________________
વ્યાપી છે, તે અપેક્ષાએ તેના અનંતપ્રદેશો છે; આ ત્રણેના પ્રદેશો પણ સળંગ અને અખંડ છે. તેઓના વિભાગ પણ પડી શકે નહીં, તો પછી જેમાં વિભાગ પડે તે તો રૂપી દ્રવ્ય પગલાસ્તિકાય છે. તેમાં ગતિ ક્રિયા થતી હોવાથી; સ્વભાવ-વિભાવવાળા બનતા હોવાથી; મળવું-ગળવું, વિખેરાવું તેવો અર્થ ધારણ કરતા હોવાથી; શબ્દ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાનરૂપવાળા થતા હોવાથી તેઓ જ્યાં જાય ત્યાં વ્યાપક બને છે તેટલા વિભાગને સ્કંધ-દેશ-પ્રદેશ નામથી સંબોધન કરાય છે. તેથી પેલા ધર્માસ્તિકાયાદિ ત્રણ દ્રવ્યના સ્કંધ, દેશ, પ્રદેશ એમ ત્રણ-ત્રણ ભેદ બને છે અને કાળનો એક જ ભેદ છે. તે દિવસ-રાત્રિ આદિ રૂપે પ્રવર્તન થતો વર્તના સ્વભાવવાળો અદ્ધાકાળ ફક્ત અઢીદ્વીપમાં છે. આ દસ ભેદની ગણતરી પુદ્ગલ સિવાયના અજીવ અરૂપી દ્રવ્યની છે.
પુદ્ગલ દ્રવ્યમાં રહેલા વર્ણાદિ ગુણોમાંથી પ્રગટ થતી વૈભાવિક પર્યાયોના સમૂહ ભેગા થતાં અને વિખેરાતા પ૩૦ ભેદો વ્યાપક બનીને લોકમાં ઠસોઠસ રહે છે. તે અજીવની દુનિયામાં પ્રવેશ કરતો મારો રાજહંસ અજાયબીની અભૂતતાનો અનુભવ કરી રહ્યો અને માનસ તંત્રમાં ફીટ બેસાડીને શ્રદ્ધાના ખાનામાં ગોઠવતો રહ્યો.
ત્યાંથી આગળ પાણીદાર મુક્તાફળના રસાયણનો અભ્યાસ કરવા લાગ્યો. નિષ્કર્ષ એમણે એ કાઢયો કે મુસીબત ઉત્પન્ન કરનાર પુદ્ગલ દ્રવ્ય જ છે. તેમાં વર્ણાદિરૂપે પરિણત થતી અવસ્થાઓ આકર્ષક બને છે અને જીવ દ્રવ્ય તેના ઉપર આક્રમણ કરે છે ત્યારે તે આકર્ષક બનેલી કાર્મણ વર્ગણાઓ આકર્ષાઈને જીવ દ્રવ્ય પાસે આવી જાય છે. જીવ દ્રવ્ય અસંખ્યાતપ્રદેશી, અનંતગુણવાળું, અનંત સુખનું ધામ, અનંત શક્તિવાળું હોવા છતાં સ્વભાવ ભૂલીને વિભાવમાં આવી જતાં, પોતાના સુખનું વેદન કરવાના સ્વભાવવાળો હોવા છતાં વિભાવનું દુઃખ વેદવા આમંત્રણ આપી પાસે આવેલી વર્ગણાને આત્મપ્રદેશો ઉપર શયન કરાવે છે અર્થાત્ અનંતાનંત પરમાણુની વર્ગણાને પોતાના સ્વરૂપ ઉપર વિરૂપ બનાવીને વળગાડે છે, તેથી જીવ ઢંકાતો જાય છે અને કર્મધારી બની સંસારી તરીકે ઓળખાય છે. માટે અનાદિકાળથી આત્મા મોહરાજાના રાજ્યમાં વસવાટ કરે છે.
આ ઘટનાનો ઘટક જીવ છે અને અજીવ પુગલ ગ્રાહ્ય બને છે. તેમણે મુક્તાફળમાં રહેલા રસાયણના સ્પર્ધકોને જાણવા માટે અજીવ પ્રજ્ઞાપનાનું પ્રકરણ પૂરું વાંચી લઈશ તેમ વિચારી લીધું અને આગળ અજાયબીમાં શું છે, તે જાણવાની તેની તેમને ઇંતેજારી જાગી ઊઠી.
મોહરાજાના રાજ્યમાં પ્રવેશ કરતાં સમજાઈ ગયું પરંતુ તેમાંથી છૂટવું કેમ? તેના માટે તેમણે બીજા વિભાગની તપાસ ચાલુ કરી. જીવ પ્રજ્ઞાપના વિભાગને તેમણે