત ભાગની ૫૦૦ ધનુષની અવગાહનાવાળો નારકી અસંખ્યાતગુણ અધિક છે.
| અવગાહનાવાળા નારકીથી અસત્કલ્પનાથી નૈરયિકોના વર્ણાદિ છઠ્ઠાણવડિયા નાવિકતાનું સ્પષ્ટીકરણ - આ હીનાધિકતા છઠાણવડિયા છે, યથા– (૧) એક નૈરયિકના કાળાવર્ણના પર્યાય ૧૦,000 અને બીજાના ૯,૯૦૦ હોય, તો ૧૦,૦૦૦ની અપેક્ષાએ ૯,૯૦૦ અનતમો ભાગ હીન છે અને બીજા નૈરયિકના કાળાવર્ણ પર્યાયથી પ્રથમ નૈરયિકના કાળાવર્ણ પર્યાય અનતમો ભાગ અધિક કહેવાય છે. (૨) એક નૈરયિકના કાળાવર્ણ પર્યાય ૧૦,૦૦૦ છે અને બીજાના ૯,૮૦૦ છે. ૧૦,૦૦૦ની અપેક્ષાએ ૯,૮00 અસંખ્યાતમો ભાગ હીન છે, તેથી પ્રથમ નૈરયિકના કાળાવર્ણ પર્યાયથી બીજા નૈરયિકના કાળ વિર્ણ પર્યાય અસંખ્યાતમો ભાગ હીન અને બીજા નૈરયિકના કાળાવર્ણપર્યાયથી પ્રથમ નૈરયિકના કાળ વિર્ણ પર્યાય અસંખ્યાતમો ભાગ અધિક કહેવાય છે. (૩) તે જ રીતે એક નૈરયિકના કાળાવર્ણ પર્યાય ૧૦,000 અને બીજાના ૯,000 હોય, તો ૧૦,000ની અપેક્ષાએ ૯,000 સંખ્યાતમો ભાગ હીન અને ૯,૦૦૦ની અપેક્ષાએ ૧૦,000 સંખ્યાતમો ભાગ અધિક કહેવાય છે. (૪) એક નૈરયિકના કાળાવર્ણપર્યાય ૧,000 અને બીજાના ૧૦,000 હોય, તો ૧૦,000ની અપેક્ષાએ ૧,૦00 સંખ્યાતગણ હીન અને ૧,000ની અપેક્ષાએ ૧૦,000 સંખ્યાતગુણ અધિક કહેવાય છે.