________________
| પાંચમું પદ વિશેષ (પર્યાય પદ) .
[ ૩૮૧ |
(૪) સખ્યાત ગુણ હીન-અધિક – અનંત પર્યાયોને સંખ્યાતાની રાશિથી ગુણતાં જે રાશિ આવે તે સંખ્યાત ગુણ કહેવાય. અસત્ કલ્પનાથી અનંત પર્યાયો ૧000 છે. તેને સંખ્યાતની રાશિ દશ વડે ગુણતાં ૧૦૦૦x૧૦ = ૧૦,૦૦૦ આવે. ૧૦,૦૦૦ની અપેક્ષાએ ૧,000 સંખ્યાતગુણ હીન છે અને ૧,૦૦૦ની અપેક્ષાએ ૧૦,૦૦૦ સંખ્યાતગુણ અધિક છે. (૫) અસંખ્યાત ગુણ હીન-અધિક – અનંત પર્યાયોને અસંખ્યાતની રાશિથી ગુણતાં જે રાશિ આવે તે અસંખ્યાત ગુણ કહેવાય. અસતુ કલ્પનાથી અનંત પર્યાયો ૨૦૦ છે. તેને અસંખ્યાતની રાશિ ૫૦ વડે ગુણતાં ૨૦૦૪૫૦ = ૧૦,૦૦૦ આવે છે. ૧૦,૦૦૦ની અપેક્ષાએ ૨૦૦ અસંખ્યાતગુણ હીન છે અને ૨૦૦ની અપેક્ષાએ ૧૦,000 અસંખ્યાતગુણ અધિક છે. () અનંતગુણ હીન-અધિક - અનંત પર્યાયોને અનંતની રાશિથી ગુણતાં જે રાશિ આવે તે અનંતગુણ કહેવાય. અસત્ કલ્પનાથી અનંત પર્યાયો ૧૦૦ છે. તેને અનંતની રાશિ રૂપ ૧૦૦ વડે ગુણતાં ૧૦૦=૧00 = ૧૦,૦૦૦ આવે છે. ૧૦,000ની અપેક્ષાએ ૧૦૦ અનંતગુણ હીન છે અને ૧૦૦ની અપેક્ષાએ ૧૦,૦૦૦ અનંતગુણ અધિક છે. નોધ– સંખ્યાત ગુણ આદિના સ્વરૂપને સમજવા માટે ગુણાકાર કરતાં પ્રત્યેકનો જવાબ ૧0,000 આવે તેથી અનંત પર્યાયોની કાલ્પનિક રાશિમાં તરતમતા કરી છે. અસત્કલ્પના દ્વારા ષસ્થાનપતિત - ષટ્રસ્થાન હીન
ષસ્થાન અધિક ૧ ૧૦,૦૦૦ની અપેક્ષાએ ૯,૯૦૦ અનંતભાગહીન I૧ ૯,૯૦૦ની અપેક્ષાએ ૧0,000 અનંતભાગ અધિક ૨ ૧૦, ૦૦૦ની અપેક્ષાએ ૯,૮00 અસંખ્યાતભાગહીન પર ૯,૮૦૦ની અપેક્ષાએ ૧૦,૦૦૦ અસંખ્યાતભાગ અધિક ૩ ૧૦,૦૦૦ની અપેક્ષાએ ૯,૦૦૦ સંખ્યાતભાગહીન ૩ ૯000ની અપેક્ષાએ ૧૦,000 સંખ્યાતભાગ અધિક ૪ ૧૦, ૦૦૦ની અપેક્ષાએ ૧,000 સંખ્યાતગુણહીન I૪ ૧૦૦૦ની અપેક્ષાએ ૧૦,૦૦૦ સંખ્યાતગુણ અધિક ૫ ૧૦, ૦૦૦ની અપેક્ષાએ ર00 અસંખ્યાતગુણહીન J૫ ૨૦૦ની અપેક્ષાએ ૧૦,000 અસંખ્યાતગુણ અધિક ૬ ૧0,000ની અપેક્ષાએ ૧00 અનંતગુણહીન Is 100ની અપેક્ષાએ ૧૦,000 અનંતગુણ અધિક નોંધઃ કોઈ પણ બે જીવોના પર્યાયોમાં આ ષટ્રસ્થાનની અપેક્ષાએ જ ન્યૂનાધિકતા હોય છે.
નરયિકોની અવગાહના ચૌહાણવડિયા ન્યુનાધિકતાનું સ્પષ્ટીકરણ :- જીવોની અવગાહનાના અસંખ્યાત સ્થાન જ છે. તેથી તેમાં અનંત ભાગ હાનિ-વૃદ્ધિ કે અનંતગુણ હાનિ-વૃદ્ધિ થતી નથી. નૈરયિકોની અવગાહનામાં ઉપરોક્ત છસ્થાનમાંથી ચારસ્થાનની હાનિ વૃદ્ધિ કહી છે. જેમ કે– (૧) એક નારકીની અવગાહના ૫૦૦ (પાંચસો) ધનુષની છે અને બીજા નારકીની અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ ચુન(ઓછી) ૫૦૦ ધનુષની છે. અંગુલનો અસંખ્યાતમો ભાગ તે પાંચસો ધનુષનો અસંખ્યાતમો ભાગ છે, તેથી અંગુલનો અસંખ્યાતમો ભાગ ન્યૂન ૫૦૦ ધનુષની અવગાહનાવાળો નારકી, સંપૂર્ણ ૫૦૦(પાંચસો) ધનુષની અવગાહનાવાળા નારકીની અપેક્ષાએ અસંખ્યાતમો ભાગ હીન છે અને ૫૦૦ ધનુષની અવગાહનાવાળો નારકી, ચૂનઅવગાહનાવાળા કરતાં અસંખ્યાતમો ભાગ અધિક છે. (૨) એક નારકીની ૫૦૦ ધનુષની અવગાહના છે અને બીજા નારકીની ૪૯૮ ધનુષની અવગાહના છે. બે ધનુષ, પાંચસો ધનુષનો સંખ્યાતમો ભાગ છે. તેથી બીજો નારકી પહેલા નારકીથી સંખ્યાતમો ભાગ હીન છે. જ્યારે પહેલો ૫૦૦ ધનુષવાળો નારકી