________________
૩૮૦
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
અસંખ્યાતમો ભાગ (૩) સંખ્યાતમો ભાગ (૪) સંખ્યાતગુણ (૫) અસંખ્યાતગુણ અને (૬) અનંતગુણ, એમ છ પ્રકારે હાનિ વૃદ્ધિ હોય તે. અસત્ કલ્પનાથી છઠ્ઠાણવડીયા ન્યુનાધિકતાનું સ્વરૂપ - ન્યૂનાધિકતાના કુલ છ સ્થાન છે. તેને માટે જૈનદર્શનમાં છઠ્ઠાણવડિયા શબ્દ પ્રયોગ થાય છે. તેમાં છ સ્થાન હાનિના અને છ સ્થાન વૃદ્ધિના છે. હીનાધિકતા (ન્યૂનાધિકતા) પરસ્પર સાપેક્ષ હોય છે અર્થાત્ એક વસ્તુ બીજી વસ્તુથી હીન હોય, તો તે બીજી વસ્તુ પહેલી વસ્તુથી અધિક હોય છે. પ્રસ્તુતમાં ન્યૂનાધિકતાના છ સ્થાન આ પ્રમાણે છેહાનિના છ સ્થાન
વૃદ્ધિના છ સ્થાન (૧) અનંતમો ભાગ હીન (૧) અનંતમો ભાગ અધિક (૨) અસંખ્યાતમો ભાગ હીન (૨) અસંખ્યાતમો ભાગ અધિક (૩) સંખ્યાતમો ભાગ હીન (૩) સંખ્યાતમો ભાગ અધિક (૪) સંખ્યાતગુણ હીન
(૪) સંખ્યાતગુણ અધિક (૫) અસંખ્યાતગુણ હીન (૫) અસંખ્યાતગુણ અધિક (૬) અનંતગુણ હીન
(૬) અનંતગુણ અધિક છઠાણવડિયાના સ્વરૂપને સમજાવવા વૃત્તિકારે અસત્ કલ્પના કરી છે. અસત્ કલ્પનાથી અનંતાનંત પર્યાયો ૧૦,૦૦૦ પ્રમાણ છે. અનંતમા ભાગને સમજવા માટે અનંત જીવરાશિ ૧૦૦ પ્રમાણ છે. અસંખ્યાતમા ભાગને સમજવા માટે લોકાકાશના અસંખ્યાત પ્રદેશો ૫૦ પ્રમાણ છે અને સંખ્યામાં ભાગને સમજવા માટે સંખ્યાતાની રાશિ ૧૦ પ્રમાણ છે અર્થાત્ અનંતાનંત પર્યાય = ૧૦,000, અનંત = ૧00 અસંખ્યાત = ૫૦ અને સંખ્યાત = ૧૦ ધારવા. (૧) અનંત ભાગ હીન-અધિક - અનંત પર્યાયોને અનંતની રાશિથી ભાગતાં જે ભાગ આવે તે અનંતમો ભાગ કહેવાય. યથા– ૧૦,000 પર્યાયોને અનંતરાશિ રૂપ ૧૦૦થી ભાગતા,10,000+૧૦૦ = ૧૦૦ આવે. “સો’ તે દશ હજારનો અનંતમો ભાગ છે. તેને ૧૦,૦૦૦માંથી ધૂન કરીએ, તો તે અનંતમો ભાગ હીન કહેવાય. યથા– ૧૦,૦૦૦–૧૦૦ = ૯,૯૦૦. ૧૦,૦૦૦ની અપેક્ષાએ ૯,૯૦૦ની સંખ્યા અનંતમો ભાગ હીન અને ૯,૯૦૦ની અપેક્ષાએ ૧૦,૦૦૦ની સંખ્યા અનંતમો ભાગ અધિક કહેવાય છે. (ર) અસંખ્યાત ભાગ હીન-અધિક – અનંત પર્યાયોને અસંખ્યાતની રાશિથી ભાગતાં જે ભાગ આવે તે અસંખ્યાતમો ભાગ કહેવાય. યથા– ૧૦,૦૦૦ પર્યાયોને અસંખ્યાતની રાશિ રૂપ ૫૦ થી ભાગતાં, ૧૦,000+૫૦ = ૨૦૦ આવે. બસો’ તે દશ હજારનો અસંખ્યાતમો ભાગ છે. તેને ૧૦,૦૦૦માંથી જૂન કરતાં અસંખ્યાતમો ભાગ હીન થાય છે. યથા– ૧0,000–300 = ૯,૮00. ૧૦,000ની અપેક્ષાએ ૯,૮00 અસંખ્યાતમો ભાગ હીન છે અને ૯,૮૦૦ની અપેક્ષાએ ૧૦,૦૦૦ અસંખ્યાતમો ભાગ અધિક છે. (૩) સંખ્યાત ભાગ હીન-અધિક :- અનંત પર્યાયોને સંખ્યાતાની રાશિથી ભાગતાં જે ભાગ આવે તે સંખ્યાતમો ભાગ કહેવાય. યથા- ૧૦,000 પર્યાયોને સંખ્યાતાની રાશિ રૂ૫ દશથી ભાગતાં, ૧૦,000+ ૧૦ = ૧,૦૦૦ આવે. “એક હજાર’ તે દશ હજારની સંખ્યાતમો ભાગ છે. તેને ૧૦,૦૦૦માંથી ન્યૂન કરતાં અસંખ્યાતમો ભાગ હીન થાય છે. યથા- ૧૦,૦૦૦–૧000 = ૯,૦૦૦. ૧૦,૦૦૦ની અપેક્ષાએ ૯,000 સંખ્યાતમો ભાગ હીન છે અને ૯,૦૦૦ની અપેક્ષાએ ૧0,000 સંખ્યાતમો ભાગ અધિક છે.