________________
ચોથુ પદ:સ્થિતિ
[ ૩૫૫ ]
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તારાવિમાનની અપર્યાપ્તા દેવીની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને ય અંતર્મુહૂર્તની છે. २०६ ताराविमाणे पज्जत्तियाणं देवीणं पुच्छा ? गोयमा ! जहण्णेणं अट्ठभागपलिओवर्म अंतोमुहुत्तूणं, उक्कोसेणं साइरेगं अट्ठभागपलिओवमं अंतोमुहुत्तूणं । ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! તારાવિમાનની પર્યાપ્તા દેવીની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંતર્મુહુર્ત ન્યુન પલ્યના આઠમા ભાગની અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન સાધિક પલ્યોપમના આઠમા ભાગની છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સમુચ્ચય જ્યોતિષીની, તેના દેવ-દેવીની અને તેના પર્યાપ્તા-અપર્યાપ્તાની સ્થિતિ, આમ છ પ્રકારે સ્થિતિનું કથન છે. ત્યારપછી પાંચે ય જ્યોતિષી દેવ-દેવી સંબંધી સ્થિતિનું પણ છ-છ પ્રકારે કથન છે. આ રીતે ૬૪૬ = ૩૬ સૂત્રો દ્વારા જ્યોતિષી દેવોની સ્થિતિનું નિરૂપણ ૩૬ પ્રકારે થયું છે. વૈમાનિક દેવ-દેવીઓની સ્થિતિ:२०७ वेमाणियाणं भंते ! देवाणं केवइयं कालं ठिई पण्णता ? गोयमा ! जहण्णेणं पलिओवमं, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વૈમાનિક દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તરહે ગૌતમ! જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની છે. २०८ अपज्जत्तयवेमाणियाणं पुच्छा? गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंतोमुत्तं। ભાવાર્થ - પ્રશ્ન – હે ભગવન્! અપર્યાપ્તા વૈમાનિક દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. २०९ पज्जत्तयवेमाणियाणपुच्छा ? गोयमा !जहण्णेणंपलिओवमं अंतोमुहुत्तूणं, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं अंतोमुहुत्तूणाई। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! પર્યાપ્તા વૈમાનિક દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત ન્યૂન એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન તેત્રીસ સાગરોપમની છે. २१० वेमाणिणीणं भंते ! देवीणं केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहण्णेणं पलिओवमं, उक्कोसेणं पणपण्णं पलिओवमाई। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વૈમાનિક દેવીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ પંચાવન પલ્યોપમની છે. २११ अपज्जत्तियाणं वेमाणिणीणं देवीणं पुच्छा? गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं ।