________________
| પાંચમું પદ વિશેષ (પર્યાય પદ).
૩૭૯
એકનારકીની તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે અને બીજા નારકીની એક પલ્યોપમન્યૂન તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે. દશ ક્રોડાક્રોડી પલ્યોપમનો એક સાગરોપમ થાય છે. તેથી એક પલ્યોપમ હીન સ્થિતિવાળો નારકી, તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળા નૈરયિકથી સંખ્યાતમો ભાગ હીન સ્થિતિવાળો અને તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળો નારકી પહેલાની અપેક્ષાએ સંખ્યાતમો ભાગ અધિક સ્થિતિ- વાળો કહેવાય છે. (૩) એક નારકીની એક સાગરોપમની સ્થિતિ છે અને બીજા નારકીની તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે. તેમાં એક સાગરોપમ સ્થિતિવાળો નૈરયિક, તેત્રીસ સાગરોપમવાળા નૈરયિકની અપેક્ષાએ સંખ્યાતગુણહીન અને તેત્રીસ સાગરોપમવાળો નૈરયિક એક સાગરોપમવાળા નૈરયિકથી સંખ્યાતણ અધિક કહેવાય છે. (૪) એક નારકીની દશ હજાર વર્ષની સ્થિતિ છે અને બીજા નારકીની તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે. દશ હજાર વર્ષને અસંખ્યાતવાર ગુણા કરીએ ત્યારે તેત્રીસ સાગરોપમ થાય છે. તેથી દશ હજાર વર્ષની સ્થિતિવાળ ૧ નારકી, તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળા નારકી કરતાં અસંખ્યાતગણ હીન અને તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળો નારકી, દશ હજાર વર્ષની સ્થિતિવાળા નારકીથી અસંખ્યાતગણ અધિક કહેવાય છે. આ રીતે નારકીમાં સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા ન્યૂનાધિકતા સંભવે છે. જીવોના સ્થિતિ સ્થાનો અસંખ્યાતા છે તેથી કોઈ પણ જીવોની સ્થિતિમાં અનંતભાગ કે અનંતગુણ હાનિવૃદ્ધિ થતી નથી. વાણદિના પર્યાયોની અપેક્ષાએ ન્યુનાધિકતા :- પુદગલવિપાકી નામ કર્મના ઉદયથી નારકીઓના શરીરના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શમાં છસ્થાનની હીનાધિકતા હોય છે. જેમ કે કાળાવર્ણના પર્યાયોની અપેક્ષાએ એક નારકી બીજા નારકીથી અનંતમો ભાગહીન, અસંખ્યાતમો ભાગહીન, સંખ્યાતમો ભાગહીન અથવા સંખ્યાતગુણ, અસંખ્યાતગુણ કે અનંતગુણ હીન હોય છે અને જો અધિક હોય તો અનંતમો ભાગ, અસંખ્યાતમો ભાગ કે સંખ્યાતમો ભાગ અથવા સંખ્યાતગુણ, અસંખ્યાતગુણ કે અનંતગુણ અધિક હોય છે. જ્ઞાન-દર્શન પર્યાયોની અપેક્ષાએ નારકીને ભવ પ્રત્યયિક ત્રણ જ્ઞાન અથવા ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન હોય છે. પ્રત્યેક જ્ઞાન, દર્શનના પણ અનંત-અનંત પર્યાયો છે. તેમાં પણ પૂર્વવતુ છસ્થાનની ન્યૂનાધિકતા હોય છે. નારીના પર્યાયોમાં નાધિકતા :દ્રવ્યથી | પ્રદેશથી | અવગાહનાથી | સ્થિતિથી | વણદિથી | શાન-દર્શનથી તુલ્ય | તુલ્ય | તુલ્ય
તુલ્ય
૩ જ્ઞાન, ૩ અજ્ઞાન અથવા અથવા
અથવા ૩ દર્શન = ૯ ઉપયોગ ચૌહાણવડિયા | ચૌહાણવડિયા | છઠ્ઠાણવડિયા | છઠ્ઠાણવડિયા એકઠાણવડિયા આદિ હીનાધિકતા - જીવોના પર્યાયોમાં ક્યાંક એક પ્રકારે, ક્યાંક બે પ્રકારે, ત્રણ પ્રકારે, ચાર પ્રકારે અને છ પ્રકારે, એમ પાંચ રીતે હાનિવૃદ્ધિ થાય છે. તેને ક્રમશઃ એકઠાણવડિયા, દૂઠ્ઠાણવડિયા, તિટ્ટાણવડિયા, ચૌઠાણવડિયા અને છઠ્ઠાણવડિયા હીનાધિકતા કહે છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે
એકઠાણવડિયા- જ્યાં માત્ર અસંખ્યાતમો ભાગ હાનિવૃદ્ધિ હોય છે. દુદાણવડિયા- જ્યાં (૧) અસંખ્યાતમો ભાગ અને (૨) સંખ્યાતમોભાગ, આ બે પ્રકારે હાનિવૃદ્ધિ હોય છે. તિફાણવડિયા- જ્યાં (૧) અસંખ્યાતમો ભાગ (૨) સંખ્યાતમો ભાગ અને (૩) સંખ્યાતગુણ, એમ ત્રણ પ્રકારે હાનિવૃદ્ધિ હોય તે. ચૌહાણવડિયા- જ્યાં (૧) અસંખ્યાતમો ભાગ (૨) સંખ્યાતમો ભાગ (૩) સંખ્યાતગુણ અને (૪) અસંખ્યાત ગુણ, એમ ચાર પ્રકારે હાનિવૃદ્ધિ હોય તે. છઠ્ઠાણવડિયા- જ્યાં (૧) અનંતમોભાગ (૨)