________________
હવે સંપૂર્ણ શબ્દનો અર્થ કરવા ઝૂક્યો. પ્રથમ પદમાં કહેલા ૫૩ પ્રકારના જીવો ક્યાં-ક્યાં રહે છે તે વાતને જાણવા ઉત્સુક બન્યો. ચેતનાએ તેની ઉત્સુકતા જોઈ જવાબ આપ્યો. સંસારી શરીરધારી જીવોને રહેવાના નિવાસસ્થાન બે જાતના હોય છેએક વસવાટ કરવારૂપ અને બીજું ગમનાગમન રૂપ.
નિશ્ચયનયથી તો આત્મા પોતે પોતાનામાં જ રહે છે પરંતુ અનાદિકાળથી સંસારી કર્મધારી સઘળાએ જીવોનું અલાયદું સ્વતંત્ર નિવાસ સ્થાન હોય છે– તૈજસ અને કાશ્મણ શરીર. તે બંને શરીર જીવને સાચવે છે પરંતુ આ બંને શરીર અવયવ રહિત, અપંગ હોવાથી તુરંત જ વસવાટ કરવા યોગ્ય સ્થળે પહોંચી સાવયવી બનવા, ઔદારિક અથવા વૈક્રિય શરીરની વર્ગણાનો નવો માલ ગ્રહણ કરી, ઔદારિક શરીરધારી અથવા વૈક્રિય શરીરધારી બને છે, તે જગ્યાને નિવાસ સ્થાન કહે છે. આ સ્થાનને પ્રાપ્ત કરવા જીવ તૈજસ-કાર્પણ શરીર લઈને ગમનાગમન કરે છે, તે માર્ગના બે રૂપ છે– (૧) જન્મ સમયનો માર્ગ અને (૨) મૃત્યુ સમયનો માર્ગ. તે બંને ક્ષણિક અને અસ્થાયી હોય છે. તેના નામ-ઉપપાત ક્ષેત્ર અને સમુદ્યાત ક્ષેત્ર છે. હે રાજહંસ! તને સમજમાં આવી ગયું હશે કે ઉત્પન્ન થયા પછી મૃત્યુ પર્યત જીવ જ્યાં રહે છે, તે તેનું સ્વાસ્થાન કહેવાય
આ રીતે ત્રણ પ્રકારે અસ્થાયી સ્થાનનું વર્ણન સામૂહિકરૂપે કરવામાં આવ્યું છે. સૂક્ષ્મ પાંચે ય એકેન્દ્રિય જીવોનું નિવાસસ્થાન અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ, અસંખ્યાત આકાશપ્રદેશનું છે. છતાંએ તે જીવો અસંખ્યાત અને અનંતાનંત હોવાથી સમસ્ત લોકમાં અંગુલના અસંખ્યાતમાં ભાગના ઝુંપડા બાંધી પથરાઈને ઠસોઠસ સમાયા છે. આવી ભીડભાડવાળા નાનકડા નિવાસસ્થાનમાં તેઓ રહ્યા છે. તેથી તેનું નિવાસ સ્થાન આખો લોક કહેવાયો છે.
બાદર એકેન્દ્રિય જીવોનું નિવાસ સ્થાન લોકનો અસંખ્યાતમો ભાગ છે. બાદર પૃથ્વીકાય:- નરકના પૃથ્વીપિંડ, સિદ્ધશિલા, દેવોના ભવન, નગર, છત, ભૂમિ, ભીંત, વિમાન, તિરછાલોકની ભૂમિ, નગર, મકાન, દ્વીપ, સમુદ્રનું તળિયું, પર્વત, કૂટ, વેદિકા, જગતી, બધી જાતની ખાણ, તમામે તમામ શાશ્વત ક્ષેત્રો, અશાશ્વત પૃથ્વીમય સ્થળોમાં પૃથ્વીકાયના જીવોના સ્વસ્થાન છે. બાદર અપ્લાય :- ઘનોદધિ, ઘનોદધિવલય, પાતાળ કળશ, સમુદ્ર, નદી, દ્રહ, કુંડ, ઝરણા, સરોવર, તળાવ, નાળા, વાવડી, પુષ્કરણી, કૂવા, હોજ, ખાડા, ખાઈવગેરે શાશ્વતઅશાશ્વત પાણીના જેટલા સ્થાન છે, તે બધા જ અષ્કાય જીવોના નિવાસ સ્થાન છે.
37