________________
આપ્યો. હે હંસરાજ ! તેને ત્રસકાય કહે છે. તેવા પ્રાણીઓ બે, ત્રણ, ચાર, પાંચ ઇન્દ્રિયો ધારણ કરી શકે છે. તેઓ વાતાવરણમાંથી ઉત્પન્ન થાય છે. તેથી તે સંમૂર્ચ્છિમ કહેવાય છે. તે વિકલેન્દ્રિય તરીકે ઓળખાય છે. બેઇન્દ્રિય– કાયા, મુખવાળા; તેઇન્દ્રિય- કાયા, મુખ અને નાકવાળા; ચૌરેન્દ્રિય– કાયા, મુખ, નાસિકા અને આંખવાળા, આ ચૌરેન્દ્રિય જીવોને પાંખ પણ મળે છે. તેના ઘણા નામ છે. તેના પર્યાપ્ત-અપર્યાપ્ત મળી ૬ ભેદ થાય છે. તું તેનું અધ્યયન કરજે તેથી પાઠ કંઠસ્થ થઈ જાય. પછી આવે પંચેન્દ્રિય, તેના બે ભેદ થાય છે— સંશી અને અસંજ્ઞી. માત્ર કાયા, મુખ, નાસિકા, આંખ અને કાન મળે તે અસંજ્ઞી. તે ઉપરાંત મન જેને મળે તેને સંશી પંચેન્દ્રિય કહેવાય છે. તેઓ ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્ય તરીકે ઉત્પન્ન થાય છે તથા મનવાળા નારકી અને દેવ. દેવો દેવશય્યામાં અને નારકી કુંભીમાં ઉપપાત જન્મથી જન્મ ધારણ કરે છે. આ રીતે ત્રસકાયના ભેદ પડે છે. ત્રણ વિકલેન્દ્રિયના અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ છ ભેદ થયા. અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયના જળચર, સ્થળચર, ઉરપર, ભુજપર, ખેચર, એમ પાંચ ભેદ છે અને સંશી પંચેન્દ્રિય તિર્યંચના પણ પાંચ ભેદ છે. તે દરેકના પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ ૨૦ ભેદ થાય છે.
આ રીતે એકેન્દ્રિયના બાવીસ ભેદથી લઈને પંચેન્દ્રિય સુધીના તિર્યંચના ભેદની ગણતરી અડતાલીસની થાય છે. તેઓને ઉત્પન્ન થવાના જાતિ-કુળો-જોની(યોનિ) ઘણી જ હોય છે. તેનો વિસ્તાર રાજહંસે જાણ્યો.
પંચેન્દ્રિયના ચાર ભેદમાંથી તિર્યંચ પંચેન્દ્રિયના ભેદ જોઈ લીધા, હવે આવે છે– નારકી, મનુષ્ય અને દેવ..
મારો રાજહંસ નારકીના ભેદ તરફ ઝૂકીને જોવા લાગ્યો ત્યાં તેને ખ્યાલ આવ્યો કે આ બિચારા આત્માઓ જોરદાર પાપની ક્રિયા, આરંભ-સમારંભ કરી, માંસ ખાઈ, દારૂ પીને, પરસ્ત્રી ગમનાદિ પાપ કરી, અશુભકર્મ પુદ્ગલ પરમાણુઓના જથ્થાઓની વર્ગણાઓને ગ્રહણ કરી, અશાતા વેદનીયકર્મ ભોગવનારા, લાંબા સમય સુધી નપુંસક વેદ ગ્રહણ કરીને, દુ:ખી થઈને જીવી રહ્યા છે. રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા, તમઃતમાપ્રભા, આ ૭ નરકના પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ ૧૪ ભેદે નરકના નારકી બનીને જીવી રહ્યા છે. અરે ! ભગવાન ! આવા દુર્ગતિના દુ:ખો મારાથી સહન થશે નહીં માટે તેમણે મનોમન દઢ નિશ્ચય કર્યો કે હવે પછી દુર્ગુણોને વશ થવું નથી અને દુર્ગતિમાં હવે જવું નથી.
આગળ વધતા મુક્તાફળના રસાયણના એક-એક કણને નિરીક્ષણપૂર્વક જોતાં મનુષ્યનાં ૩૦૩ ભેદ દષ્ટિગોચર થયા, કોઈ સુખી કે કોઈ દુઃખી છે. તેમણે ૧૦૧ ભેદ
34