________________
[ ૩૭૮ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
અવધિદર્શનપર્યાયોની અપેક્ષાએ એક નારકીથી બીજા નારકીમાં છસ્થાનની હીનાધિકતા હોય છે. હે ગૌતમ! તેથી એ પ્રમાણે કહ્યું છે કે નારકોના પર્યાયો સંખ્યાત નથી, અસંખ્યાત નથી, પરંતુ અનંત છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં નારકોના અનંત પર્યાયોનું કથન છે.
સામાન્ય રીતે અનંત જીવ દ્રવ્યના અનંત પર્યાયો થઈ શકે છે પરંતુ પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકારે કોઈ પણ એક જીવ દ્રવ્યના પણ અનંત પર્યાયોની સિદ્ધિ કરી છે. દ્રવ્યની અપેક્ષાએ નૈરયિકોમાં તુલ્યતા:- પ્રત્યેક નારકી બીજા નારકીથી દ્રવ્યની દષ્ટિએ તુલ્ય છે, પ્રત્યેક નારક પોત-પોતાનામાં પરિપૂર્ણ, સ્વતંત્ર જીવ દ્રવ્ય છે. કોઈ પણ દ્રવ્ય પર્યાયોથી સર્વથા રહિત હોતું નથી; તેમ છતાં પર્યાયોની વિવક્ષા ન કરતા કેવળ શુદ્ધ દ્રવ્યની વિવક્ષા કરીએ તો એક નારકીથી બીજા નારકીમાં કોઈ વિશેષતા નથી. દ્રવ્યની દષ્ટિએ તેમાં કોઈ ભેદ નથી. દ્રવ્યની અપેક્ષાએ સર્વ નારકી એક સમાન છે. પ્રદેશોની અપેક્ષાએ નૈરયિકોમાં તલ્યતા - પ્રદેશોની અપેક્ષાએ પણ બધા નારકી પરસ્પર તુલ્ય છે, કારણ કે પ્રત્યેક નારકીના આત્મપ્રદેશો લોકાકાશના પ્રદેશો પ્રમાણ અસંખ્યાતા હોય છે. કોઈપણ નારકીના આત્મપ્રદેશોમાં કિંચિત્ પણ ન્યૂનાધિકતા નથી. અવગાહનાની અપેક્ષાએ નરયિકોમાં હીનાધિકતા :- અવગાહનાનો અર્થ સામાન્ય રીતે આકાશપ્રદેશોનું અવગાહન કરવું, આકાશ પ્રદેશમાં સમાઈ જવું અર્થાત્ જેટલા આકાશપ્રદેશ ઉપર આત્મા રહે તેટલા આકાશપ્રદેશની અવગાહનામાં ગણના થાય છે પરંતુ અહીં અવગાહનાનો અર્થ શરીરની ઊંચાઈ થાય છે. અવગાહના–શરીરની ઊંચાઈની અપેક્ષાએ બધા નારકી તુલ્ય નથી. જેવી રીતે રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોની વૈક્રિયશરીરની અવગાહના જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાત ધનુષ, ત્રણ હાથ(પોણા આઠ ધનુષ) અને છ અંગુલની છે. ત્યાર પછીની નરક પૃથ્વીઓમાં અવગાહના ઉત્તરોત્તર બમણી-બમણી છે. સાતમી નરક પૃથ્વીમાં અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષની છે. આ દષ્ટિએ એક નારકીની અવગાહના બીજા નારકીની અવગાહનાથી હીન પણ હોય છે, અધિક પણ હોય છે અને તુલ્ય પણ હોય છે, જો હીન હોય તો એક નારકીની બીજા નારકીથી અવગાહના અસંખ્યાતમોભાગ કે સંખ્યાતમોભાગ હીન, સંખ્યાતગુણ કે અસંખ્યાતગુણ હીન હોય છે અને જો અધિક હોય તો અસંખ્યાતમોભાગ કે સંખ્યાતમોભાગ અધિક, સંખ્યાતગુણ કે અસંખ્યાતગુણ અધિક હોય છે. આ ચાર પ્રકારની હીનાધિકતા ચૌઠાણવડિયા કહેવાય છે. સ્થિતિની અપેક્ષાએ નરયિકોની ચૂનાધિકતા – સ્થિતિની અપેક્ષાએ પણ નૈરયિકોમાં સમાનતા હોતી નથી. ક્યારેક બે નૈરયિકોની સ્થિતિ સમાન હોય અને ક્યારેક અસમાન હોય છે. જો નૈરયિકોની અસમાન સ્થિતિ હોય, તો તેમાં ચૌહાણવડિયા ન્યૂનાધિકતા હોય છે. એક નારકીની સ્થિતિ, બીજા નારકીની સ્થિતિથી અસંખ્યાતમો ભાગ, સંખ્યાતમો ભાગ હીન કે અધિક હોય છે તથા સંખ્યાતગુણ અને અસંખ્યાતગુણ હીન કે અધિક હોય છે, યથા– (૧) એક નારકીની તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે અને બીજા નારકીની એક-બે સમય ન્યૂન તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે. તેમાં એક-બે સમય ન્યૂન તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળો નારકી તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળા નારકીથી અસંખ્યાતમો ભાગ હીન કહેવાય અને પૂર્ણ તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળો નારકી એક-બે સમય ન્યૂન તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળા નારકીથી અસંખ્યાતમો ભાગ અધિક કહેવાય. કારણ કે એક-બે સમય, સાગરોપમનો અસંખ્યાતમો ભાગ છે. (૨)