________________
શ્રી પશવણા સૂત્ર : ભાગ-૧
| २९८ सव्वट्ठसिद्धदेवाणं अपज्जत्तयाणं पुच्छा ? गोयमा ! जहण्णेण वि उक्कोसेणं वि अंतमुहूतं ।
૩૬૮
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! સર્વાર્થસિદ્ધ વિમાનવાસી અપર્યાપ્તા દેવોની સ્થિતિ કેટલી છે ? ઉત્તરહે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્તની છે.
| २९९ सव्वट्ठसिद्धदेवाणं पज्जत्तयाणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! अजहण्णमणुक्कोसेणं तेत्तीसं सागरोवमाइं अंतोमुहुत्तूणाई ठिई पण्णत्ता ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવાન ! સર્વાર્થસિદ્ધ વિમાનના પર્યાપ્તા દેવોની સ્થિતિ કેટલી છે ? ઉત્તર- હે ગૌતમ ! અજઘન્ય-અનુત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન તેત્રીસ સાગરોપમની છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં વૈમાનિક દેવ-દેવીઓની સ્થિતિનું વિસ્તૃત વર્ણન છે. સૂત્રકારે ક્રમશઃ ૧૨ દેવલોક, નવપ્રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનના દેવોની સમુચ્ચય રીતે સ્થિતિનું કથન કરીને ત્યારપછી તેના અપર્યાપ્તા અને પર્યાપ્ત દેવોની સ્થિતિનું નિરૂપણ કર્યુ છે.
પ્રસ્તુત સૂત્રોમાં લોકાંતિક અને કિલ્વીષી દેવોની સ્થિતિનું કથન નથી. લોકાંતિક દેવો પાંચમા દેવલોકના પ્રસ્તટમાં રહે છે. ભગવતીસૂત્ર શતક–૬/૫ અનુસાર તેની સ્થિતિ જઘન્ય ઉત્કૃષ્ટના ભેદની વિવક્ષા વિના આઠ સાગરોપમની છે.
ત્રણ પ્રકારના કિલ્લીષી દેવોનું વિસ્તૃત વર્ણન ભગવતીસૂત્ર શતક–૯/૩૩માં છે. તે સૂત્ર અનુસાર પ્રથમ કિલ્વીષી દેવોની સ્થિતિ જઘન્ય ઉત્કૃષ્ટના ભેદની વિવક્ષા વિના ત્રણ પલ્યોપમ, બીજા કિલ્વીષી દેવોની સ્થિતિ ત્રણ સાગરોપમ અને ત્રીજા કિલ્વીષી દેવોની સ્થિતિ તેર સાગરોપમની છે.
વૈમાનિક દેવીઓ :– વૈમાનિક દેવોમાં પ્રથમ બે દેવલોકમાં જ દેવીઓ હોય છે. ત્રીજા દેવલોકથી અનુત્તર વિમાન પર્યંતમાં દેવીઓ નથી. પહેલા બીજા દેવલોકમાં દેવીઓના બે પ્રકાર છે– પરિગૃહિતા દેવી અને અપરિગૃહિતા દેવી.દેવોને અધિનસ્થ જે દેવીઓ હોય તેને પરિગ્રહિતા કહેવાય અને જે દેવીઓ સ્વતંત્ર હોય, કોઈપણ દેવ તેનું સ્મરણ કરે તો તે તેને અવધિજ્ઞાન વગેરેથી જાણીને તે દેવની પાસે જતી હોય, તેને અપરિગૃહિતા દેવી કહે છે. પરિગૃહિતા દેવીઓથી અપરિગૃહિતા દેવીઓની સ્થિતિ વધારે હોય છે.
નવ પ્રૈવેયક વિમાનો ત્રણ-ત્રણની ત્રણ પ્રતર ત્રિકમાં સ્થિત છે. તેમાં નીચેની પ્રતર ત્રિકને અધસ્તન, વચ્ચેની પ્રતર ત્રિકને મધ્યમ અને ઉપરની પ્રતર ત્રિકને ઉપરિતન ત્રિક કહે છે. નીચેની ત્રિકના નીચેના પ્રતરને અધસ્તન-અધસ્તન, મધ્યમ પ્રતરને અધસ્તન-મધ્યમ અને ઉપરના પ્રતરને અધસ્તન-ઉપરિતન ત્રૈવેયક કહે છે. તે જ રીતે મધ્યમ ત્રિક અને ઉતરિત ત્રિકના ત્રણ-ત્રણ પ્રતર સમજવા. આ રીતે નવ પ્રતર રૂપે નવ ચૈવેયક વિમાન છે.
સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોની સ્થિતિ એક સમાન હોય છે. તેમાં જઘન્ય-ઉત્કૃષ્ટનો ભેદ નથી. આ કારણે સૂત્રકારે તેના માટે ‘અજઘન્ય-અનુત્કૃષ્ટ’ શબ્દનો પ્રયોગ કર્યો છે.
પાંચમા દેવલોકથી ઉપરના દેવલોકોમાં એક દેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્યાર પછીના દેવલોકની જઘન્ય સ્થિતિ હોય છે. આ જ ક્રમથી અનુત્તર વિમાનના દેવો પર્યંતની સ્થિતિ છે.