________________
Th( 5.
સંમૂર્છાિમ મનુષ્યના એક સાથે અસંખ્યાત જીવો નાનકડા શરીરવાળા જાણ્યા અને હૃદય દ્રવી ઊયું.. અરે ! આ બધાય જીવો મારા જેવા માનવના મળમાં, પેશાબમાં, કફમાં, વમનાદિ ચૌદ પ્રકારની અશુચિમાં ઉત્પન્ન થાય છે. કર્મની કેવી વિચિત્રતા કે મારા જેવો આકાર હોવા છતાં અપર્યાપ્તાપણે અંતર્મુહૂર્તમાં આયુષ્ય પૂર્ણ કરી ચાલ્યા જવાનું રહે છે. તે જીવોનો મનુષ્યનો ભવ પરતંત્રતાવાળો છે કારણ કે તે જીવો પર્યાપ્તપણું ક્યારેય પામતા નથી. બિચારા કચડાતા, પીસાતા મૃત્યુ પામે છે.
મારા જેવા ગર્ભજ મનુષ્યો ત્રણ પ્રકારના હોય છે. તે ૧૫ કર્મભૂમિજ, ૩૦ અકર્મભૂમિ અને પદઅંતરદ્વીપજ મનુષ્ય, આ ૧૦૧ ક્ષેત્રના ગર્ભજ મનુષ્યના પર્યાપ્તા અને અપર્યાપ્તા, એ બે ભેદ અને ઉપરોક્ત ૧૦૧ ક્ષેત્રના સંમૂર્છાિમ મનુષ્ય, સર્વે મળીને ૩૦૩ ભેદ થાય છે. અઢીદ્વીપમાં જ મનુષ્યો ઉત્પન્ન થાય છે. અકર્મભૂમિના મનુષ્યો મોક્ષ પામવા યોગ્ય નથી. કર્મભૂમિના મનુષ્યો જ મોક્ષ પામવા યોગ્ય છે. તેમાં ય પણ કર્મભૂમિના મનુષ્યોના અનેક પ્રકાર છે. તે બે ભેદે વહેંચાયેલા છે, આર્ય અને અનાર્ય. અનાર્ય તે મ્લેચ્છો, તેના અનેક પ્રકાર છે, શક, યવનથી લઈને ચિલાત વગેરે. તેઓના હૃદયમાં દયાનું નામ જ હોતું નથી. તેથી તેઓ ધર્મ પામી શકતા નથી. હું કેવો ભાગ્યશાળી કે આર્ય મનુષ્ય બની સર્વ વિરતિના માર્ગમાં વિચરું છું અને મારા કરતાંય ઘણા ઋદ્ધિપ્રાપ્ત મહાન આર્ય પુરુષો છે, જેમ કે- અરિહંત, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ, ચારણ મુનિઓ, વિધાધરો વગેરે.
અનઋદ્ધિ પ્રાપ્ત આર્યો નવ પ્રકારે વર્ણવ્યા છે, તે નીચે પ્રમાણે છે
(૧) ક્ષેત્રાર્ય– ૨૫૪ દેશ આર્ય છે, તેમાં જન્મ લેનારા મનુષ્યો ક્ષેત્રાર્ય છે (૨) જાતિ આર્ય-બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય જાતિઓવાળા જાતિ આર્ય છે (૩) કુલાર્ય- ઉગ્રકુલ ભોગ, ઇક્વાકુ, જ્ઞાતિકુલ આદિ કુલ આર્ય છે (૪) કર્માર્ય- સુથાર, કુંભાર આદિ કર્મ આર્ય છે (૫) શિલ્પ આર્ય- દરજી, શિલ્પી આદિ શિલ્પ આર્ય છે (૬) ભાષાર્યહિન્દી, સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી આદિ ભાષા અને જેની બ્રાહ્મી લિપિ હોય તે ભાષાર્ય (૭-૮-૯) વીતરાગ માર્ગમાં જ્ઞાન અને શ્રદ્ધાયુક્ત પ્રવૃત્તિ કરનારા ક્રમશઃ જ્ઞાન, દર્શન અને ચારિત્ર આર્ય છે અર્થાત્ પાંચ જ્ઞાનમાંથી કોઈપણ જ્ઞાનવાળા જ્ઞાનાર્ય અને સમ્યગુદર્શનવાળા દર્શનાર્ય છે. શ્રાવક-સાધુ એ ચારિત્રાર્ય છે અથવા પાંચે સંયત ચારિત્રાર્ય છે. તે યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત કરી મોક્ષ પ્રાપ્ત કરે છે.
આ મર્મને વાગોળી રહેલા રાજહંસ પ્રત્યે ચેતના દેવી બોલ્યા, હે રાજહંસ! આ રીતે પંચેન્દ્રિય મનુષ્યોનું રસાયણ પૂરું થયું.
હવે સાંભળ દિવ્યતાનું રસાયણ ! આ દિવ્યતાના રસાયણના ચાર પ્રકાર છે.