________________
રહીએ છીએ, ત્યાં અમારે એક સાથે અવતરવું પડે છે તેમજ શ્વાસ, આહાર અને ઇન્દ્રિયની ક્રિયા પણ એક સાથે જ કરવી પડે છે. તેથી અમે સૂક્ષ્મ અને નિગોદ કહેવડાવીએ છીએ. આ છે અમારી દુર્દશા. હે માનવ રાજહંસ ! આટલી સૂક્ષ્મ વાતો બીજા દર્શનકારો સમજતા નથી. આ તો અનંતજ્ઞાની પરમાત્મા જ અમને જાણે છે, ઓળખે છે. અમારું દુઃખ કેવું છે? તે વર્ણવીને તેઓ દયા પાળવાનો ઉપદેશ આપે છે.
અમારાથી થોડા સ્કૂલ અમારા જાતિ ભાઈઓ છે. તે અમારાથી પુણ્યશાળી છે તેથી તે થોડી મોટી કાયા પામે છે, તેને બાદર નામકર્મવાળા જીવો કહેવાય છે. તેના પણ બે-બે ભેદ છે– પર્યાપ્તા અને અપર્યાપ્તા. તેઓ એક પર્યાપ્તાની નેશ્રાએ અસંખ્યાત અપર્યાપ્તના રૂપમાં જન્મ ધારણ કરે છે.
આ રીતે પૃથ્વીકાય, અષ્કાય, તેજસ્કાય, વાયુકાય બાદર નામકર્મવાળા છે, તેના અનેક ભેદ, પ્રભેદ છે. સુંવાળી માટી અને કઠોર પત્થર-રત્નના રૂપે, તેઓ પૃથ્વીના નામે ઓળખ પામે છે. ખાણમાં એમનો જન્મ થાય છે. પ્રવાહી-પાણીરૂપે અપ્લાયના નામે ઓળખ પામે છે, તળાવ-સરોવરાદિ અનેક ભેદ-પ્રભેદરૂપે એમના ભેદ પડે છે. તેજસ્કાય એ દાહક અગ્નિના રૂપે ઉત્પન્ન થાય છે. એમના ભેદ-પ્રભેદ અનેક પ્રકારે અંગારાદિરૂપે થાય છે. એમની ઉત્પત્તિ પ્રાયઃ ઘર્ષણથી વધારે થાય છે. જેઓ હવા રૂપે શરીર ધારણ કરે છે, તે વાયુકાય છે. તેમનામાં એક વૈક્રિય શરીર વધારે હોય છે. પર્યાપ્તામાં જ પ્રકોપ કરી વંટોળના રૂપે વહે છે, એ રીતે એમના ભેદ-પ્રભેદ ઘણા જ છે અને વનસ્પતિકાય મૂળ, સ્કંધ, થડ, શાખા, પ્રશાખા, પાન, ફૂલ, ફળના રૂપમાં તેઓના સંખ્યાત-અસંખ્યાત અને અનંત ભેદ પડે છે. સૂક્ષ્મ એકેન્દ્રિય ચારના અપર્યાપ્તા અને પર્યાપ્તા, એમ આઠ અને બાદર એકેન્દ્રિય ચારના પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ આઠ, કુલ સોળ અને વનસ્પતિના ત્રણ ભેદ (૧) સૂમ, બાદરના બે ભેદ (૨) પ્રત્યેક (૩) સાધારણ. તે ત્રણેયના અપર્યાપ્તા અને પર્યાપ્તા, તે છ ભેદ થાય છે. પૂર્વના સોળમાં છ મેળવતાં (
૧૪) બાવીસ ભેદ અમારા થાય છે. | હે માનવ રાજહંસ ! અમારી દયા પાળવાનું જે વ્રત લે છે, તે તરી જાય છે. અમારી અનંત શક્તિ આવા ક્ષણભંગુર નાજુક શરીરમાં ગોંધાઈ રહી છે. તમારી સમાન અમે કંઈ જ કરી શકતા નથી. આ વાત સાંભળી તેનું પૂરું પ્રકરણ વાંચી રાજહંસ કોમળ કાળજાવાળો બનવા લાગ્યો અને તે બધાના નામ કંઠસ્થ કરવા લાગ્યો
રાજહંસ આગળનું જ્ઞાન સંપાદન કરવા મુક્તાફળના અનેક વિભાગમાંથી એક પછી એક વિભાગને જોવા લાગ્યો ત્યાં તેમને જાણવા મળ્યું કે આ જીવોમાં સ્પંદન–ધડકન દેખાઈ આવે છે. તે હાલતા-ચાલતા પ્રાણી છે, એવો વિચાર કરે ત્યાં ચેતનાએ જવાબ