________________
find S.
(૧) ભવનપતિમાં અસુરકુમાર આદિ (૨) વાણવ્યતરમાં કિન્નર, કિંપુરુષ આદિ (૩)
જ્યોતિષીમાં ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર આદિ (૪) વૈમાનિક બે પ્રકારના કહ્યા છે– ૧. કલ્પોપન્નક ૨. કલ્પાતીત બાર દેવલોક, નવ લોકાંતિક, ત્રણ કિલ્વેિષી તે કલ્પોપન્નક છે. નવ રૈવેયક અને પાંચ અનુત્તર તે કલ્પાતીત છે. ૯૯ પ્રકારના દેવોના અપર્યાપ્તા+ પર્યાપ્તા = કુલ ૧૯૮ ભેદનું દિવ્યતાનું રસાયણ છે. આ બધાય આત્માઓ વ્રત, નિયમ, તપ, જપ કરીને દેવલોકમાં ઉત્પન્ન થાય છે અને ક્યારેક જીવ શુભ પરિણામ માત્રથી દિવ્યતાને પામે છે. ૧૪ ભેદ નારકીના+૪૮ ભેદ તિર્યંચના+૩૦૩ ભેદ મનુષ્યના+૧૯૮ ભેદ દેવના = કુલ ૫૬૩ ભેદ જીવ પ્રજ્ઞાપનાના થાય છે.
આ રીતે વૈક્રિય શરીરધારી દેવો વૈક્રિયવર્ગણા ગ્રહણ કરી, દિવ્યતાનું રસાયણ ભરી કાર્મણ-તૈજસ શરીરમાં રહે છે અને માનવો માનવતાના રસાયણરૂપ વ્રત, નિયમ, તપ, જપ કરી, ઔદારિક વર્ગણાના પુદ્ગલ ગ્રહણ કરીને કાર્મણ-તૈજસ શરીરમાં રહે છે અને તિર્યચના જીવો, તે પણ નાનકડા ઔદારિક શરીરથી માંડીને મોટા ઔદારિક શરીર તથા તૈજસ-કાર્પણ શરીરમાં રહે છે અને નારકીના જીવો વૈક્રિય વર્ગણના અશુભ પુગલ ગ્રહણ કરી, વૈક્રિય શરીરધારી બની, તૈજસ-કાર્પણમાં રહે છે. આ રીતે પ૩ ભેદ જીવ પ્રજ્ઞાપનાના જાણી મારો આત્મહંસ આનંદ મંગલ કરવા લાગ્યો. વિકલ્પરૂપ બગલાની યાદી તેને હવે સતાવતી નથી. તે બાહ્યાચાર છોડી અંતઃકરણ તરફ ઢળવા લાગ્યો અને સ્યાદ્વાદના ઊંડાણમાં સ્નાન કરતો આનંદ પામવા લાગ્યો. આ રીતે પ્રથમ મુક્તા- ફળની અજાયબી પૂર્ણ થઈ.
બીજા દિવસનો સૂર્યોદય થતાં પાછો મુક્તાફળનો ચારો ચરવા મહાવ્રતની મહૂલીમાં પહોંચી ગયો.
એમણે અજાયબીનું બીજું મુક્તાફળ ચાંચમાં ઉપાડી લીધું. ત્યાં તેને કોઈ રોકટોક કરનાર નહતું, જાણે કે માલિકીનું ઘર હોય તેમ માનીને સ્વતંત્રપણે તે મુક્તાફળને ખોલતો હતો. તેમાં લખ્યું હતું કે સ્થાનપદ. તેના અક્ષર તરફ તે ઝૂક્યો અને અક્ષરે અક્ષરનો ઉકેલ કરવા લાગ્યો.
સ્થળ. તારું ચેતન છે, તું સ્વતંત્ર છો, સ્વભાવમાં સ્થિત થઈ જા. થા થાળ. અસંખ્યાતપ્રદેશનો તું છે, તે થાળ અનંતગુણથી ભર્યો છે. તેનો ભોક્તા
તું છે, તારું સ્થાન મોક્ષ છે, તેને મેળવી લે. ન નમ્ર બની જા, કામ કરી જા, બધાય સ્થાનોને જોઈને તારા શાશ્વત વસવાટને
પ્રાપ્ત કર.
(36