________________
ચોથુ પદ:સ્થિતિ
૩૭. |
उक्कोसेणं एक्कतीसं सागरोवमाई । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! ઉપરિતન-ઉપરિતન(ઉપરની ત્રિકમાં ઉપરની) રૈવેયકના દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય ત્રીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ એકત્રીશ સાગરોપમની છે. २९२ उवरिमउवरिमगेवेज्जगदेवाणं अपज्जत्तयाणं पुच्छा ? गोयमा ! जहण्णेण वि उक्कोसेणं वि अंतोमुहुत्तं ।। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ઉપરિતન-ઉપરિતન ગ્રેવેયકના અપર્યાપ્તા દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ બને ય અંતર્મુહૂર્તની છે. २९३ उवरिमउवरिमगेवेज्जगदेवाणं पज्जत्तयाणं पुच्छा ? गोयमा ! जहण्णेणं तीसं सागरोवमाइं अंतोमुहुत्तूणाई, उक्कोसेणं एक्कतीसं सागरोवमाइं अंतोमुहुत्तूणाई । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્તા ઉપરિતન-ઉપરિતન ગ્રેવેયકદેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તરહે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્તપૂન ત્રીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તધૂન એકત્રીસ સાગરોપમની છે. २९४ विजय-वेजयंतजयंतअपराजिएसु णं भंते ! देवाणं केवइयं कालं ठिई पण्णता? गोयमा ! जहण्णेणं एक्कतीसं सागरोवमाइं, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! વિજય, વૈજયન્ત, જયંત અને અપરાજિત, તે ચાર અનુત્તર વિમાનોના દેવોની સ્થિતિ કેટલી છે?
ઉત્તર-હે ગૌતમ! જઘન્ય એકત્રીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની છે. २९५ विजय-वेजयंतजयंत-अपराजियदेवाणं अपज्जत्तयाणं पुच्छा? गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વિજય, વૈજયંત, જયંત, અપરાજિત વિમાનોના અપર્યાપ્તા દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને ય અંતર્મુહૂર્તની છે. २९६ विजय-वेजयंतजयंतअपराजियदेवाणं पज्जत्तयाणं पुच्छा? गोयमा ! जहण्णेणं एक्कतीसं सागरोवमाइं अंतोमुहुत्तूणाई, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं अंतोमुहुत्तूणाई। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! વિજય, વૈજયંત, જયંત, અપરાજિત વિમાનોના પર્યાપ્તા દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત ન્યૂન એકત્રીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન તેત્રીસ સાગરોપમની છે. २९७ सव्वट्ठसिद्धदेवाणं भंते ! केवइयंकालं ठिईपण्णत्ता? गोयमा ! अजहण्णमणुक्कोसेणं तेत्तीसं सागरोवमाई ठिई पण्णत्ता । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ ! અજઘન્ય-અનુત્કૃષ્ટ(જઘન્ય-ઉત્કષ્ટભેદ રહિત) તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે.