________________
ચંચુપાત કરી તેને ખોલતો. તેમાં તેને રસાયણ કેવું મળે છે તે જીવનની પુષ્ટિ કેમ કરે છે, તે આપણે ચાલો જોઈએ. ઉપયોગ રૂપી રાજહંસ સાથે બહેન ચેતના પણ નિસર્યા.
(૧) પ્રથમ મુક્તાફળ રાજહંસ ખોલ્યું અને ખૂબ પ્રસન્ન બની ગયો. તેમાં લખ્યું હતું પ્રથમ પદ પ્રજ્ઞાપના. તેના અક્ષરનું રસાયણ આ પ્રમાણે છે. તેમ ચેતના બહેને તેમને સમજાવ્યું. પ્ર પ્રગટ થાય છે જેમાં જીવ-અજીવના ભેદો. તેને જાણવા પ્રબળ પુરુષાર્થ
કરી પ્રવીણતા કેળવો. જ્ઞા જ્ઞાતા તમે જ છો, જ્ઞાન કરો શેયનું, જીવાજીવ પૂર્ણ રૂપ છે. જ્ઞાનગુણ
તમારો છે, તેના વડે જાણો જગતને પણ માણો નહીં. ૫ પરથી ખસો, સ્વમાં વસો, તો પરમાનંદનું ધામ પરમાત્મા તમે જ છો. ના નાજુક કાયામાં નાજુક બનીને રહ્યા છો અને તેમાંથી નીકળી તમે માનવ
બન્યા છો, નિરાકાર બનવા પ્રયત્ન કરો.
આ રીતે પૂર્ણ શબ્દનો અર્થ થાય છે, પ્રજ્ઞાવાન પુરુષ તું જ છો, એમ જાણ અને તારાપણું પ્રગટ કર.
અક્ષર ઉપરનો બોધ કરી આનંદ પામ્યો. મારો ઉપયોગરૂપી રાજહંસ પૂરા શબ્દમાંથી બોધ લેવા તત્પર બન્યો ત્યારે તેમાં તેને અજાયબીના બે વિભાગ દષ્ટિગોચર બન્યા. (૧) જીવ પ્રજ્ઞાપના (૨) અજીવ પ્રજ્ઞાપના. તમે જીવ છો તેના અંદરનો બોધ કરો તો તમારું સ્વરૂપ સદાય નિરંજન નિરાકાર છે. તેમાં જ સાચું અવ્યાબાધ સુખ ભર્યું છે. બીજું તેની સામે અજીવ પ્રજ્ઞાપના છે, તે જડ છે. તેમાં સુખનો છાંટો ય નથી, તેવો બોધ કરો. રાજહંસને શબ્દનો અર્થ સમજાતાં શાંતિનો અનુભવ થયો. તે પૂર્ણપદને સમજવા પ્રમાદ છોડી એકાગ્ર બન્યો. તેને સમજાવા લાગ્યું કે આ જીવ અનાદિકાળથી અજીવની સંગાથે રહી સાચું સુખ ભૂલી ગયો છે; ક્ષણિક સુખને સાચું સુખ માની બેઠો છે, મોહરાજાના સામ્રાજ્યમાં જીવી રહ્યો છે.
આ(અજીવ) રાજ્યમાં કેમ આવી પડ્યો તેનું કારણ શોધતા ખ્યાલ આવ્યો કે આ અજીવ પ્રજ્ઞાપનાનાં પાંચ ભેદ છે. તેમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ. આ ચાર અરૂપી દ્રવ્યો છે. તેઓ અરૂપી જીવ દ્રવ્ય ઉપર પ્રભાવ પાડી શકે નહીં, અરૂપીને અરૂપી શું કરી શકે ? અને પાછા જડ છે તેથી તેઓ તો પોતાના સ્વભાવમાં જ રહે છે, ઉદાસીન દ્રવ્ય છે. તેમાં ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય બે દ્રવ્ય તો લોકવ્યાપી છે અને અસંખ્યાત પ્રદેશ છે, એક આકાશાસ્તિકાય દ્રવ્ય લોકાલોક
30