________________
ચાંચમાં ઉપાડ્યો. જેવો ઉપાડ્યો તેવા તેમાંથી બે વિભાગ થઈગયા– સિદ્ધ અને સંસારી.
ઓ હો હો... સિદ્ધ એટલે? રાજહંસને પ્રશ્ન થયો કે ચેતના બહેને જવાબ આપ્યો, સહજ સ્વભાવી, અનંત સુખી, જે જીવ શુદ્ધ દશા પામી સિદ્ધાલયમાં ચાલ્યો જાય અને મોહરાજાના રાજ્યમાંથી નીકળી શિવપુરીનું રાજ્ય પ્રાપ્ત કરે તે સિદ્ધ, જીવનો અર્થ જ છે કે સદા જીવે, કદીયે મરે નહીં તે જીવ. સંસારી ભવ્ય જીવ સમતાદિ ગુણોમાં જ જ્યારે સ્થિર થઈ જાય; પ્રતિક્રિયા કરે જ નહીં ત્યારે પેલી કાર્મણ વર્ગણા કોઈ જાતનું પોષણ ન મળતાં ખરી પડે છે અર્થાતુ આપણા આત્મપ્રદેશના દેશમાંથી રવાના થઈ જાય છે, તેને કહેવાય છે કે રાગદ્વેષના બંધન તૂટી ગયા. જેવા કર્મોનાં બંધન તૂટે છે તેવા જીવો અસંસાર સમાપન્નક બની જાય છે. તેના પંદર ભેદ છે.
હે જિજ્ઞાસુ! તું તેને સ્યાદ્વાદના સરોવરમાં ડૂબકી મારતાં વાંચી લેજે. આવો જવાબ પોતાનામાંથી મળ્યો તે જાણી પોતે પોતાને જ પૂછવા લાગ્યો અને જ્ઞાન સંપાદન કરવા લાગ્યો. તેમણે સિદ્ધ થવાની પદ્ધતિ જાણી લીધી. હવે તે સંસાર સમાપક જીવની દુર્દશા જાણવા માટે ખૂક્યો. તેણે વાંચ્યું મોહમાં લપટાયેલો આત્મા સંસારસમાપત્રક કહેવાય છે.
તે સંસાર સમાપન્નકના પાંચ પ્રકાર દર્શાવે છે– એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય. તેમાં એકેન્દ્રિયના પાંચ પ્રકાર છે- પૃથ્વીકાયિકો, અષ્કાયિકો, તેજસુકાયિકો, વાયુકાયિકો અને વનસ્પતિકાયિકો, તે બધા જીવો છે તેની વાત કાન દઈને તું સાંભળ. તે એમ કહે છે...પેલી વર્ગણાઓ સૂમમાં સૂક્ષ્મ રૂપમાં ગોઠવાઈને જગતમાં હતી તેને અમે બોલાવી ત્યારે તે આવી ! કાશ્મણ, તૈજસ અને ઔદારિક શરીરરૂપ બની અમારી અનંત શક્તિ ઉપર પ્રભાવ પાથરી અમોને ઢાંકી દીધા, અમે અસંખ્યાતઅસંખ્યાત કે અનંત અનંતના સમૂહમાં ઉત્પન્ન થઈએ છીએ. અજાયબી અમારી એવી છે કે અમે એટલા બધા સૂક્ષ્મ શરીરધારી છીએ કે છાસ્થની નજરમાં આવી શકતા નથી. કોઈ હથિયાર કે શસ્ત્ર અમારામાં પ્રવેશી શકતું નથી. તેથી અમો કોઈના માર્યા-મરતા નથી અને બાળ્યા-બળતા નથી. અમારા આયુષ્ય પૂર્ણ થતાં જ અમે મૃત્યુ પામી અને પાછા જન્મ ધારણ કરીએ છીએ. અસંખ્યકાળ કે અનંતકાળ આમ જ વ્યતીત કરીએ છીએ. અમે સૂક્ષ્મ નામકર્મવાળા કહેવાઈએ છીએ. અમારા બધાની પાસે એક જ ઇન્દ્રિય છે. અમારા બે ભેદ છે પર્યાપ્તા અને અપર્યાપ્તા.
બીજી પણ વાત એમ છે કે અમે તો પૃથ્વીરૂપે, જળરૂપે, અગ્નિરૂપે, હવારૂપે ઔદારિક શરીર ધારણ કરીએ છીએ. એક શરીરે અમે એક જ જીવ વસીએ છીએ પરંતુ વનસ્પતિના સૂક્ષ્મ અને સાધારણ નામ ધરીને તો અમે અનંત જીવો એક શરીરમાં